યાત્રા-22 - ત્રિવેણી સંગમ- ત્રણ તીર્થનો
.અમારું 'શાલીન' નું ઘર ખુબ સુંદર હતું. પણ વચ્ચે પિલ્લરને લીધે બીજો મોટો બેડરૂમ ગોઠવાય તેમ નહોતો.ભવિષ્યને સામે રાખી વિચારતાં
થયાં.ત્યાં તો પાડોશીએ શાલીન નું A /2 વેચવાની વિજ્ઞાપન આપી. આ તો એક જ ફ્લોર પરનું, અમારી દીવાલને જોડતું મકાન! તેની સાથે વાત ચલાવી. થયું
નક્કી. એક્સિસ બેંકની લોન કરાવી
ને.હવે શાલીનમાં અમારું L આકારમાં ઘર થયું. બંનેને જોડીને રિનોવેશનના પ્લાન વિચારતાં રહયાં
પાર્થનો M.D. નો અભ્યાસ સુચારુ રીતે ચાલતો હતો. પોતાનું જ્ઞાન વહેંચવાની ટેવ પાર્થની
પહેલેથી છે. આણંદના પોતાના અભ્યાસ દરમિયાન પણ BHMS ના છેલા વર્ષના અને ઇન્ટર્ન ને શીખવવા તે રવિવારે પણ જાય.
" હવે પાર્થ મોટો થયો."-ઘરમાં સંવાદથતો.. ત્યાં એક દિવસ આણંદથી આવીને પાર્થથી સહજ બોલાયું," BHMS ના છેલ્લા વર્ષમાં કચ્છ ની એક નાગરકન્યા
છે..કદાચ તમે ઓળખતા પણ
હો." પછી એનો સંકેત સમજાયો. અમે કહ્યું,",જાણો વિચારો., દસ -પંદર દિવસ ,પછી આગળ વધીએ “ .થોડા દિવસ પછી
તો પાર્થે આવીને પોતાની સંમતિસૂચક સાથે ઓળખાણ આપી.અંજારના ભરતભાઈ દુર્લભચન્દ્ર છાયાની દીકરી ગ્રીવા.! અંજાર
મારુ મોસાળ નાનો હતો ત્યારે એક ડેલી પર
જોયેલું બોર્ડ યાદ આવી ગયું.' દુર્લભચન્દ્ર બાપુભાઈ
છાયા.એડવોકેટ.' - મતલબ કે મુ.અરવિંદબાળાબહેનની પૌત્રી ને મુ.ધનસુખભાઇ અંતાણીની
દોહિત્રી. કચ્છની ડિરેક્ટરી કાઢી
ને રાત્રે અરવિંદબાળાબહેન ને
ફોન જોડ્યો ," હું બાવાભાઈ દાક્તરનો દોહીત્રો.અમારો દીકરો પાર્થ આણંદ માં
હોમિયોપથી માં MD કરે છે.તમારી પૌત્રી ગ્રીવા માટે વાત કરવાની છે."
લાગણીભર્યા છતાં વિચારશીલ રીતે તેમણે જવાબ આપ્યો ," આપણે કુટુંબ તો સાવ જાણીતાં જ થયાં .પણ છોકરો -છોકરી એક બીજાને જોવે -ઓળખે પછી
આગળ વધાય ".અમારો ઉત્તર, " આપણે સામસામે
છોકરો કે છોકરી જોયા નથી .પણ છોકરો -છોકરી બે ય એક બીજા ને સારી રીતે ઓળખી ગયાં છે..ભલે વિચારીને જવાબ આપજો " બીજા જ દિવસે ભરતભાઇના
મોટાભાઈ મુ.શિરીષભાઈ (
ગ્રીવાના કાકા ) નો ફોન આવ્યો ," અંજાર ગોળ ખાવા ક્યારે
આવો છો ? "ફરી એકવાર ઈશ્વર હાજરા હજુર છે ,એનો સાક્ષાત્કાર થયો.
ગ્રીવા પ્રથમ વખત ઘેર આવ્યા. ત્યારે અમદાવાદની નહેરુ બ્રિજ પર આવેલી સૌથી ઊંચી
રિવોલવિંગઃ હોટેલ 'પતંગ'માં લઇ ગયા.ને આવકાર્યા ..હોટેલ પતંગ માં બે કલાકમાં
એક રાઉન્ડ પૂરો થાય .આખા અમદાવાદનું સિંહદર્શન
થાય. અનુકૂળ દિવસોએ તમામ પરિવારને સાથે રાખી ભુજ
અને અંજાર સામોરતા વગેરે વિધિ આનંદ ઉલ્લાસ સાથે પૂર્ણ કરી.બંને નો અભ્યાસ ચાલુ હતો
એટલે લગ્નની ઉતાવળ નહોતી..હવે તો તૈયારી શરુ.સૌ પ્રથમ ઘર રીનોવેશન. અને પછી બધી
તૈયારી ધીમે ધીમે થતી રહી.
એક દિવસ સૌરભભાઈ ,દીપકભાઈનો ફોન આવ્યો." આવી જજો " ગયો.તો કહે ," સાહેબ સાથે ઘેર થોડીવાર બેસવાનું છે
" ત્રણેય સાથે ઘેર ગયા. શ્રી પ્રેમજીભાઈએ શરૂઆત કરી ," તમારી જો સંમતિ હોય તો ,શિક્ષણ વિભાગમાંથી તમારો કાર્યકાળ બે વર્ષ માટે, ખાસ કિસ્સામાં વધારવાની
મંજૂરી લઇ લઈએ." મારી નિષ્ઠા અને કાર્ય પદ્ધતિ જોઈને તેઓને આ વિચાર આવેલો .ઓચિંતા જ આવેલા સવાલ થી હું થોડો અટવાયો..એક તરફ પુરા પગાર સાથે બે વર્ષ વધવાની દરખાસ્ત તો બીજી તરફ
પૂરાં વર્ષ ખુબ સંતોષકારક ફરજ બજાવ્યા પછી
ઘર,પરિવાર અને મનગમતી પ્રવૃત્તિ માટેની મોકળાશમાંથી દિવસો
કાપવા નહોતા..તેમને તો બીજે દિવસે ઉત્તર આપવાનું કહીને, ટાળ્યું .ઘેર આવીને મુક્ત ચર્ચા કરીને, શાળાએ જઈ ને પહેલું કામ નોકરી મુદ્દત વધારવાની સ્પષ્ટ ' ના' પાડવાનો ફોન, તેઓને આદર અને
આભાર સાથે કર્યો... અમારી ભગિની સંસ્થા આર.એચ.પટેલ કોલેજના પ્રાચાર્યનો ફોન આવ્યો
મારી કારકિર્દીની વિસ્તૃત વિગત માગી ને મેં આપી.
વેકેશન પાડવાની તારીખ લગભગ નવમી મે .વિદ્યાર્થીઓ તો
હોય નહિ..સ્ટાફ પાસે અધૂરાં કામ
પૂરાં કરાવવાનો તકાદો ચાલતો હતો .ત્યાં ટ્રસ્ટી
શ્રી પ્રેમજીભાઈ પટેલનો ફોન આવ્યો..કોઈએ લીધો "
હું થોડીવારમાં શાળાએ આવું છું. " થોડીવારે પહોંચ્યા. " તૈયારી
કરો.માંકડ સાહેબને વિદાયમાન આપવાનું છે ." અચાનકનું તેમનું આયોજન ખુબ આશ્ચર્ય
જનક હતું.સ્ટાફ મિત્રોસફાળા જાગ્યા. ને એક
શિક્ષક દોડ્યા શોપિંગ સેન્ટરના ગ્રાફિક વાળા પાસે
.સહુ ગોઠવાયા.શ્રી પ્રેમજીભાઈએ શાલ ,શ્રીફળ અને
મઢેલાં પ્રમાણપત્ર આપી મારુ સન્માન કર્યું. મારાં કાર્યને અંતઃકરણથી બિરદાવ્યું..વળતા પ્રત્યુત્તરમાં મેં પણ જણાવ્યું કે " શાળા ચલાવવા
માટેના તેમના અદભુત સહકાર અને માર્ગદર્શન થી જ શક્ય બન્યું છે.સાચા અર્થમાં પરિવાર
મોભી બનીને મારી અમદાવાદની સમગ્ર કારકિર્દીમાં પૂર્ણ સાથ આપ્યો છે જે હંમેશ યાદ રાખીશ." સ્ટાફમિત્રોએ પણ ઉતાવળે
તૈયાર કરાવાયેલ પ્રમાણપત્ર આપ્યું.એક બે પ્રતિનિધિઓ પ્રતિભાવ રૂપ બોલ્યા.થોડીવારે
સૌરભભાઈ આવ્યા.મારા માન માં એક
રેસ્ટોરન્ટમાં સમગ્ર સ્ટાફ માટે ભોજન
સમારંભ ગોઠવાયો.
શાળા છોડવાના હજુ થોડા દિવસ બાકી હતા.
તમામ રેકોર્ડ્સમાં ઝીણવટ ભરી નજરથી ચોકસાઈ , ખાસ તો કર્મચારી મિત્રોની સેવાપોથીઓ વગેરે જોવાયાં .ચાર્જલિસ્ટ બન્યાં. શાળાના
સહુથી સહુથી સિનિયર શિક્ષકશ્રીને બોલાવી ને
વિગતવાર સમજાવ્યા. અને આખરે 31/05 /2011 નો દિવસ આવી જ ગયો.શાળાએ ગયો.ચાર્જ
લિસ્ટમાં પરસ્પર સહી થઇ..સિક્કા અને
અગત્યના રેકોર્ડ્સ જાતે સોંપાયા.બપોરે 12.30.વાગ્યા.હાજર રહેલા બિન શૈક્ષણિકને
શૈક્ષણિક સ્ટાફને 'આવજો ' કહી વાહન ઘર ભણી..આજે ખિસ્સામાં
ચેમ્બર ,રોકડને અગત્યના
રેકૉર્ડ્સવાળા કબાટની ચાવીઓ નહોતી એટલે ખિસ્સામાં ભાર નહોતો.ને મનમાં હળવાશ હતી.
શિક્ષણ ક્ષેત્રની 27/12/1972 થી શરુ થયેલી પુરા ચાલીસ વર્ષની પ્રાથમિક,માધ્યમિક,ઉચ્ચ માધ્યમિક
અને આચાર્ય તરીકેની પ્રત્યક્ષ સેવા ખુબ ખુબ સંતોષ સાથે પૂર્ણ થઇ.જિંદગીના મૂલ્યવાન
વર્ષો ,અમૂલ્ય સેવાને સમર્પિત
થયાનો સંતોષ. અને હવે તો નિવૃત્તિ પછી પ્રવૃત્ત થવાનો સમય !
દિનેશ લ. માંકડ ( 9427960979 )
અન્ય લેખ વાંચવા બ્લોગ પર
ક્લિક કરો.
mankaddinesh.blogspot.com

No comments:
Post a Comment