બાળપણથી ભણતાં આવ્યાં -દુનિયા ના સાત ખંડ એ જોઈ લીધા.પણ નકશામાં. પણ પછી ? સુખ નામના પ્રદેશમાં વિહરતા વિહરતા ઉત્તર દક્ષિણ ભારત જોવાયું.ભેગા થઈને વિચાર્યું કે એકાદ પરદેશ પ્રવાસ થાય તો ? અમારા ચારેય જણ ( હું -દિનેશ,રંજના ,પાર્થ અને ગ્રીવા ના ) પાસપોર્ટ તૈયાર થઇ ગયા. યુરોપ પાસે ઇતિહાસ છે એટલે પહેલી પસંદગી એને આપી.ફરી તપાસ દોર ચાલુ. Cocks and Kings ટ્રાવેલ કંપનીનું યુરોપના નવ દેશનું પેકેજ અનુકૂળ લાગ્યું. તારીખો નક્કી થઇ .ટુરિસ્ટ વિઝાની કાર્યવાહી ,રૂબરૂ ઇન્ટરવ્યૂ.પછી રૂપિયામાંથી યુરો ચલણમાં ફેરવવાનો અનુભવ લીધો.આંતરરાષ્ટ્રીય સિમકાર્ડ લીધું.
અને આખરે એ દિવસ પણ આવી પહોંચ્યો.અમારી ( હું-દિનેશ,રંજના ,પાર્થ ,ગ્રીવા ) વિદેશ સફર શરુ-વીસમી મેં 2013 અમદાવાદથી દુબઇ 'એમેરત' ફ્લાઈટમાં દુબઈથી લંડન .દુબઇ પ્રવાસનો ભાગ નહોતો .કનેક્ટિંગ ફ્લાઇટ હતી એટલે એરપોર્ટ બહાર જવાની અનુમતિ નહોતી
લંડનમાં 200 વર્ષ જુના 'મેડમ તુષાદ' મ્યુઝિયમમાં 400 થી વધારે મીણના પૂતળાં છે.વિશ્વની ગણમાન્ય વ્યક્તિઓ તો હોય જ ,એમાં અમિતાભ ,સચિનનો પણ સમાવેશ છે આબેહૂબ જીવંત લગતી પ્રતિમાઓ સાથે ફોટા પડાવવાનો આનન્દ લીધો.4 D ફિલ્મમાં ચતુર પરિમાણ સાથે પાણી,,પવનનો પ્રત્યક્ષ જેવો અનુભવ થાય.ભૂતગૃહમાં હાજા ગગડે.થેમ્સ નદીને કિનારે 'લંડન આઈ '136 મિત્ર ઊંચું મેરી ગો રાઉન્ડ 42 ખાના ધરાવે છે અને એક રાઉન્ડ 30 મિનિટમાં પૂરો કરે છે.આખા લંડનનું આકાશીદર્શન અદભુત રીતે થાય.બર્મિંગહામ પેલેસ,રાણી વિક્ટોરિયાનો આવાસ ,વેસ્ટ મિનિસ્ટર્સ હાઉસ,જોયા.ટ્રફાલ્ગર સ્કેવર માં પ્રાચીન સ્મારકો સાચવ્યા છે.શરૂથી ફ્લાઇટ મોડી હોઈ લંડન નો સમય થોડો કપાયો.
લંડનથી બસ દ્વારા હાર્વિસ બંદરે જઈ ક્રુઝ પ્રવાસ શરૂ થયો..11 માળમાં 1300થી વધારે રૂમ વાળા ' સ્ટેના લાઈન 'ક્રુઝમાં 300 જેટલી બસનું પાર્કિંગ પણ હતું! રાત્રી દરિયાઈ સફરથી ઈંગ્લીશું ચેનલ પસાર કરી 'હુક ઓફ હોલેન્ડ 'પહોંચ્યા. ટચુકડા દેશ નેધરલેન્ડની 'વિન્ડ મિલ્સ 'નો દેશ તરીકે ઓળખ છે.પાણીને અંકુશિત કરી ને સંપૂર્ણ જળ વ્યવહારથી સંચાલિત 'એમ્સ્ટર્ડન ',12 મી સદી ના નાનકડા 'ડચ' માંથી વિશાળ શહેર બન્યું છે. તેની પ્રાચીન કેનાલને યુનેસ્કોએ વિશ્વ વારસામાં સમાવી
ચોકલેટ માટે જાણીતા દેશ બેલ્ઝિયમ પહોંચ્યા.આખા વિશ્વમાં કાચા હીરા પાટનગર બ્રસેલ્સથી જાય
છે.વિશ્વનો સૌથી જૂનો 'મોલ' અહીં છે.સાડીના લેશ માટે આ દેશ જાણીતો છે.
ફ્રાન્સના બે દિવસના પ્રવાસમાં એફિલ ટાવર તો હોય જ.ઈ.સ.1889માં તૈયાર થયેલું 324 મીટર ( 1063 ફિટ ) ઊંચા ટાવરમાં ત્રીજા લેવલ-અંતિમ ટોચ સુધી લિફ્ટમાં જ જવાય છે.ઉપર તો ગયા જ સાથે સાથે સાંજે ચોક્કસ સમયે આખા ટાવરને લાઇટ્સ થી ઝળાંહળાં કરે તે જોવાનો લ્હાવો પણ લીધો.તદ્દન વૈવિધ્યવાળી 17 જેટલી રાઇડ્સ વાળા 'પાર્ક એસ્ટ્રીસ 'માં વિશ્વનું સૌથી 13 મીટરની ઊંચાઈ ધરાવતું જૂનું લાકડાનું રોલર કોસ્ટર છે વારંવાર ઊંધા-ચત્તાં થતા આ કોસ્ટરમાં બેસીને ધોળે દિવસે તારા જોવાની મજા છે. લીડો શો માં 100 થી વધુ કલાકારો 600 થી વધારે વેશભૂષા પહેરી-બદલીને કલા વારસાનો પરિચય કરાવે છે.એમાંય Revolving Stage અને બરફ નૃત્ય વિશેષ આકર્ષિત કરે છે.. ગ્રેવીન વેક્સ મ્યુઝિયમ અને Fregonard પર્ફ્યુમ્સ જોઈને ,City of Light તરીકે ઓળખાતા પેરિસની ક્રુઝમાં નગરચર્યા કરી.
160 કી.મી.લાંબા ઘનઘોર જંગલ બ્લેક ફોરેસ્ટમાંથી મુસાફરી, રોકાયા વગર કરવાની હતી ચેકોસ્લોવાકિયા નો ડ્રાઈવર અંગ્રેજી
પણ માંડ સમજતો હતો છતાં એટલી ખબર પડતી હતી કે રાત પહેલા જંગલની બહાર નીકળી જવું
પડે.
જર્મની પહોંચ્યા. ઈ.સ 1740 માં માત્ર લાકડામાંથી બનેલી જગ વિખ્યાત 'કક્કુ ક્લોક 'માં કૂકડો ડાયલમાંથી
બહાર આવી દર અડધા કલાકે પોકારી જાય.પ્રાચીન શહેર 'હેંડલ બર્ગ સ્ટ્રીટ
' પર ચાલવા માટે પ્રવાસીઓનો કાયમી ધસારો હોય.
ઓસ્ટ્રિયા દેશમાં વિશ્વ વિખ્યાત ક્રિસ્ટલ હબ 'સ્વોરોસ્કી 'ની 13 ચેમ્બર્સમાં ક્રિસ્ટલના અદભુત નમૂના જોઈને દંગ રહી જવાય.
ઇટલીમાં 11 મી
સદીનો પિત્ઝાનો મિનારો હવે ઢળતો નથી.અનેક
પુલ બનાવી 117 ટાપુઓને જોડતાં વેનિસ શહેરમાં ફક્ત હોડીમાં જ સફર થાય અને ગોન્ડોલા
રાઇડ્સ પણ મણાય.વિશ્વના આ મોટાં બંદરે નેપોલિયને ક્રાંતિના મંડાણ કરેલાં.ઇટલીની
રાજધાની રોમ ખુબ મોટું પ્રાચીન નગર છે.'ગ્લેડિએટર' અને અનેક બીજા સ્થાપત્ય
છે.માણસ અને સાંઢ વચ્ચે થતા યુદ્ધ નું એમ્ફીથિએટર પણ સચવાયું છે.રોમમાં જ 'વેટિકન સીટી'વિશ્વનો સૌથી
નાનો દેશ છે.16 મકાન ,ચર્ચ અને 900
લોકોની વસતીવાળા આ દેશમાં કેવળ પોપની જ સત્તા છે.ખ્રિસ્તી ધર્મનું ઉદગમ સ્થાન.
250 વર્ષ જૂની કોક્સ એન્ડ કિંગ્સ ટ્રાવેલ કંપનીની અમારી
યાત્રા 'ગુજરાત ગૌરવ યાત્રા 'હતી એટલે લંડન માં લાપસી અને પેરિસમાં ( ગુજરાતી ભોજનગૃહમાં
) પાત્રા ખાધાં .ઉત્તમ હોટેલ્સ,સમયની મર્યાદામાં
પણ સંતોષકારક સાઇટ્સ સીન્સ ,ખુબ અનુભવી
ગુજરાતી મેનેજર લલિતભાઈ અને 48 સુસંસ્કૃત ગ્રુપને લીધે જીવનનો ખુબ યાદગાર પ્રવાસ
રહ્યો.જીવ્યા કરતા જોયું ભલું નહિ પણ જીવવુંને, જોવું ભલું સાર્થક થયું.
દિનેશ લ. માંકડ
મોબાઈલ..ન 9427960979
અન્ય લેખ વાંચવા બ્લોગ પર
ક્લિક કરો.
mankaddinesh.blogspot.com
No comments:
Post a Comment