Readers

Saturday, September 1, 2018


                     ................અને હું કૃષ્ણ બની  ગયો !
            ગિલ્લી ડંડા  રમતા કાલિયો વચ્ચે આવ્યો તો ભાથ  ભીડી ....ને  હું કૃષ્ણ બની ગયો ભામ્ભરતી દોડતી આવતી કોઈ ગૌ માતા દેખાય તો દોડી ને તેને હાથ પસાર્યો ..ને હું કૃષ્ણ બની ગયો . અભિમાન ના આટાપાટા માં ફરતા ઇન્દર ને પાઠ ભણાવવા પરગજુ ગોરધન ને સાથ દીધો -ઇન્દર ના ગર્વ નું ખંડન કર્યું .....ને હું કૃષ્ણ બની ગયો.ને હા પરિવાર નો પોતીકો પણ અતિ ક્રૂર થયો તો તેને પણ ચોટલી પકડી ને પછાડ્યો ....ને હું કૃષ્ણ બની ગયો. બાળ ગોઠિયો સુદામા વર્ષો પછી આવ્યો તો ઊંચા આસને થી ઉતરી -દોડી ગળે વળગાળ્યો ....ને કૃષ્ણ બની ગયો..નિષ્ફળતા માં હતાશ યુવાન અર્જુન ના ખભે મેં હાથ મુક્યો ને ..હું કૃષ્ણ  બની ગયો. રસ્તે જતી કૃષ્ણા ની સામે કોઈ છેલ બટાઉ એ  નજર કરી તેનો મેં ટાંટિયો પકડ્યો ને ....હું કૃષ્ણ બની ગયો. .
          મારું તમારું-માનવ નું જીવન એટલે  સંઘર્ષ મય જીવન-- પડકાર રૂપ જીવન .આપણા માના કેટલાય લડે ને પછી હારે અથવા જીતે.તો કેટલાય પરિસ્થિતિ ને સ્વીકારી લે કે પછી તેનાથી ભાગે .કેવું માનવ જીવન જીવવું  કેવી રીતે શ્રેષ્ઠ જીવવું તેનો સંદેશ..હજારો વર્ષ પહેલાં શ્રી કૃષ્ણ એ આપ્યો. કેવળ ઉપદેશ આપીને નહીં પણ આપણા વચ્ચે આવીને માણસ ની જેમ જીવીને સંદેશ આપ્યો એટલું જ નહીં પણ પાકકું વચન પણ આપ્યું ,"સંભાવમિ યુગે યુગે.". જી હા ,શ્રી કૃષ્ણ  જન્મે જ છે .આપણી જોવાની દૃષ્ટિ આપણે કેળવી નથી એટલે જ આપણે તેને  જોઈ શકતા નથી-ઓળખી શકતા નથી.એ  હકીકત જ છે.
           જુઓને સવાર પડે સવાલો નો ઢગલો થાય .આ કરું કે તે ન કરું?  ધંધા ,વ્યવસાયમાં  કે નોકરી માં જઈએ ,ત્યાંય સમસ્યા ના ઢેર.કેટલીયે વાર નિર્ણય લેવાની ભારી અસમંજસતા  આવી ઉભે. કોને પૂછું,ક્યારે પૂછું.? પણ એવે વખતે. હૈયે જો  કૃષ્ણ આવી ઉભે તો ઉકેલ આવી ને જ મળે !
          મિત્રો આપણે તો પૃથ્વી પર ઈશ્વર નું શ્રેઠ સર્જન છીએ.અને મન માં ધારીએ તો નર માંથી નારાયણ- પુરુષ માંથી પુરુષોત્તમ બની શકીએ .એવો વિચાર ગંભીરતા થી કરીએ  કે ભગવાને મને જ મનુષ્ય નો અવતાર કેમ આપ્યો?  જો એને મને માનવ અવતાર આપ્યો તો બદલામાં મારે એને શું આપવાનું? એના એકાદ ગુણ ને  મારા જીવન માં ઉતારીને કૃતજ્ઞતા વ્યક્ત કરું .ને તો જ હું માણસ કહેવાવું.
         શું સંદેશ છે ,કૃષ્ણ જીવન નો ? હંમેંશ સત્ય ની પડખે રહેવું,અન્યાય સહન ન કરવો.સાચી મિત્રતા ટકાવી રાખવી નિસ્વાર્થ પ્રેમ જગત આખા ને કરવો .જરૂર હોય ત્યાં પહેલ કરવી -સાહસિકતા બતાવવી જ .વગેરે ..વગેરે.  આ તો પૂર્ણ પુરુષોત્તમ છે .
         ભગવાન ને દિવા-પૂજા ,અગરબત્તી જરૂર કરું પણ એકાદ કૃષ્ણ વિચાર જાણું ને જીવન માં ઉતારવાનો પ્રયત્ન કરું એ જ સાચી પૂજા છે. સાચી ભક્તિ છે. જન્માષ્ટમી ઉજવીશું -.આનંદ કરીશું .ખુબ સારી વાત છે. કરીએ જ .પણ સાથે કાનુડા ને વહાલા થવા એના વિચાર-એનું એકાદ કાર્ય  જીવન માં અપનાવીએ તો જ સાચા અર્થ માં જન્માષ્ટમી ઉજવાઈ ગણાય ને ચોક્કસ શ્રી કૃષ્ણ પણ રાજી થાય.
                                             યંત્ર યોગેશ્વર કૃષ્ણ  યંત્ર પાર્થો ધનુર્ધર |
                                           તત્ર શ્રી વિજયોર્ભુતી ધ્રુવ નિતીરમતી મમ ||
( જ્યાં યોગેશ્વર કૃષ્ણ હોય અને જ્યાં  ધનુર્ધારી  પાર્થ હોય ત્યાં  અવશ્ય વિજય પ્રાપ્ત થાય જ છે..ભાવાર્થ: પ્રબળ પુરુષાર્થ અને ઈશ વિશ્વાસ કદી ,ક્યારેય નિષ્ફળતા અપાવતા જ નથી)
                                                                જન્માષ્ટમી ની શુભકામના .

No comments:

Post a Comment