Readers

Tuesday, September 18, 2018


                                 મતાધિકાર તો સત્તાધિકાર       દિનેશ માંકડ
           "કોઈ સરકાર કામ કરતી જ નથી"-"બધા ઘર ભરવા ભેગા થયા છે"- "કાગડા બધે જ કાળા " --- લોક મુખે ,રોજ સાંભળવા મળતા વિધાનો  કેટલાક સાચાં ,કેટલાકન ખોટાં તો કેટલાકં  અર્ધ સત્ય હોય..મિત્રો ,વિશ્વ ના સૌથી મોટા લોકશાહી દેશ માં આપણે વસીએ છીએ.જે દેશ માં સો કરોડ નાગરિકો , પોતાનો મત રજુ કરી શકે તેમ હોય ને જેમાં મોટો વર્ગ યુવા હોય ,ત્યારે દેશવાસીઓ ના મો એ થી નીકળતા આવા વિધાનો તો પોતાને જ ગાળ આપવા સમાન છે .
           દેશ માં આપણા જ ખર્ચે ચૂંટણી ઓ થાય છે . કરોડો ,અબજો  રૂપિયા મારા તમારા ખિસ્સા ના જાય છે .સરકાર અને પક્ષો જન જાગૃતિ ના ખુબખુબ પ્રયત્ન કરે .પણ ..મતદાન ની ટકાવારી પચાસ ટકા કે વધી ને પાસંઠ ટકા .મતલબ કે સો માંથી પાંત્રીસ ટકા લોકોને ચૂંટણી માટે વપરાતા  પોતાના જ પૈસા ના ગમે તેવા  પરિણામ પસંદ છે.ખરેખર તો મતદાન ન કરવા વાળાને એક પણ વાક્ય બોલવા નો કોઈ જ અધિકાર જ નથી. પોતાનું નામ મતદાર યાદી માં  છે જ તેવી જાગૃતિ રાખવા વાળા કેટલા?
          જેમ  કરોડોનું ટર્ન ઓવર વાળી કંપની નો એક શેર ધરાવનાર પણ કંપની નો માલીક ગણાય  તેમ એક  મત પણ લોકશાહી નો રખેવાળ કહેવાય.મતદાન ન કરવું  કે પોતાનું નામ દાખલ કરાવવા માં ઢીલ એ નૈતિક ગુન્હો જ  છે . સાવ  સાદી  જ વાત છે .વિચાર કરો - કોઈ ચૂંટણી માં સાઠ ટકા મતદાન થાય .ત્રીસ ટકા થી એક જ મત વધારે  હોય તે કુલ સો ટકા લોકો પર પોતાના નિર્ણયો ઠોકી  બેસાડે !! જવાબદાર કોણ ? મત આપવા વાળા કરતા ન આપવા વાળા વધુ દોષિત જ ગણાય .ખરેખર તો મતદાન ન કરનાર પાસે ચૂંટણી ખર્ચ નો પ્રમાણભાગ  દંડ રૂપે વસુલ કરવો જ જોઈએ.
          મિત્રો ,વફાદારી એ માણસ ની ,માણસ તરીકે ની ઓળખ છે .થોડાક અપવાદ બાદ કરતા માણસ બધી જ જગ્યાએ વફાદારી દાખવે જ છે.પરિવારમાં માતાપિતા ,પતિ-પત્ની  સંતાનો પરસ્પર વફાદાર હોય જ.આ ભારત છે. વ્યવસાય કે નોકરી નો તો પાયો જ વફાદારી છે.તો પછી દેશ માટે ને લોકશાહી માટે ની વફાદારી કઈ ? સત્ય ઘટના યાદ આવે છે.સ્ટેટ બેન્ક ના ઉચ્ચ અધિકારી જૂનાગઢ થી નિવૃત થયા અને વતન ભુજ રહેવા ગયા .તરત માં જ ચૂંટણી આવી.મતદાર યાદી માં નામ ટ્રાન્સફર નો સમય ન રહ્યો.મતદાન ના દિવસે પતિ -પત્ની  બે મત વેડફાય નહીં તે માટે એક જ દિવસ માં આવવા -જવાની સાતસો કિલોમીટર ની સ્વખર્ચે મુસાફરી  સાઠ વર્ષ ની વયે કરી,અને મતદાન કર્યું. બુદ્ધુ  જીવીઓ તેમને મૂર્ખ જ ગણશે ! દેશમાં આવા લોકો છે જ.,પણ આપણે તેને આદર્શ નથી બનાવવા .બસો ફિટ દૂર ના મતદાન કરવા જવા માં આપણને પેટ દુખે છે.
           " નોટા" તો એથી એ વધુ મોટુ ગતકડું ઘાલ્યું છે સામાન્ય સંજોગો માં પાંચ -પંદર  કન્યા જોયા પછી  એમાં થી એકેય ,સાવ ન ગમે તો નક્કી કૈક અવનવું સમજવું.ઉમેદવાર સારા પણ હોય,માધ્યમ પણ હોય ખરાબ પણ હોય પણ 'બધા ખરાબ 'એ વિચાર જ પોતાને અતિ હોશિયાર અને ઉત્તમ મૂલ્યાંકનકાર સાબિત કરે છે .હકીકત માં તે જાત સાથે ની છેતરામણી જ છે
           મિત્રો ,હક્ક અને ફરજ એક સિક્કા ની બે બાજુ છે .એમાંય માતા ની વાત આવે ત્યારે તો પહેલી ફરજ અને પછી હાક ની વાત હોય. ભારત માતા ( મન થી માનીએ તો ) માટે ની ફરજ માં પહેલી ફરજ  જ મતદાન જાગૃતિ છે .તો અને તો જ ઉચ્ચ લોકશાહી મૂલ્ય ને ઊંચું રાખવા -કરવા માં આપણે ભાગીદાર થઈશું.જૂની દંતકથા માં અકબર ના દૂધ નો હોજ ભરવા ના જાહેરનામા  બધાએ 'મારા લોટા થી  શું ફેર પડે ?' કહી ,પાણી નો લોટો નાખ્યો ને હોજ પાણી ભરાયો .આપણે પાણી ના લોટ ની માનસિકતા વાળા થવું છે કે આપણા દરેક ના દૂધના લોટા થી હોજ 'દૂધ' થી ભરવો છે ,એ આપણે નક્કી કરવાનું છે.
        સરકાર દ્વારા મતદાર યાદી  માં નામ અને ચૂંટણી કાર્ડ  નવા અને સુધારવા  માટે વારંવાર  અભિયાન હાથ ધરવા માં આવે છે .સવાલ આપણી કેટલી ગંભીરતા છે  તેના પર છે. કોઈ પ્રસંગ ,પાર્ટી કે ફિલ્મ જેવા મનોરંજન માટે ખાસ યાદ રાખીને પૂર્વ તૈયારી -પ્રિ-પ્લાનિંગ કરીએ છીએ .તો આવા અગત્ય ના માતૃ ઋણ ના કાર્ય ને અગ્રતા -પ્રાયોરિટી  ન આપી શકીએ ?
        ચાલો ,અત્યારે જ નક્કી  કરી લઈએ કે આપણું નામ આપણા વિસ્તાર ની મતદાર યાદીમાં  હોય .આપણું ચૂંટણી કાર્ડ પણ સુધારા સાથે  તૈયાર હોય ,અને તે માટે જરૂરી ફોર્મ ભરી પ્રક્રિયા પૂર્ણ કરીએ .એમાં  બિલકુલ આળસ  ન જ કરીએ .અને હા ,જયારે  ચૂંટણી આવે ત્યારે  અવશ્ય મતદાન કરું જ                                                                                                                                                                               .                                                        જય ભારતમાતા -જય લોકશાહી માતા .

Wednesday, September 12, 2018

आये विघ्नहर्ता -घर हमारे |





            आखिर आ ही गए आप मेरे घर !               दिनेशमांकड़                                                                                                
                                                                                                                 जब भी दिन की शुरुआत होती है,मैं आप को याद करा लेता हूँ| कोई  भी कार्य का जब प्रारम्भ करता हूँ तो आप ही मेरे दिल में आते हो| आप मेरे -हमारे सभी प्रकार के दुखो को नाश करते रहे हो| हम  तो बार बार इसकी अनुभूति भी कर लेते है |

      आप ही हमारे -गण (समूह ) के नायक हो | जब हमें आप जैसा नायक -सेनापति मिला है तो हमें किस बात की चिंता ? जब नायक प्रबल-प्रभावी होता है तो फिर पूरा गण भी प्रभावी होना चाहिए|

**आपका बड़ा पेट बताता है की आप सब की समस्याए -कठिनाइयाँ इक्क्ठी कर लेते हो| हर एक की बात आप अपने के पास रखते हो|

** आपके बड़े कान भी इसीलिए तो है कीआप सब का सुनते हैअच्छे नायक का यही तो  लक्षण हैहमारी आसपास होती रहती गति विधि,एवं सभी बाबतोकि पूरी जानकारी रहती है और किसी को सुनने से आदमी का मन भी हल्का हो जाता है| यह सब से बड़ी बात है|

**आपकी छोटी-छोटी आँखे बहोत बड़ा सन्देश देती है | सभी घटनाओ को पुरे गौर के साथ निरिक्षण करना | ध्यान,लगाव से देखना |आपकी निरिक्षण शक्ति अजब की  है| आप सब का सुनते तो है ही यही,पुरे अंदाज से देखते भी है| ऐसी कोई भी बात नै होती जो आपसे छूट जाय| ऐसे निरिक्षण से इसके उकेल भी सच्चे-अच्छे ही मिलते है|

**आपके दो लम्बे दांत भी तो अद्भुत हैताजुब  की  बात यह है की उसमे से एक दांत पूरा और एक अधूरा है! सब पूछते है की ऐसा क्यों? आप हमें इससे भी बड़ा सन्देश देते हो| अगर हमें आपको पाना होतो  पूरी भक्ति और आधु बुद्धिसे पा सकेंगे| आजकल लोग पूरी बुद्धि और तर्क लगाकर बड़े बड़े सवाल पैदा करते है,लेकिन आपसे मिलने सच्चा रास्ता यही है की पुरे दिल से आप को याद करे ,दिमाग का ज्यादा प्रयोग न करे| हम अवश्य  आपको पा  सकेंगे |

**आप की सूंढ़ दो बड़ी बातो की सूचक है |इस लम्बी सूंढ़ से गहराई से दूर दूर से हर गंध को परख लेते है| आप दूरंदेशी सोचवाले दिखाई देते हो| दूसरी बात सूंढ़ से जो कुछ पाते हो  उसमे से थोड़ा-बहोत दूसरे तो दे कर ही फिर खुद खाते हो |

**आप चार हाथ वाले हो| एक हाथमे अंकुश है| हमारे विकार हमारे अंकुश ने होने चाहिए| दूसरे हाथमे पाश है जो शत्रुओंके सामने रक्षा करके का बल प्रदान करता है तीसरे हाथमे मोदक है जो जीवन को सदा मिठ्ठा ही बनाने का बड़ा सन्देश दे जाता है| चौथा  हाथ हर हंमेश हम सब पर सदा आशीष ही बरसाता  दिखता है | सदैव आप हमारा शुभ ही सोचते हो |

**चूहा -आपका वाहन भी अजीब है !चूहे को जहाँ जाना है ,वहां पहुंच जाता है | जगह कितभी छोटी हो वह घुस जाता है| और चूहा भी तो जहाँ जाता है ,पहले थोड़ा फूंकता है -सोचता है| बाद में ही घुसता है |हमारे घर का कोई भी कोना बाकि नन्ही रहेगा ,जहाँ चूहा आपको ले जा न सके | पुरे संसार में आप सर्वत्र पहुंच जाते हो| आप कण कण में हो|

**आपको  'दूर्वा ' बहोत प्रिय है | जिसको कोई मूल्य नहीं देता उसको भी आप बड़े प्यार से उठाते हो| सब से बड़ी बात है| जो क्रांति का प्रतिक है वह लाल फूल आप पसंद करते हो| हमें क्रांति का सन्देश आपसे ही मिलता है|

आप हमारे सभी विघ्नो को हरने वाले हो इसीलिए तो हम सब आपको हमारे सभी कार्यो के प्रारम्भ में आपको ही तो बुलाते है|

दिनेश ल. मांकड़

९४२७९६०९७९

अन्य लेख पढ़ने के लिए ब्लॉग पर क्लिक करे।

mankaddinesh.blogspot.com

Saturday, September 1, 2018


                     ................અને હું કૃષ્ણ બની  ગયો !
            ગિલ્લી ડંડા  રમતા કાલિયો વચ્ચે આવ્યો તો ભાથ  ભીડી ....ને  હું કૃષ્ણ બની ગયો ભામ્ભરતી દોડતી આવતી કોઈ ગૌ માતા દેખાય તો દોડી ને તેને હાથ પસાર્યો ..ને હું કૃષ્ણ બની ગયો . અભિમાન ના આટાપાટા માં ફરતા ઇન્દર ને પાઠ ભણાવવા પરગજુ ગોરધન ને સાથ દીધો -ઇન્દર ના ગર્વ નું ખંડન કર્યું .....ને હું કૃષ્ણ બની ગયો.ને હા પરિવાર નો પોતીકો પણ અતિ ક્રૂર થયો તો તેને પણ ચોટલી પકડી ને પછાડ્યો ....ને હું કૃષ્ણ બની ગયો. બાળ ગોઠિયો સુદામા વર્ષો પછી આવ્યો તો ઊંચા આસને થી ઉતરી -દોડી ગળે વળગાળ્યો ....ને કૃષ્ણ બની ગયો..નિષ્ફળતા માં હતાશ યુવાન અર્જુન ના ખભે મેં હાથ મુક્યો ને ..હું કૃષ્ણ  બની ગયો. રસ્તે જતી કૃષ્ણા ની સામે કોઈ છેલ બટાઉ એ  નજર કરી તેનો મેં ટાંટિયો પકડ્યો ને ....હું કૃષ્ણ બની ગયો. .
          મારું તમારું-માનવ નું જીવન એટલે  સંઘર્ષ મય જીવન-- પડકાર રૂપ જીવન .આપણા માના કેટલાય લડે ને પછી હારે અથવા જીતે.તો કેટલાય પરિસ્થિતિ ને સ્વીકારી લે કે પછી તેનાથી ભાગે .કેવું માનવ જીવન જીવવું  કેવી રીતે શ્રેષ્ઠ જીવવું તેનો સંદેશ..હજારો વર્ષ પહેલાં શ્રી કૃષ્ણ એ આપ્યો. કેવળ ઉપદેશ આપીને નહીં પણ આપણા વચ્ચે આવીને માણસ ની જેમ જીવીને સંદેશ આપ્યો એટલું જ નહીં પણ પાકકું વચન પણ આપ્યું ,"સંભાવમિ યુગે યુગે.". જી હા ,શ્રી કૃષ્ણ  જન્મે જ છે .આપણી જોવાની દૃષ્ટિ આપણે કેળવી નથી એટલે જ આપણે તેને  જોઈ શકતા નથી-ઓળખી શકતા નથી.એ  હકીકત જ છે.
           જુઓને સવાર પડે સવાલો નો ઢગલો થાય .આ કરું કે તે ન કરું?  ધંધા ,વ્યવસાયમાં  કે નોકરી માં જઈએ ,ત્યાંય સમસ્યા ના ઢેર.કેટલીયે વાર નિર્ણય લેવાની ભારી અસમંજસતા  આવી ઉભે. કોને પૂછું,ક્યારે પૂછું.? પણ એવે વખતે. હૈયે જો  કૃષ્ણ આવી ઉભે તો ઉકેલ આવી ને જ મળે !
          મિત્રો આપણે તો પૃથ્વી પર ઈશ્વર નું શ્રેઠ સર્જન છીએ.અને મન માં ધારીએ તો નર માંથી નારાયણ- પુરુષ માંથી પુરુષોત્તમ બની શકીએ .એવો વિચાર ગંભીરતા થી કરીએ  કે ભગવાને મને જ મનુષ્ય નો અવતાર કેમ આપ્યો?  જો એને મને માનવ અવતાર આપ્યો તો બદલામાં મારે એને શું આપવાનું? એના એકાદ ગુણ ને  મારા જીવન માં ઉતારીને કૃતજ્ઞતા વ્યક્ત કરું .ને તો જ હું માણસ કહેવાવું.
         શું સંદેશ છે ,કૃષ્ણ જીવન નો ? હંમેંશ સત્ય ની પડખે રહેવું,અન્યાય સહન ન કરવો.સાચી મિત્રતા ટકાવી રાખવી નિસ્વાર્થ પ્રેમ જગત આખા ને કરવો .જરૂર હોય ત્યાં પહેલ કરવી -સાહસિકતા બતાવવી જ .વગેરે ..વગેરે.  આ તો પૂર્ણ પુરુષોત્તમ છે .
         ભગવાન ને દિવા-પૂજા ,અગરબત્તી જરૂર કરું પણ એકાદ કૃષ્ણ વિચાર જાણું ને જીવન માં ઉતારવાનો પ્રયત્ન કરું એ જ સાચી પૂજા છે. સાચી ભક્તિ છે. જન્માષ્ટમી ઉજવીશું -.આનંદ કરીશું .ખુબ સારી વાત છે. કરીએ જ .પણ સાથે કાનુડા ને વહાલા થવા એના વિચાર-એનું એકાદ કાર્ય  જીવન માં અપનાવીએ તો જ સાચા અર્થ માં જન્માષ્ટમી ઉજવાઈ ગણાય ને ચોક્કસ શ્રી કૃષ્ણ પણ રાજી થાય.
                                             યંત્ર યોગેશ્વર કૃષ્ણ  યંત્ર પાર્થો ધનુર્ધર |
                                           તત્ર શ્રી વિજયોર્ભુતી ધ્રુવ નિતીરમતી મમ ||
( જ્યાં યોગેશ્વર કૃષ્ણ હોય અને જ્યાં  ધનુર્ધારી  પાર્થ હોય ત્યાં  અવશ્ય વિજય પ્રાપ્ત થાય જ છે..ભાવાર્થ: પ્રબળ પુરુષાર્થ અને ઈશ વિશ્વાસ કદી ,ક્યારેય નિષ્ફળતા અપાવતા જ નથી)
                                                                જન્માષ્ટમી ની શુભકામના .