Readers

Saturday, June 19, 2021

યાત્રા-24- યાત્રામાં- યાત્રાઓ અનેક


 

યાત્રા-24-  યાત્રામાં- યાત્રાઓ અનેક 

        સદ્ નસીબે ભારત અને વિદેશના અનેક સ્થળોનો પ્રવાસ શક્ય બન્યો છે. આમ તો યાત્રા અને પ્રવાસને દરેક વખતે છુટા પાડી ન શકાય.કોઈવાર બંને સાથે હોય તો કોઈવાર નહિ..સરવાળે તો પરમેશ્વર કે પ્રકૃત્તિ નું દર્શન તે  યાત્રા.

          માંડવી હતાં ત્યારે પૂજ્ય રામશર્માજીના શાંતિકુંજ હરદ્વારથી સારી શરૂઆત ગણાય. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી દાદાજીએ સમજાવ્યું છે કે તીર્થયાત્રા એટલે ભગવાનને મળવા જવું.અને ભગવાનને મળવા જવા માટે પહેલાં ભગવાનના દીકરાઓને નિસ્વાર્થ ભાવે મળવા જવું.આશરે ઈ.સ. 1990 માં પૂજ્ય દાદાજીને 75 વર્ષ પૂરાં થયાં .રાજકોટ માં ભક્તિફેરી કરીને ગયા.120 સ્ટેજ પર એક સરખો કાર્યક્રમ .રંજનાએ પણ તેમાં ભાગ લીધો .દાદાજીના અસ્થિ વિસર્જનનો કાર્યક્રમ પુષ્કર ,રાજસ્થાન હતો.છ દિવસ ખારીઓછી ગામમાં રહ્યા,ને પછી પુષ્કર ગયા.પુષ્કરમાં બ્રહ્મા જી મંદિર વિશેષ છે.

        સરકારી નિયમ મુજબ છેલ્લા વર્ષે LTC લેવાનું હોય.અમદાવાદ -દિલ્હી શતાબ્દી ટ્રેનની મુસાફરી માણવા ની બાકી હતી( 2010 ) .દિલ્હી દર્શન અને અક્ષરધામ મંદિરની પસંદગી ઉતારી.શતાબ્દીમાં એસીકોચની સાથે બે સમય ભોજન અને નાસ્તાની સુવિધા હોય .દિલ્હીમાં લાલ બહાદુર શાસ્ત્રીજીનું સાદગીભર્યું ઘર ,રાજઘાટ લોટસ ટેમ્પલ   લાલકિલ્લો ,કુતુબ મિનાર , વગેરે જોયા.મેટ્રો ટ્રેનમાં બેઠા.અક્ષરધામમાં ખુબ સુંદર જીવંત પ્રદર્શન અને શો થી ભારતીય સંસ્કૃતિ નો પરિચય કરાવે છે..

       શ્રી અજયભાઇ મોદી ( સખીવૃંદના મીનાબહેન ) સાથે નિકટ પરિચય હોવાથી વૈષ્ણવીદેવી તો એકથી વધારે વાર જવાયું.અજયભાઈની ઉત્તમ વ્યવસ્થામાં ખુબ સારી હોટેલ્સ અને શ્રેષ્ઠ ભોજનને લીધે આનન્દ કરાવતી.ખાસ તો જાન્યુઆરીમાં થતા આ પ્રવાસમાં પટનીટોપમાં બરફ માણવા ની મજા અનેરી હોય.શિવખોડી ગુફાના દર્શન પણ કપરા છતાં અનન્ય હોય.તેઓ  દર વર્ષે એક વખત યાત્રા સંઘમાં બહોળી સંખ્યામાં નફાનુકસાન વગર લઇ જાય .એકવાર એ રીતે પણ ગયાં.પાર્થના મિત્ર અર્પિત ના પિતાના ડોક્ટર્સ ગ્રુપમાં કુલુ મનાલી વગેરે જવાયું.રોહતાંગ નું બરફ સ્કીઈંગ કદી ન ભુલાય તેવું રહ્યું.

          દક્ષિણ પ્રવાસ બાકી હતો શ્રી ભરતભાઈ ( ગ્રીવાના પિતાશ્રી ) ને દરખાસ્ત મૂકી તેઓ સંમત થયા.બે પરિવાર.રામેશ્વર,મદુરાઈ ,વિવેકાનંદ રોકનો ઉત્તમ પ્રવાસ થયો. દક્ષિણના મંદિરોની એક વિશેષતા એ કે મોટાભાગના મંદિરોના ગર્ભગૃહોમાં વીજળીનો પ્રકાશ જ ન હોય.દીવાના અજવાળે મૂર્તિ જોઈ દર્શન કરવાના.ઈશ્વર સુધી પહોંચવા માટે આખો નું તેજ તીવ્ર કરવું પડે .મદુરાઈનું મીનાક્ષી મંદિર તેના સ્થાપત્ય માટે પ્રચલિત છે .તો રામેશ્વર મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા પ્રભુ શ્રી રામચન્દ્રજીએ કરેલી. સેતુબંધ ની દૂરથી ભૂમિકા સમજવી પડે છે..ત્રણ મહાસાગર નો સંગમ અને તેમાં વિવેકાનંદજી ની પ્રતિમા  જોઈને જરૂર વિચાર આવી જાય કે ભારત તો વિશ્વગુરુ જ હોવું ઘટે.અને તિરિવલ્લુવરની પ્રતિમા પણ દેદીપ્યમાન છે. આ કદાચ અમારો પ્રથમ વિમાની પ્રવાસ હતો.

         જીવનની અવિસ્મરણીય યાત્રાઓમાંની એક એટલે ' ચારધામ યાત્રા.' અમુક યાત્રા તો શુભ સંકેત અને નસીબ હોય તો જ થાય.'રાધેશ્યામ ટ્રાવેલ્સ ' માં અમારું ચાર જણ નું બુકીંગ થયું. શરૂમાં ટ્રેન અને પછી બસ. રાત્રી રોકાણ ખુબ સારી હોટેલ્સમાં રહેતા..રાધેશ્યામ ટ્રાવેલ્સવાળા પોતે ઉત્તરાખંડના હોઈ. બે સ્થળે તો સફરજનના ઝાડોના સાનિધ્યમાં 'ટેન્ટ હાઉસ' નું રાત્રી રોકાણ રમ્ય રહ્યું.

        .હિમાલયની ગોદમાં જવાનું હતું  જ્યોતિર્મઠથી મુખ્ય યાત્રા પ્રારંભ થાય.જગદ્ગુરુ શંકરાચાર્ય એ સ્થાપેલો આ મઠ માટે કોઈ કારણથી રોકાણ ન થઇ શક્યું.હવે ઉપર ચઢાણ. કેટલાય કી.મી. એક તરફ ખુબ ઊંડી ખીણ ને બીજી તરફ ઊંચા પહાડ.આમ તો સ્લોટ અનુસાર જ એક તરફી વાહનો ચાલે પણ કોઈ કોઈ વાહન ઓચિંતા સામે આવે ત્યારે આસપાસ જોઈને જ  હાજા ગગડી જાય

        .ગંગોત્રી અને યમનોત્રી આશરે અગિયાર હજાર ફૂટ ઉપર .હવે બસ આગળ જઈ શકવાની ન હોઈ, પાર્થ ,ગ્રીવાએ તો ખડકાળ પર્વત ચડવાની હિમ્મત બતાવી.અમે ડોલી કરી.બદ્રીનાથ ભવ્ય મંદિર..અહીં બ્રહ્મકુંડમાં પિતૃતર્પણનું વિશેષ મહત્ત્વ છે. વિધિ કરાવનાર જે મળ્યા તે સદ્નસીબે અમદાવાદની કોઈ એક હિન્દી શાળાના આચાર્ય નીકળ્યા! વેકેશનમાં અહીં આવીને પોતાનો પરિવાર વારસો જાળવી જાય.એમની વિધિ કરાવવાની ઉત્તમ રીત અને અમારી શ્રદ્ધા એ એવું લાગ્યું કે સાચ્ચે જ પિતૃઓ તર્પણ  સ્વીકારવા આવ્યા હોય! . 

.      હવે કેપાદારનાથ આશરે સત્તર હજાર ફૂટ ઉપર જવાનું હતું. ભર ઉનાળે દિવસનું તાપમાન નવ દસ ડિગ્રી લાગે .અમે એટલા ભાગ્યશાળી હતા કે કેદારનાથના મંદિરને અડીને હોટેલ -ગેસ્ટહાઉસમાં રાત્રી રોકાણ મળ્યું! રાત્રે શૂન્ય ડિગ્રી તાપમાન..સુવામા બ્લેન્કેટ ધાબળાં તો ઓછા પડે જ પણ ભૂલથી ઊંઘના દીવાલને હાથ અડી જાય તો પણ બરફને અડ્યા જેવો ઝાટકો વાગ્યે.અહીં રોકાણ તો નસીબદારને જ મળે કારણકે સવારે વહેલા ઉઠી ને ઉકળતા ઠંડા પાણીથી સ્નાન કરી કેદારનાથજીના નિજ મંદિરમાં શિવલિંગ પાસે બેસી પૂજા કરવાનો દુર્લભ લહાવો મળ્યો.જો શિવ કૃપા હોય તો જ એ અગવડ વગર શક્ય બને.પ્રકૃતિની ગોદ અને ઈશ્વરની સન્નિદય જોડાય એ તો જીવનની શ્રેષ્ઠ ક્ષણો જ ગણાય.અને એ માણી. ભુજ જઈ ,પરિવાર સાથે ગંગા પૂજન કરી ને યાત્રાની પુર્ણાહુતી કરી.

હજુ યાત્રાઓ અવિરત છે જ.વિદેશની વણજાર સાથે અન્ય આવતા અંકે.....

દિનેશ.લ. માંકડ  -9427960979

અન્ય લેખ વાંચવા બ્લોગ પર ક્લિક કરો.

mankaddinesh.blogspot.com

 

Friday, June 11, 2021

યાત્રા -23 ઉલ્લાસોત્સવ


 

યાત્રા -23 ઉલ્લાસોત્સવ

          સુખદસમય ના દિવસોમાં હવે ઉમેરો જ કરવાનું પ્રભુ એ નિરમ્યું હતું.એટલે હવે તો જીવનોત્સવ જ માણવા ના હતા.

          પાર્થના લગ્નની તારીખ નક્કી થઇ.20/10/2011 .અમારો અને ભરતભાઇનો બધો પરિવાર કચ્છમાં.અને અમદાવાદમાં તો મહેમાનોને સાચવવા થોડા મુશ્કેલ.એટલે નિર્ણય થયો કે ભુજ જઈને લગ્ન ગોઠવવાં. કંકોત્રીની પસંદગી, લિસ્ટ  વગેરે તો અમે કર્યાં પણ અમદાવાદ બેઠા , આયોજન કપરું તો ગણાય..પણ એક બાજુ મોટાભાઈ અરુણભાઈ ને બીજી બાજુ સાઢુભાઈ તારકભાઇ.હાટકેશ કોમ્પ્લેક્ષ બુકીંગ ,.કેટરરર ,ઢોલી ,ઓર્કેસ્ટા થી માંડી ને ,બસ ,ગજરા જેવી બધી જ જવાબદારી તેઓએ ઉપાડી લીધી .બહેનો ,ભાભી સાળા ,સાળી ભાણેજ ,ભત્રીજા સહુએ પ્રસંગ પોતાનો સમજીને ઉપાડ્યો.

         એક  કસોટી આવી. ગ્રીવાના પિતાશ્રી ભરતભાઈની તબિયત અચાનક જ નાદુરસ્ત થઇ. પ્લેટલેટ કાઉન્ટ ખુબ ઘટ્યા..અમદાવાદ શેલ્બિ હોસ્પિટલ માં દાખલ થયા.અમે બે ય પહોંચ્યા.ખબર પૂછી ને સારું થશે જ તેવો વિશ્વાસ આપીને, આશ્વાસન આપ્યું કે ' 'જરૂર પડ્યે તો ગમે તે દિવસે નિર્ણય બદલી શકાશે. એટલે પ્રસંગ વિષે ચિંતા ન જ કરે.'  ઈશ્વર કૃપાથી તેઓ સ્વસ્થ થયા

          .નિયત તારીખથી થોડા દિવસ પહેલાં જ ભુજ ગયાતારીખ 19 મી ઓક્ટોબરે મંડપારોપણ થયું.બપોરના  ભોજન સમારંભમાં અનેક વડીલો ,મિત્રો નિકટના સગાં અને સ્નેહીઓ ઉપસ્થિત રહયા. અમદાવાદથી ખાસ આવેલું રંજનાનું સખીવૃંદ ગ્રુપ અને માંડવીથી ડો. માધુભાઈ રાણા અને મારી જૂની શાળાનું મિત્ર વર્તુળ એમાં વિશેષ નોંધપાત્ર હતા.. 20 મી ઓક્ટોબર 2011 . જાન ની બે બસ ભુજથી અંજાર ઉપડી. ખુબ સરસ આગતા સ્વાગતા થયા અમે સહુ સાફામાં સજ્જ થયા.  વડીલોના આશીર્વાદ,ઈશ્વર કૃપા અને સહુના સહકારથી પ્રસંગ ઉલ્લાસપૂર્ણ અને નિર્વિઘ્ને સંપન્ન થયો.-રંગે ચંગે .પૂર્ણ થયો વડીલ વિશેષમાં મુ.કુમુદભાઈ ,મુ.કુંજલત્તાબહેન ( પાર્થના નાના નાની ) , મુ.ગોરામામા-મામી  ( મારા મામા-મામી ) મુ.નિવેદિતાબહેન ( રંજનાના ફઈ ) તો બીજી તરફ ગ્રીવાના દાદી મુ.અરવિંદબાળાબેન અને નાની મુ દેવમણીબેનના પ્રત્યક્ષ આશીર્વાદ મળ્યા..22 મી એ અમદાવાદ રીશેપ્શ્ર્ન યોજાયું..પાર્થનું મિત્ર વર્તુળ ,અમારું મિત્રવર્તુળ ,થોડા જ્ઞાતીમિત્રો વગેરે ઉપસ્થિત રહ્યા .અંજારથી પણ વેવાઈ સ્વજનો  અને ભુજથી  અમારા નિકટ સગાઓ આવ્યા. અને આખો પ્રસંગ પરિપૂર્ણ થયો.

        એલિસબ્રિજ પરનું નંદનવન ક્લિનિક હવે નાનું પડતું હતું.ભરચક ટ્રાફિકમાં દર્દી ઓને પાર્કિંગ પ્રશ્ન થતો..લિફ્ટ વગરનું કોમ્પ્લેક્ષ. વેચવાનું ને નવું ખરીદવાનું. તજવીજ ચાલુ..વિસ્તરતા અમદાવાદમાં હવે તો નદીપાર જ લેવાય.ઘણા જોયાં અને પસંદગી ઉતારી બાર માળીયા ,એક હજારથી વધારે ઓફિસ ધરાવતું બેઝમેન્ટ પાર્કિંગ વાળા આધુનિક ટાઇટેનિયમ સીટી સેન્ટર ,પ્રહલાદ નગર સેટેલાઇટ પર..જૂનું વેચાયું.,નવી લોન થઇ.. ઇન્ટિરિયર વિચારાયું.હવે બે ડોક્ટર ચેમ્બર ,ફાર્મસી અને વિઝિટિંગ એરિયા..નવા ક્લિનીકનું નામ ? Dr .Mankads ' Homoeo  Clinic  E /702 Titanium City Centreસુંદર ઉદ્ઘાટન  શિવાનંદ આશ્રમના .પૂજ્ય આધ્યાત્માનંદ જીના વર્ડ હસ્તે.પૂર્ણ ધાર્મિક વિધિથી.તેમણે એક ચેમ્બરમાં બેસી પહાડી કંઠમાં સ્ત્રોત્ર ગાયું જે આજે પણ કાનમાં ગુંજે છે.

જીવન યાત્રામાં યાત્રાધામોનું કથાનક હવે ના બ્લોગમાં.

દિનેશ લ. માંકડ  મોબાઈલ નંબર 9427960979

અન્ય બ્લોગ વાંચવા માટે ક્લિક કરો

mankadddinesh.blogspot.com

Friday, June 4, 2021

યાત્રા-22 - ત્રિવેણી સંગમ- ત્રણ તીર્થનો


 

યાત્રા-22 -  ત્રિવેણી સંગમ- ત્રણ તીર્થનો

        .અમારું 'શાલીન' નું ઘર ખુબ સુંદર હતું. પણ વચ્ચે પિલ્લરને લીધે બીજો મોટો બેડરૂમ ગોઠવાય તેમ નહોતો.ભવિષ્યને સામે રાખી વિચારતાં થયાં.ત્યાં તો પાડોશીએ શાલીન નું A /2 વેચવાની વિજ્ઞાપન આપી. આ તો એક જ ફ્લોર પરનું, અમારી દીવાલને જોડતું મકાન! તેની સાથે વાત ચલાવી. થયું નક્કી. એક્સિસ બેંકની લોન કરાવી ને.હવે શાલીનમાં અમારું L  આકારમાં ઘર થયું. બંનેને જોડીને રિનોવેશનના પ્લાન વિચારતાં રહયાં

         પાર્થનો M.D. નો અભ્યાસ સુચારુ રીતે ચાલતો હતો. પોતાનું જ્ઞાન વહેંચવાની ટેવ પાર્થની પહેલેથી છે. આણંદના પોતાના અભ્યાસ દરમિયાન પણ BHMS ના છેલા વર્ષના અને ઇન્ટર્ન ને શીખવવા તે રવિવારે પણ જાય.

        " હવે પાર્થ મોટો થયો."-ઘરમાં સંવાદથતો.. ત્યાં એક દિવસ આણંદથી આવીને પાર્થથી સહજ બોલાયું," BHMS ના  છેલ્લા વર્ષમાં કચ્છ ની એક નાગરકન્યા છે..કદાચ તમે ઓળખતા પણ હો." પછી એનો સંકેત સમજાયો. અમે કહ્યું,",જાણો વિચારો., દસ -પંદર દિવસ ,પછી આગળ વધીએ.થોડા દિવસ પછી તો પાર્થે આવીને પોતાની સંમતિસૂચક સાથે ઓળખાણ આપી.અંજારના ભરતભાઈ દુર્લભચન્દ્ર છાયાની દીકરી ગ્રીવા.! અંજાર મારુ મોસાળ નાનો હતો ત્યારે એક ડેલી  પર જોયેલું બોર્ડ યાદ આવી ગયું.' દુર્લભચન્દ્ર બાપુભાઈ છાયા.એડવોકેટ.' - મતલબ કે  મુ.અરવિંદબાળાબહેનની પૌત્રી ને મુ.ધનસુખભાઇ અંતાણીની દોહિત્રી. કચ્છની ડિરેક્ટરી કાઢી ને રાત્રે અરવિંદબાળાબહેન ને ફોન જોડ્યો ," હું બાવાભાઈ દાક્તરનો દોહીત્રો.અમારો દીકરો પાર્થ આણંદ માં હોમિયોપથી માં MD કરે છે.તમારી પૌત્રી ગ્રીવા માટે વાત કરવાની છે." લાગણીભર્યા છતાં વિચારશીલ રીતે તેમણે જવાબ આપ્યો ," આપણે કુટુંબ તો સાવ જાણીતાં જ થયાં .પણ છોકરો -છોકરી એક બીજાને જોવે -ઓળખે પછી આગળ વધાય ".અમારો ઉત્તર, " આપણે સામસામે છોકરો કે છોકરી જોયા નથી .પણ છોકરો -છોકરી બે ય એક બીજા ને સારી રીતે ઓળખી ગયાં છે..ભલે વિચારીને જવાબ આપજો " બીજા જ દિવસે ભરતભાઇના મોટાભાઈ મુ.શિરીષભાઈ ( ગ્રીવાના કાકા ) નો ફોન આવ્યો ," અંજાર ગોળ ખાવા ક્યારે આવો છો ? "ફરી એકવાર ઈશ્વર હાજરા હજુર છે ,એનો સાક્ષાત્કાર થયો.

           ગ્રીવા પ્રથમ વખત ઘેર આવ્યા. ત્યારે અમદાવાદની નહેરુ બ્રિજ પર આવેલી સૌથી ઊંચી રિવોલવિંગઃ હોટેલ 'પતંગ'માં  લઇ  ગયા.ને આવકાર્યા ..હોટેલ પતંગ માં બે કલાકમાં એક રાઉન્ડ પૂરો થાય .આખા અમદાવાદનું  સિંહદર્શન થાય. અનુકૂળ દિવસોએ તમામ પરિવારને સાથે રાખી ભુજ અને અંજાર સામોરતા વગેરે વિધિ આનંદ ઉલ્લાસ સાથે પૂર્ણ કરી.બંને નો અભ્યાસ ચાલુ હતો એટલે લગ્નની ઉતાવળ નહોતી..હવે તો તૈયારી શરુ.સૌ પ્રથમ ઘર રીનોવેશન. અને પછી બધી તૈયારી ધીમે ધીમે થતી રહી.

           એક દિવસ સૌરભભાઈ ,દીપકભાઈનો ફોન આવ્યો." આવી જજો " ગયો.તો કહે ," સાહેબ સાથે  ઘેર થોડીવાર બેસવાનું છે " ત્રણેય સાથે ઘેર ગયા. શ્રી પ્રેમજીભાઈએ શરૂઆત કરી ," તમારી જો સંમતિ હોય તો ,શિક્ષણ વિભાગમાંથી તમારો કાર્યકાળ બે વર્ષ માટે, ખાસ કિસ્સામાં વધારવાની મંજૂરી લઇ લઈએ." મારી નિષ્ઠા અને કાર્ય પદ્ધતિ જોઈને તેઓને આ વિચાર આવેલો .ઓચિંતા જ આવેલા સવાલ થી હું થોડો અટવાયો..એક તરફ પુરા પગાર સાથે બે વર્ષ વધવાની દરખાસ્ત તો બીજી તરફ પૂરાં વર્ષ ખુબ સંતોષકારક ફરજ બજાવ્યા પછી  ઘર,પરિવાર અને મનગમતી પ્રવૃત્તિ માટેની મોકળાશમાંથી દિવસો કાપવા નહોતા..તેમને તો બીજે દિવસે ઉત્તર આપવાનું કહીને, ટાળ્યું .ઘેર આવીને મુક્ત ચર્ચા કરીને, શાળાએ જઈ ને પહેલું કામ નોકરી મુદ્દત વધારવાની સ્પષ્ટ ' નાપાડવાનો ફોન,  તેઓને આદર અને આભાર સાથે કર્યો... અમારી ભગિની સંસ્થા આર.એચ.પટેલ કોલેજના પ્રાચાર્યનો ફોન આવ્યો મારી કારકિર્દીની વિસ્તૃત વિગત માગી ને મેં આપી.

         વેકેશન પાડવાની તારીખ લગભગ નવમી મે .વિદ્યાર્થીઓ તો હોય નહિ..સ્ટાફ પાસે અધૂરાં કામ પૂરાં કરાવવાનો તકાદો ચાલતો હતો .ત્યાં  ટ્રસ્ટી શ્રી પ્રેમજીભાઈ પટેલનો ફોન આવ્યો..કોઈએ લીધો " હું થોડીવારમાં શાળાએ આવું છું. " થોડીવારે પહોંચ્યા. " તૈયારી કરો.માંકડ સાહેબને વિદાયમાન આપવાનું છે ." અચાનકનું તેમનું આયોજન ખુબ આશ્ચર્ય જનક હતું.સ્ટાફ મિત્રોસફાળા  જાગ્યા. ને એક શિક્ષક દોડ્યા શોપિંગ સેન્ટરના ગ્રાફિક વાળા પાસે

         .સહુ ગોઠવાયા.શ્રી પ્રેમજીભાઈએ શાલ ,શ્રીફળ અને મઢેલાં પ્રમાણપત્ર આપી મારુ સન્માન કર્યું. મારાં કાર્યને અંતઃકરણથી બિરદાવ્યું..વળતા પ્રત્યુત્તરમાં મેં પણ જણાવ્યું કે " શાળા ચલાવવા માટેના તેમના અદભુત સહકાર અને માર્ગદર્શન થી જ શક્ય બન્યું છે.સાચા અર્થમાં પરિવાર મોભી બનીને મારી અમદાવાદની સમગ્ર કારકિર્દીમાં પૂર્ણ સાથ આપ્યો છે જે  હંમેશ યાદ રાખીશ." સ્ટાફમિત્રોએ પણ ઉતાવળે તૈયાર કરાવાયેલ પ્રમાણપત્ર આપ્યું.એક બે પ્રતિનિધિઓ પ્રતિભાવ રૂપ બોલ્યા.થોડીવારે સૌરભભાઈ આવ્યા.મારા માન માં  એક રેસ્ટોરન્ટમાં સમગ્ર સ્ટાફ માટે  ભોજન સમારંભ ગોઠવાયો.

          શાળા છોડવાના હજુ થોડા દિવસ બાકી હતા. તમામ રેકોર્ડ્સમાં ઝીણવટ ભરી નજરથી ચોકસાઈ , ખાસ તો કર્મચારી મિત્રોની સેવાપોથીઓ વગેરે જોવાયાં .ચાર્જલિસ્ટ બન્યાં. શાળાના સહુથી સહુથી સિનિયર શિક્ષકશ્રીને બોલાવી ને વિગતવાર સમજાવ્યા. અને આખરે 31/05 /2011 નો દિવસ આવી જ ગયો.શાળાએ ગયો.ચાર્જ લિસ્ટમાં પરસ્પર સહી થઇ..સિક્કા અને અગત્યના રેકોર્ડ્સ જાતે સોંપાયા.બપોરે 12.30.વાગ્યા.હાજર રહેલા બિન શૈક્ષણિકને શૈક્ષણિક સ્ટાફને 'આવજો ' કહી વાહન ઘર ભણી..આજે ખિસ્સામાં ચેમ્બર ,રોકડને અગત્યના રેકૉર્ડ્સવાળા કબાટની ચાવીઓ નહોતી એટલે ખિસ્સામાં ભાર નહોતો.ને મનમાં હળવાશ હતી.

        શિક્ષણ ક્ષેત્રની 27/12/1972 થી શરુ થયેલી પુરા ચાલીસ વર્ષની પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચ માધ્યમિક અને આચાર્ય તરીકેની પ્રત્યક્ષ સેવા ખુબ ખુબ સંતોષ સાથે પૂર્ણ થઇ.જિંદગીના મૂલ્યવાન વર્ષો ,અમૂલ્ય સેવાને સમર્પિત થયાનો સંતોષ. અને હવે તો નિવૃત્તિ પછી પ્રવૃત્ત થવાનો સમય !

દિનેશ લ. માંકડ  ( 9427960979 )

અન્ય લેખ વાંચવા બ્લોગ પર ક્લિક કરો.

mankaddinesh.blogspot.com

           એક દિવસ સૌરભભાઈ ,દીપકભાઈનો ફોન આવ્યો." આવી જજો " ગયો.તો કહે ," સાહેબ સાથે  ઘેર થોડીવાર બેસવાનું છે " ત્રણેય સાથે ઘેર ગયા. શ્રી પ્રેમજીભાઈએ શરૂઆત કરી ," તમારી જો સંમતિ હોય તો ,શિક્ષણ વિભાગમાંથી તમારો કાર્યકાળ બે વર્ષ માટે, ખાસ કિસ્સામાં વધારવાની મંજૂરી લઇ લઈએ." મારી નિષ્ઠા અને કાર્ય પદ્ધતિ જોઈને તેઓને આ વિચાર આવેલો .ઓચિંતા જ આવેલા સવાલ થી હું થોડો અટવાયો..એક તરફ પુરા પગાર સાથે બે વર્ષ વધવાની દરખાસ્ત તો બીજી તરફ પૂરાં વર્ષ ખુબ સંતોષકારક ફરજ બજાવ્યા પછી  ઘર,પરિવાર અને મનગમતી પ્રવૃત્તિ માટેની મોકળાશમાંથી દિવસો કાપવા નહોતા..તેમને તો બીજે દિવસે ઉત્તર આપવાનું કહીને, ટાળ્યું .ઘેર આવીને મુક્ત ચર્ચા કરીને, શાળાએ જઈ ને પહેલું કામ નોકરી મુદ્દત વધારવાની સ્પષ્ટ ' ના'  પાડવાનો ફોન,  તેઓને આદર અને આભાર સાથે કર્યો... અમારી ભગિની સંસ્થા આર.એચ.પટેલ કોલેજના પ્રાચાર્યનો ફોન આવ્યો મારી કારકિર્દીની વિસ્તૃત વિગત માગી ને મેં આપી.

         વેકેશન પાડવાની તારીખ લગભગ નવમી મે .વિદ્યાર્થીઓ તો હોય નહિ..સ્ટાફ પાસે અધૂરાં કામ પૂરાં કરાવવાનો તકાદો ચાલતો હતો .ત્યાં  ટ્રસ્ટી શ્રી પ્રેમજીભાઈ પટેલનો ફોન આવ્યો..કોઈએ લીધો " હું થોડીવારમાં શાળાએ આવું છું. " થોડીવારે પહોંચ્યા. " તૈયારી કરો.માંકડ સાહેબને વિદાયમાન આપવાનું છે ." અચાનકનું તેમનું આયોજન ખુબ આશ્ચર્ય જનક હતું.સ્ટાફ મિત્રોસફાળા  જાગ્યા. ને એક શિક્ષક દોડ્યા શોપિંગ સેન્ટરના ગ્રાફિક વાળા પાસે

         .સહુ ગોઠવાયા.શ્રી પ્રેમજીભાઈએ શાલ ,શ્રીફળ અને મઢેલાં પ્રમાણપત્ર આપી મારુ સન્માન કર્યું. મારાં કાર્યને અંતઃકરણથી બિરદાવ્યું..વળતા પ્રત્યુત્તરમાં મેં પણ જણાવ્યું કે " શાળા ચલાવવા માટેના તેમના અદભુત સહકાર અને માર્ગદર્શન થી જ શક્ય બન્યું છે.સાચા અર્થમાં પરિવાર મોભી બનીને મારી અમદાવાદની સમગ્ર કારકિર્દીમાં પૂર્ણ સાથ આપ્યો છે જે  હંમેશ યાદ રાખીશ." સ્ટાફમિત્રોએ પણ ઉતાવળે તૈયાર કરાવાયેલ પ્રમાણપત્ર આપ્યું.એક બે પ્રતિનિધિઓ પ્રતિભાવ રૂપ બોલ્યા.થોડીવારે સૌરભભાઈ આવ્યા.મારા માન માં  એક રેસ્ટોરન્ટમાં સમગ્ર સ્ટાફ માટે  ભોજન સમારંભ ગોઠવાયો.

          શાળા છોડવાના હજુ થોડા દિવસ બાકી હતા. તમામ રેકોર્ડ્સમાં ઝીણવટ ભરી નજરથી ચોકસાઈ , ખાસ તો કર્મચારી મિત્રોની સેવાપોથીઓ વગેરે જોવાયાં .ચાર્જલિસ્ટ બન્યાં. શાળાના સહુથી સહુથી સિનિયર શિક્ષકશ્રીને બોલાવી ને વિગતવાર સમજાવ્યા. અને આખરે 31/05 /2011 નો દિવસ આવી જ ગયો.શાળાએ ગયો.ચાર્જ લિસ્ટમાં પરસ્પર સહી થઇ..સિક્કા અને અગત્યના રેકોર્ડ્સ જાતે સોંપાયા.બપોરે 12.30.વાગ્યા.હાજર રહેલા બિન શૈક્ષણિકને શૈક્ષણિક સ્ટાફને 'આવજો ' કહી વાહન ઘર ભણી..આજે ખિસ્સામાં ચેમ્બર ,રોકડને અગત્યના રેકૉર્ડ્સવાળા કબાટની ચાવીઓ નહોતી એટલે ખિસ્સામાં ભાર નહોતો.ને મનમાં હળવાશ હતી.

        શિક્ષણ ક્ષેત્રની 27/12/1972 થી શરુ થયેલી પુરા ચાલીસ વર્ષની પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચ માધ્યમિક અને આચાર્ય તરીકેની પ્રત્યક્ષ સેવા ખુબ ખુબ સંતોષ સાથે પૂર્ણ થઇ.જિંદગીના મૂલ્યવાન વર્ષો ,અમૂલ્ય સેવાને સમર્પિત થયાનો સંતોષ. અને હવે તો નિવૃત્તિ પછી પ્રવૃત્ત થવાનો સમય !

દિનેશ લ. માંકડ  ( 9427960979 )

અન્ય લેખ વાંચવા બ્લોગ પર ક્લિક કરો.

mankaddinesh.blogspot.com