તપ તીરથ વૈકુંઠ-સુખ મેલી મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે ... પ્રાણ થકી
અંબરિષ (રાજા) મુજને
અતિઘણો વ્હાલો, રે ... પ્રાણ થકી
ગજને માટે હું ગરુ઼ડે ચઢી
પળિયો,મારા સેવકની સુધ લેવા રે,
ઊંચ-નીચ હું કાંઈ નવ
જાણું,મને ભજે તે મુજ જેવા રે ... પ્રાણ થકી
લક્ષ્મીજી અર્ધાંગના મારી,તે મારા સંતની દાસી રે, દુર્વાસાએ માનભંગ કીધો રે,
મેં મારું અભિમાન તજીને,દશ વાર અવતાર લીધો
અડસઠ તીરથ મારા સંતને
ચરણે,,કોટિ ગંગા, કોટિ કાશી રે ... પ્રાણ થકી
સંત ચાલે ત્યાં હું આગળ
ચાલું,સંત સૂએ તો હું જાગું રે,
જે મારા સંતની નિંદા કરે,તેને કુળ સહિત હું ભાંગુ રે ... પ્રાણ થકી
મારા રે બાંધ્યા વૈષ્ણવ
છોડાવે,વૈષ્ણવે બાંધ્યા નવ છૂટે રે,
એક વાર વૈષ્ણવ મુજને
બાંધે,તે બંધન નવ તૂટે રે ... પ્રાણ થકી
બેઠો ગાવે ત્યાં હું ઉભો
સાંભળું,ઉભા ગાવે ત્યાં હું નાચું રે,
વૈષ્ણવ જનથી ક્ષણ નહીં
અળગો,ભણે નરસૈયા સાચું રે ... પ્રાણ થકી
નરસૈંયો એટલે ભક્તિ ,શ્રધ્ધા અને
આધ્યાત્મ ની ટોચ આપણા નરસિંહ મહેતાએ તેના
તમામ પદોમાં શ્રી કૃષ્ણ ને સાક્ષાત કરી દીધા છે .પણ ‘પ્રાણ થકી મને..’ -આ પદ કૈક વિશેષ છે.નરસિંહ અને
અન્ય કવિઓ બધાં જ પદોમાં ભગવાન ને સંબોધીને લખે છે પણ પ્રસ્તુત પદ માં નરસૈયા એ ભગવાન ને બોલતા કર્યા છે -કહોને
ઈશ્વરની ભક્ત પ્રત્યેની ભાવના ને વાચા આપી છે.જેમ શ્રીમદ ભગવદગીતા અન્ય ધર્મગ્રંથો કરતા એટલે વિશેષ છે કે તે શ્રી કૃષ્ણ ના સ્વમુખે કહેવાય
છે.-"તાદાત્મણ્યમ સૃજ્યાંમ્યહં -ત્યારે હું જન્મ લઈશ." તેવી જ રીતે આ પદ
માં પણ શ્રીકૃષ્ણ કહે છે , " મેં મારું અભિમાન તજીને દશ વાર અવતાર લીધો રે’ .અને એની
તાલાવેલી પણ જુઓને – ‘તપ તીરથ
વૈકુંઠ-સુખ મેલી મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે’
જયારે સમાજ વર્ણભેદ ને લીધે વિઘટિત થતો જાય છે ,ત્યારે ભગવાને સ્પષ્ટ ભાષા કહી દીધું કે- “મને ભજે તે જેવા મુજ જે
રે’ તમામ ભેદભાવ
વગર ,પોતાની જ સમકક્ષ મૂકી દીધો -'" યો મદ ભક્ત .." 'ભક્ત ભગવાન ને એટલો તો વહાલો છે કે ભક્ત માટે ભગવાન બધું ન્યોછાવર
કરવા તૈયાર છે. "લક્ષ્મીજી અર્ધાંગના મારી,તે મારા સંતની દાસી
રે," પ્રસ્તુત પદ દ્વારા
નરસિંહ એ ભક્તિ ની ટોચના પરિણામ આપણી સામે મૂકીને, પડકાર આપ્યો છે
અને ખાતરી પણ આપી છે.અને મજાની વાત એ છે આ વાત કહેનાર સાક્ષાત્કાર નો સાક્ષી નરસિંહ છે.
ભક્ત ની ઈશ્વર સતત કાળજી લે છે એ વાત
ને પ્રતિપાદિત કરવા નરસિંહ એ ભક્તના પ્રત્યેક પગલાથી આગળ ભગવાન ને ચલાવ્યો છે-વી
આઈ..પી .ની પાયલોટ કાર ની જેમ.! આવનારી સંભવિત પણ મુશ્કેલી ને ભક્તના માર્ગ માંથી હટાવી દે.-' સંત ચાલે ત્યાં હું આગળ ચાલું……,’ ભક્ત જાગતા હોય તો એ કાળજી લે પણ 'સંત સૂએ ત્યારે હું જાગું' -કહીને ભગવાને ૨૪*૭ ની બાંહેધરી આપી દીધી !
એથી આગળ ભગવાનને ખબર છે કે મારા ભક્ત
ને તો ય સંઘર્ષ આવવાના છે ને એટલે ભક્ત ને નીંદનારા ને ખુલી ધમકી આપી ને ભક્ત ને
પાકું આશ્વાસન આપ્યું.-‘ જે મારા સંતની નિંદા કરે,તેને કુળ સહિત
હું ભાંગુ રે’ સામાન્ય વ્યક્તિ દિન બ દિન આવતી નાની મોટી
કસોટીમાં ઈશ્વર પ્રત્યે કાં તો
શ્રદ્ધા ગુમાવી દેતો હોય કે ભગવાન
ને કોસતો હોય છે .અહીં પંક્તિ માં તો -' પરિત્યાણાય સાધુનામ,વિનાશાય
દુષ્કૃતામ | '-વચન બદ્ધતા વ્યક્ત કરી છે
ભક્ત ની ભક્તિને
કેટલી ઉત્ક્ટતા થી સ્વીકારે છે તે અહીં અભિવ્યક્ત છે. ભક્ત બેસી ને ગાવા
માંડે ત્યારે ભગવાન બેસવા પ્ણ રોકાતા નથી ને ઉભા ઉભા જ સાંભળે છે અને જો ભક્ત
ઉભા ઉભા ગાય તો કાનુડા ના પગ થનગનવા રોકાતા નથી ને ‘ વહાલો નાચવા લાગે છે .મતલબ કે ભગવાન ,ભક્ત થી ક્ષણભર પણ વિભક્ત થવા માંગતા નથી! .’ વૈષ્ણવ જનથી ક્ષણ નહીં અળગો કહીને
નરસિંહ એ ભગવાન ને વાત વાત માં રોમેરોમ થી
બાંધી લીધા છે.
"મારો વૈશ્નવ ,મને પ્રાણ થી યે વહાલો છે " એવું ભગવાન વતી કહી શકનારો
નરસૈંયો, આપણું પ્રેરક બળ છે. શ્રદ્ધાના શિખર ની ટોચ તો એવરેસ્ટ થી
એ અનેક ઘણી ઉંચી છે. પ્રસ્તુત કાવ્ય
જનસામાન્ય ને ઈશ્વર હોવાની અને માનવ માત્ર
તે માટે તે સતત ચિંતિત છે તેની પ્રતીતિ કરાવે છે. અંદરના શ્રદ્ધા દીપ ને વિશેષ
પ્રજ્વલિત કરે છે.