મતાધિકાર તો સત્તાધિકાર દિનેશ માંકડ
"કોઈ સરકાર કામ કરતી જ નથી"-"બધા ઘર ભરવા ભેગા થયા
છે"- "કાગડા બધે જ કાળા " --- લોક મુખે ,રોજ સાંભળવા મળતા
વિધાનો કેટલાક સાચાં ,કેટલાકન ખોટાં તો કેટલાકં
અર્ધ સત્ય હોય..મિત્રો ,વિશ્વ ના સૌથી
મોટા લોકશાહી દેશ માં આપણે વસીએ છીએ.જે દેશ માં સો કરોડ નાગરિકો , પોતાનો મત રજુ કરી શકે તેમ હોય ને જેમાં મોટો વર્ગ યુવા હોય
,ત્યારે દેશવાસીઓ ના મો એ થી નીકળતા આવા વિધાનો
તો પોતાને જ ગાળ આપવા સમાન છે .
દેશ માં આપણા જ ખર્ચે ચૂંટણી ઓ થાય છે . કરોડો ,અબજો રૂપિયા મારા તમારા ખિસ્સા ના જાય
છે .સરકાર અને પક્ષો જન જાગૃતિ ના ખુબખુબ પ્રયત્ન કરે .પણ ..મતદાન ની ટકાવારી પચાસ
ટકા કે વધી ને પાસંઠ ટકા .મતલબ કે સો માંથી પાંત્રીસ ટકા લોકોને ચૂંટણી માટે
વપરાતા પોતાના જ પૈસા ના ગમે તેવા પરિણામ પસંદ છે.ખરેખર તો મતદાન ન કરવા
વાળાને એક પણ વાક્ય બોલવા નો કોઈ જ અધિકાર જ નથી. પોતાનું નામ મતદાર યાદી
માં છે જ તેવી જાગૃતિ રાખવા વાળા કેટલા?
જેમ કરોડોનું ટર્ન ઓવર વાળી કંપની નો એક શેર
ધરાવનાર પણ કંપની નો માલીક ગણાય તેમ
એક મત પણ લોકશાહી નો રખેવાળ કહેવાય.મતદાન
ન કરવું કે પોતાનું નામ દાખલ કરાવવા માં
ઢીલ એ નૈતિક ગુન્હો જ છે . સાવ સાદી જ
વાત છે .વિચાર કરો - કોઈ ચૂંટણી માં સાઠ ટકા મતદાન થાય .ત્રીસ ટકા થી એક જ મત વધારે હોય તે કુલ
સો ટકા લોકો પર પોતાના નિર્ણયો ઠોકી
બેસાડે !! જવાબદાર કોણ ?
મત આપવા વાળા કરતા ન આપવા વાળા વધુ દોષિત જ
ગણાય .ખરેખર તો મતદાન ન કરનાર પાસે ચૂંટણી ખર્ચ નો પ્રમાણભાગ દંડ રૂપે વસુલ કરવો જ જોઈએ.
મિત્રો ,વફાદારી એ માણસ ની ,માણસ તરીકે ની ઓળખ છે .થોડાક અપવાદ બાદ કરતા માણસ બધી જ
જગ્યાએ વફાદારી દાખવે જ છે.પરિવારમાં માતાપિતા ,પતિ-પત્ની સંતાનો પરસ્પર વફાદાર હોય
જ.આ ભારત છે. વ્યવસાય કે નોકરી નો તો પાયો જ વફાદારી છે.તો પછી દેશ માટે ને
લોકશાહી માટે ની વફાદારી કઈ ? સત્ય ઘટના યાદ આવે છે.સ્ટેટ બેન્ક ના ઉચ્ચ અધિકારી જૂનાગઢ થી
નિવૃત થયા અને વતન ભુજ રહેવા ગયા .તરત માં જ ચૂંટણી આવી.મતદાર યાદી માં નામ
ટ્રાન્સફર નો સમય ન રહ્યો.મતદાન ના દિવસે પતિ -પત્ની બે મત વેડફાય નહીં તે માટે એક જ દિવસ માં આવવા
-જવાની સાતસો કિલોમીટર ની સ્વખર્ચે મુસાફરી
સાઠ વર્ષ ની વયે કરી,અને મતદાન
કર્યું. બુદ્ધુ જીવીઓ તેમને મૂર્ખ જ ગણશે ! દેશમાં આવા લોકો છે જ.,પણ આપણે તેને આદર્શ નથી બનાવવા .બસો ફિટ દૂર ના મતદાન કરવા જવા માં આપણને પેટ
દુખે છે.
" નોટા" તો એથી એ વધુ મોટુ ગતકડું ઘાલ્યું છે સામાન્ય
સંજોગો માં પાંચ -પંદર કન્યા જોયા
પછી એમાં થી એકેય ,સાવ ન ગમે તો નક્કી કૈક અવનવું સમજવું.ઉમેદવાર સારા પણ હોય,માધ્યમ પણ હોય ખરાબ પણ હોય પણ 'બધા ખરાબ 'એ વિચાર જ પોતાને અતિ
હોશિયાર અને ઉત્તમ મૂલ્યાંકનકાર સાબિત કરે છે .હકીકત માં તે જાત સાથે ની છેતરામણી
જ છે
મિત્રો ,હક્ક અને ફરજ એક સિક્કા
ની બે બાજુ છે .એમાંય માતા ની વાત આવે ત્યારે તો પહેલી ફરજ અને પછી હાક ની વાત
હોય. ભારત માતા ( મન થી માનીએ તો ) માટે ની ફરજ માં પહેલી ફરજ જ મતદાન જાગૃતિ છે .તો અને તો જ ઉચ્ચ લોકશાહી
મૂલ્ય ને ઊંચું રાખવા -કરવા માં આપણે ભાગીદાર થઈશું.જૂની દંતકથા માં અકબર ના દૂધ
નો હોજ ભરવા ના જાહેરનામા બધાએ 'મારા લોટા થી શું
ફેર પડે ?' કહી ,પાણી નો લોટો નાખ્યો ને હોજ પાણી ભરાયો .આપણે પાણી ના
લોટ ની માનસિકતા વાળા થવું છે કે આપણા દરેક ના દૂધના લોટા થી હોજ 'દૂધ' થી ભરવો છે ,એ આપણે નક્કી કરવાનું છે.
સરકાર દ્વારા મતદાર યાદી માં નામ અને
ચૂંટણી કાર્ડ નવા અને સુધારવા માટે વારંવાર
અભિયાન હાથ ધરવા માં આવે છે .સવાલ આપણી કેટલી ગંભીરતા છે તેના પર છે. કોઈ પ્રસંગ ,પાર્ટી કે ફિલ્મ જેવા મનોરંજન માટે ખાસ યાદ રાખીને પૂર્વ તૈયારી
-પ્રિ-પ્લાનિંગ કરીએ છીએ .તો આવા અગત્ય ના માતૃ ઋણ ના કાર્ય ને અગ્રતા
-પ્રાયોરિટી ન આપી શકીએ ?
ચાલો ,અત્યારે જ નક્કી કરી લઈએ કે આપણું નામ આપણા વિસ્તાર ની મતદાર
યાદીમાં હોય .આપણું ચૂંટણી કાર્ડ પણ
સુધારા સાથે તૈયાર હોય ,અને તે માટે જરૂરી ફોર્મ ભરી પ્રક્રિયા પૂર્ણ કરીએ
.એમાં બિલકુલ આળસ ન જ કરીએ .અને હા ,જયારે ચૂંટણી આવે ત્યારે અવશ્ય મતદાન કરું જ . જય ભારતમાતા -જય લોકશાહી માતા .
No comments:
Post a Comment