Readers

Friday, June 11, 2021

યાત્રા -23 ઉલ્લાસોત્સવ


 

યાત્રા -23 ઉલ્લાસોત્સવ

          સુખદસમય ના દિવસોમાં હવે ઉમેરો જ કરવાનું પ્રભુ એ નિરમ્યું હતું.એટલે હવે તો જીવનોત્સવ જ માણવા ના હતા.

          પાર્થના લગ્નની તારીખ નક્કી થઇ.20/10/2011 .અમારો અને ભરતભાઇનો બધો પરિવાર કચ્છમાં.અને અમદાવાદમાં તો મહેમાનોને સાચવવા થોડા મુશ્કેલ.એટલે નિર્ણય થયો કે ભુજ જઈને લગ્ન ગોઠવવાં. કંકોત્રીની પસંદગી, લિસ્ટ  વગેરે તો અમે કર્યાં પણ અમદાવાદ બેઠા , આયોજન કપરું તો ગણાય..પણ એક બાજુ મોટાભાઈ અરુણભાઈ ને બીજી બાજુ સાઢુભાઈ તારકભાઇ.હાટકેશ કોમ્પ્લેક્ષ બુકીંગ ,.કેટરરર ,ઢોલી ,ઓર્કેસ્ટા થી માંડી ને ,બસ ,ગજરા જેવી બધી જ જવાબદારી તેઓએ ઉપાડી લીધી .બહેનો ,ભાભી સાળા ,સાળી ભાણેજ ,ભત્રીજા સહુએ પ્રસંગ પોતાનો સમજીને ઉપાડ્યો.

         એક  કસોટી આવી. ગ્રીવાના પિતાશ્રી ભરતભાઈની તબિયત અચાનક જ નાદુરસ્ત થઇ. પ્લેટલેટ કાઉન્ટ ખુબ ઘટ્યા..અમદાવાદ શેલ્બિ હોસ્પિટલ માં દાખલ થયા.અમે બે ય પહોંચ્યા.ખબર પૂછી ને સારું થશે જ તેવો વિશ્વાસ આપીને, આશ્વાસન આપ્યું કે ' 'જરૂર પડ્યે તો ગમે તે દિવસે નિર્ણય બદલી શકાશે. એટલે પ્રસંગ વિષે ચિંતા ન જ કરે.'  ઈશ્વર કૃપાથી તેઓ સ્વસ્થ થયા

          .નિયત તારીખથી થોડા દિવસ પહેલાં જ ભુજ ગયાતારીખ 19 મી ઓક્ટોબરે મંડપારોપણ થયું.બપોરના  ભોજન સમારંભમાં અનેક વડીલો ,મિત્રો નિકટના સગાં અને સ્નેહીઓ ઉપસ્થિત રહયા. અમદાવાદથી ખાસ આવેલું રંજનાનું સખીવૃંદ ગ્રુપ અને માંડવીથી ડો. માધુભાઈ રાણા અને મારી જૂની શાળાનું મિત્ર વર્તુળ એમાં વિશેષ નોંધપાત્ર હતા.. 20 મી ઓક્ટોબર 2011 . જાન ની બે બસ ભુજથી અંજાર ઉપડી. ખુબ સરસ આગતા સ્વાગતા થયા અમે સહુ સાફામાં સજ્જ થયા.  વડીલોના આશીર્વાદ,ઈશ્વર કૃપા અને સહુના સહકારથી પ્રસંગ ઉલ્લાસપૂર્ણ અને નિર્વિઘ્ને સંપન્ન થયો.-રંગે ચંગે .પૂર્ણ થયો વડીલ વિશેષમાં મુ.કુમુદભાઈ ,મુ.કુંજલત્તાબહેન ( પાર્થના નાના નાની ) , મુ.ગોરામામા-મામી  ( મારા મામા-મામી ) મુ.નિવેદિતાબહેન ( રંજનાના ફઈ ) તો બીજી તરફ ગ્રીવાના દાદી મુ.અરવિંદબાળાબેન અને નાની મુ દેવમણીબેનના પ્રત્યક્ષ આશીર્વાદ મળ્યા..22 મી એ અમદાવાદ રીશેપ્શ્ર્ન યોજાયું..પાર્થનું મિત્ર વર્તુળ ,અમારું મિત્રવર્તુળ ,થોડા જ્ઞાતીમિત્રો વગેરે ઉપસ્થિત રહ્યા .અંજારથી પણ વેવાઈ સ્વજનો  અને ભુજથી  અમારા નિકટ સગાઓ આવ્યા. અને આખો પ્રસંગ પરિપૂર્ણ થયો.

        એલિસબ્રિજ પરનું નંદનવન ક્લિનિક હવે નાનું પડતું હતું.ભરચક ટ્રાફિકમાં દર્દી ઓને પાર્કિંગ પ્રશ્ન થતો..લિફ્ટ વગરનું કોમ્પ્લેક્ષ. વેચવાનું ને નવું ખરીદવાનું. તજવીજ ચાલુ..વિસ્તરતા અમદાવાદમાં હવે તો નદીપાર જ લેવાય.ઘણા જોયાં અને પસંદગી ઉતારી બાર માળીયા ,એક હજારથી વધારે ઓફિસ ધરાવતું બેઝમેન્ટ પાર્કિંગ વાળા આધુનિક ટાઇટેનિયમ સીટી સેન્ટર ,પ્રહલાદ નગર સેટેલાઇટ પર..જૂનું વેચાયું.,નવી લોન થઇ.. ઇન્ટિરિયર વિચારાયું.હવે બે ડોક્ટર ચેમ્બર ,ફાર્મસી અને વિઝિટિંગ એરિયા..નવા ક્લિનીકનું નામ ? Dr .Mankads ' Homoeo  Clinic  E /702 Titanium City Centreસુંદર ઉદ્ઘાટન  શિવાનંદ આશ્રમના .પૂજ્ય આધ્યાત્માનંદ જીના વર્ડ હસ્તે.પૂર્ણ ધાર્મિક વિધિથી.તેમણે એક ચેમ્બરમાં બેસી પહાડી કંઠમાં સ્ત્રોત્ર ગાયું જે આજે પણ કાનમાં ગુંજે છે.

જીવન યાત્રામાં યાત્રાધામોનું કથાનક હવે ના બ્લોગમાં.

દિનેશ લ. માંકડ  મોબાઈલ નંબર 9427960979

અન્ય બ્લોગ વાંચવા માટે ક્લિક કરો

mankadddinesh.blogspot.com

No comments:

Post a Comment