યાત્રા -26 ચતુર્દીશથી
ચિદાનંદ
આનંદ અને ખુશી સતત વરસે એ તો જીવનનું સૌથી સુખ ગણાય
.પરમાત્માની કૃપા કહેવાય..2015 થી 2017 માં અમારા પર ચારે દિશાએથી આવી જ કૃપા થઇ વર્ષ 2015
.આસો માસના નવરાત્રીના નવેનવ દિવસ .મા જગદંબાના નામ અને સ્મરણથી ઘર, ચોક અને સમગ્ર વાતાવરણમાં સુગંધ પ્રવર્તતી હતી.અગાઉથી અંજાર
પહોંચી ગયેલા પાર્થ અને રંજનાનો ફોન આવ્યો." પપ્પા ,તમે અને મમ્મી દાદા -દાદી બન્યા.આપણે ઘેર લક્ષ્મી માતાની
પધરામણી થઇ.તારીખ હતી. 23 મી ઓક્ટોબર,2015
તે દિવસે
આસો નવરાત્રીમાં નોમ દશમ ભેગા હતા.દોડ્યો અંજાર! નામ. સંશોધન ચાલ્યું . નવરાત્રીમાં આવે તે તો જગદંબાની જ પધરામણી. કહેવાય ."
શર્વાણી "- પાર્વતી માતાનું એક નામ .દક્ષિણ ભારતની એક શક્તિપીઠ .ઉર્વીફઈએ નામ
પડ્યું.ભુજથી પરિવાર આવ્યો.અગિયારમો વાસો અંજાર ને બારમો વાસો ભુજ ઉજવાયો.
ઘરમાં બાળક -પૌત્રી કે પૌત્ર આવે એટલે દરરોજ ત્રણ બાળપણ જીવાય. આગંતુકના પ્રત્યેક વર્તનમાં પોતાનું ને પોતાની પેઢીનું સ્મરણ સાથે લાવે. " હું આવો હતો તું પણ આવો હતો ને તારી આ દીકરી પણ આવી જ છે.”- શર્વાણી બેન પધાર્યાં એટલે તો તેના રોજબરોજના હાવભાવ ,અને અનેરી લાક્ષણિકતાઓ અનુભવવામાં -માણવા માં સુરજ ક્યારે આથમે તેની ખબર પણ ન પડે. ધીમે ધીમે ડગ માંડવાનું થયું.રોજ સવારે કબૂતર ને ખિસકોલી જોવા નીકળીએ ને સાંજે દાદુ ( રંજના ) ઓફિસથી રિક્ષામાં આવે તેને શેરીના નાકેથી લેવા જવાનું.
મારો શિક્ષણ લેખોનો ક્રમ ખુબ નિયમિત હતો.( હજી પણ 2021 માં છે.) આદિત્યકિરણ,ઘરશાળા અને શિક્ષણ પરીક્ષણને લીધે સાતત્ય રહેતું.મોકલવામાં મોડું થાય તો શ્રી હર્ષદભાઈ ફોન આવે. ઘડીભર વિચાર આવ્યો.કે લેખોમાં પ્રવર્તમાન પ્રશ્નો અને પ્રયોગો હોય છે તો પુસ્તક રૂપે પ્રગટ થાય તો ? પાર્થનો ટેકો ને રંજના નો 11000/- ચેક ! અને " # કલાસરૂમ " પ્રકાશિત થયું.અગાઉના ચારેક નાના પુસ્તક પછી આ પાંચમું પુસ્તક હતું
વોમોચનનો ઈરાદો ખાસ નહોતો. પણ તેવામાં જ શ્રી દીપકભાઈ પટેલે પોતાની શાળામાં એક વક્તવ્ય માટે બોલાવ્યો. પ્રથમ પુસ્તક તેમના હાથમાં મૂક્યું.એમણે કાર્યક્રમમાં આ વાતની ખુશી વ્યક્ત કરી અને પોતાના શાળા પરિવાર માટે પચાસ પુસ્તકો ખરીદી પણ લીધાં અમદાવાદ આચાર્યસંઘના પ્રમુખનો ઓચિંતો ફોન આવ્યો. અમારા અધ્યક્ષ નીરવભાઈ ઠક્કર તમારી સાથે વાત કરવા માંગે છે નીરવભાઈ : " મારા પિતાશ્રી આચાર્ય અને લેખક પણ હતા.તેમની સ્મૃતિ માં ' આચાર્ય સાહિત્ય રત્ન એવોર્ડ ' ,અમદાવાદ આચાર્ય સંઘ ના ઉપક્રમમાં આપવાનું નક્કી કર્યું છે.તે પ્રથમ એવોર્ડ આપને આપવાનું નક્કી કર્યું છે.અમને ખબર છે કે તમે ચારેક વર્ષ પહેલા શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિન્હ ચુડાસમાના હાથે 'આચાર્ય સાહિત્ય રત્ન એવોર્ડ સ્વરૂપે મોટો મેડલ ,પ્રમાણપત્ર ,મા જગદંબાનો નિવૃત્ત થયા છો પણ એવોર્ડની શરૂઆત તો તમારાથી જ થાય." કાર્યક્રમ ગોઠવાયો. અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાંમોટો ફોટો અને ચેક,એનાયત થયા.
અમદાવાદના લાલદરવાજા ખાતે આવેલા બહુમાળી ભવનમાં તારીખ 16
મી જાન્યુઆરી 1979 ના રોજ સેવા સ્વીકારી.દરરોજ સવારે ગાંધીનગરથી નવ વાગ્યે
ટિફિન લઈને કે જમીને બસમાં અમદાવાદ ને સાંજે છ પછી નીકળી સાત વાગ્યે ઘેર. એ.જી ઓફિસ એટલે ભારત સરકાર અને રાજ્ય સરકારના અને તેના
દ્વારા થતા તમામ આર્થિક વ્યહવારો પર સતત નજર રાખતી કચેરી.ખુબ ઘણા વિભાગો. અનેક વિભાગોમાં જોડાવું ને નવું જાણવા શીખવાનું. સાથે સાથે
કચેરીની 'વેલ્ફેર ક્લ્બ દ્વારા થતી ગરબા અને અનેક સ્પર્ધાત્મક
સાંસ્કૃતિક પ્રવૃત્તિ પણ ખરી.
1983 થી મારો સંગાથ.હું કચ્છમાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં
નોન ટ્રાન્સફરેબલમાં ને એની કચેરી તો ગુજરાત આખામાં બે.અમદાવાદ અને રાજકોટ.આટલી ઉત્તમ નોકરી છોડાય તો નહિ.મારા અમદાવાદના પ્રયત્નો , શિક્ષક ભરતીમાં ભ્રષ્ટાચારને લીધે ખુબ મુશ્કેલ.તેમની કચેરીના ચુસ્ત નિયમો અને
કાર્ય વહેંચણી ને લીધે વગરપગારી રજાઓમાં મેમો અને તેના ઉત્તરનો સિલસિલો ચાલુ
રહેતો.બંને વેકેશન અમદાવાદ ગેસ્ટહાઉસમાં રહેવાનું! પાર્થને ઉછેરવાનો ને ભણાવવાનો !
વ્યવહારુ સમસ્યાઓની, પરપ્રાંતીય ઉચ્ચ અધિકારીઓની નહિ સમજવાની ટેવ.વચ્ચે અંજાર
નર્મદાનિગમમાં ખાદ્યાખાધેલ રાજ્ય સરકારના કર્મચારી સાથે પનારો.
પણ ' રાત જીતની ભી સંગીન હોગી ,સુબહ ઉતની હી રંગીન હોગી " એ ન્યાયે 1 લી ઓગસ્ટ 1997 ના રોજ હું પલ્લવી
હાઈસ્કૂલ અમદાવાદમાં આચાર્ય તરીકે જોડાયો.અને અમે સાડાતેર વર્ષે એક સાથે રહેવાના થયાં હવે એને માટે કચેરી ફરજ સરળ
થઇ.અમે લાંબા સંઘર્ષ પછી ચમત્કારિક રીતે તારીખ 31 મી ઓક્ટોબર 2016 ના શુભ
દિવસે સફર પૂર્ણ થઇ.
વિદાય સમારંભમાં તેમની સાત સહેલીઓના અદભુત સહકાર ,કચેરીના અધિકારીગણના પૂર્ણ સાથનો વિશેષ ઉલ્લેખ રંજના કરતા
કહ્યું કે ,'બેબી તરીકે આવી હતી અને બા બનીને જાઉં છું.' 1 લી નવેમ્બરથી અમારા ડાઇનિંગ ટેબલ ની પાંચેય ખુરશી એક સાથે
ભરાવા લાગી.
દિનેશ.લ.માંકડ
મોબાઈલ -9427960979
અન્ય લેખ વાંચવા બ્લોગ પર
ક્લિક કરો
mankaddinesh.blogspot.com
ખૂબજ સરસ પ્રસ્તુતિ દિનેશભાઇ અને અમારા હાર્દિક અભિનંદન એવોર્ડ માટે.
ReplyDeleteઆભાર.
Deleteસંઘર્ષ સાતત્યતા મક્કમતા લાગણી વગેરે ગુણોથી છલકતી આ યાત્રા એવોર્ડ પ્રાપ્તિ માટે આપને ખૂબ અભિનંદન
ReplyDeleteઆભાર.આપનું નામ પાઠવશો.9427960979
Delete