લેખાંક -1 ઉપનિષદ અને શિક્ષણ અનુબંધ દિનેશ લ. માંકડ
दुर्लभं भारते
जन्म मानुष्यं तत्र दुर्लभम् । મનુષ્ય તરીકે ને
એમાંય ભારતમાં જન્મ લેવો દુર્લભ છે. એક સમયે
વિશ્વગુરુ એવા ભારત પાસે તો અનેરો આધ્યાત્મિક સાંસ્કૃતિક વારસો છે. કાળ ક્રમે ભલે તે થોડો વિસરાય પણ આવા અમૂલ્ય વારસાને જાણવો-માણવો
એ પણ એક લહાવો છે.સંભવ છે કે જાણતા જાણતા કદાચ તેમની કોઈ ઉત્તમ વાત ખુબ ગમી
જાય-સ્પર્શી જાય અને જીવનને કોઈ અવનવો દૃષ્ટિકોણ મળી જાય તો તો ભયો ભયો.શરત એટલી
કે તેને જાણવા તેની પાસે જવું પડે.રાષ્ટ્રમાતાના આ અદભુત અલંકારોને જોવા સમજવા,તેના સમજદાર અને કૃતજ્ઞ પુત્રોએ નાનકડો પણ પ્રયત્ન કરવો જ જોઈએ.
વેદ એટલે બોધ અથવા જ્ઞાન.વિદ્વાનોએ સંહિતા, બ્રાહ્મણ,આરણ્યક અને
ઉપનિષદ એમ ચારેયની મેળવણીને સમગ્ર વેદ કહેલ છે.વેદના સર્વોચ્ચ ભાગને ઉપનિષદ
કહેલ છે.અને તેને વેદાંત પણ કહે છે કારણકે તે વેદોનો અંતિમ ( સર્વશ્રેષ્ઠ ) ભાગ છે.
આચાર્યશ્રી રામશર્માજીના મતે ઉપનિષદ શબ્દમાં 'ઉપ' અને 'નિ ' ઉપસર્ગ છે ' 'સદ્ ' ધાતુ 'ગતિ'ના અર્થમાં વપરાય છે.'ગતિ' શબ્દનો ઉપયોગ
જ્ઞાન,ગમન અને પ્રાપ્તિ એવા ત્રણ સંદર્ભોમાં થાય છે.અહીં પ્રાપ્તિ અર્થ વધારે બંધ
બેસતો છે બીજા શબ્દોમાં 'સદ્' ધાતુના ત્રણ અર્થ માન્ય છે.વિશરણ ( વિનાશ ) ગતિ ( જ્ઞાન અને
પ્રાપ્તિ ) અને અવસાદન ( શિથિલ થવું ) એના આધારે ઉપનિષદનો અર્થ થયો -" જે
પાપ તાપ નો નાશ કરે,સાચું જ્ઞાન પ્રદાન કરે આત્માની પ્રાપ્તિ કરાવે અને
અવિદ્યા-અજ્ઞાનને શિથિલ બનાવે તે ઉપનિષદ
છે.’
વેદ ને શ્રુતિ- સ્મૃતિ કહેવામાં આવે છે.ઋષિઓ-આર્ષદૃષ્ટાઓના
મુખેથી નીકળેલી વાણી એ જ એનો સ્ત્રોત છે.કેટલાંક ઉપનિષદો એ ભિન્ન સંહિતા,બ્રાહ્મણ કે આરણ્યકના ભાગ છે તો કેટલાંક સ્વતંત્ર પણ
છે.ઉપનિષદોની સંખ્યા માટે અલગ અલગ મત પ્રર્વતે છે. મુક્તિકોપનિષદમાં
108 ઉપનિષદોની યાદી મળે છે તો મદ્રાસના એક પુસ્તકાલયએ 179 ઉપનિષદોનું પ્રકાશન
કર્યું છે.'ગુજરાત પ્રિન્ટિંગ પ્રેસ' મુંબઈ દ્વારા પ્રકાશિત 'ઉપનિષદ વાક્ય
મહાકોષ’ માં તો 223 ઉપનિષદની
નામાવલી છે.ભારત અને વિદેશના અનેક ચિંતકોએ ઉપનિષદ પર ભાષ્યો લખી, આપણા પર મોટો ઉપકાર કર્યો છે જેમાં .આદ્યં ગુરુ શંકરાચાર્ય એ 11 જેટલાં
ઉપનિષદ પ્રધાન ગણાય.જર્મન વિદ્વાન મેક્સમુલરે શંકરાચાર્યના ભાષ્યની સાથે
મૈત્રાયણીય ઉમેરી 12 નો અનુવાદ કર્યો છે.શાહજાદા દારાસિકોહએ તો 50 જેટલાં ઉપનિષના
ફારસીમાં ભાષાંતર કરેલાં છે .અંગ્રેજીમાં પણ મહર્ષિ અરવિદ ,રાજારામ મનોહરરાય, ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન
અને બીજા અનેક ના નામો ઉલ્લેખનીય છે
આપણામાંના મોટાભાગના મનમાં શિક્ષણનો ખુબ જ સંકુચિત અર્થ બેસી ગયો છે.ક ,ખ,ગ,ઘ નું અક્ષરજ્ઞાન
1,2,3,4 નું અંકજ્ઞાન ને પછી નાની મોટી ડિગ્રીઓ એટલે શિક્ષણ..હકીકતમાં તો શાળા કોલેજની બંધિયાર દિવાલોનું શિક્ષણ, આજીવિકાનું સાધન માત્ર છે .શિક્ષણ તો માંણસમાત્ર માટે આજીવન પ્રક્રિયા છે.સરળ
શબ્દોમાં એક ઉત્તમ ડગલું આગળ ભરવા માટે જે દૃષ્ટિ મળે તે એટલે શિક્ષણ . नास्ति
विद्या समं चक्षु। સ્વામી વિવેકાનંદ કહે છે
" શિક્ષણ એટલે માણસમાં પડી રહેલી
દિવ્ય પૂર્ણતાને બહાર લાવવી." પ્લેટોના મતે ," Man as a combination of body and soul. Education has to develop
the physical and spiritual qualities of
man”. ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન કહે છે ," શિક્ષણ એટલે ચારિત્ર્ય નિર્માણ અને જીવનના પડકારોને ઝીલવા માટે બળ આપતા ઉમદા
વિચારો અને મૂલ્યોનું સમીકરણ."
વર્તમાન વિચારો અનુસાર શિક્ષણનો મૂળભૂત હેતુ વિદ્યાર્થીનો સર્વાંગિંણ વિકાસ
છે..
ઉપનિષદ અને શિક્ષણને ગાઢ સંબંધ છે.મોટાભાગના ઉપનિષદોમાં ગુરુ -શિષ્ય સંવાદથી
ઉચ્ચ મૂલ્યોનો વિચાર કહેવાયો છે..તૈતરેય અને કઠોપનિષદનો શાંતિપાઠજ તેનો પ્રારંભિક
સૂચક છે. ॐ सह नाववतु । सह नौ भुनक्तु ।सह वीर्यं करवावहै ।तेजस्वि
नावधीतमस्तु मा विद्विषावहै ।ॐ शान्तिः शान्तिः शान्तिः ( ઈશ્વર અમારી શિષ્ય-ગુરુની સાથે રક્ષા કરે,અમને બંને ને વિદ્યાના ફળ ની પ્રાપ્તિ કરાવે અમને બંનેને વિદ્યાપ્રાપ્તિ માટે
સામર્થ્ય આપે અમે બંનેનું શીખેલું તેજસ્વી બને .અમે બંને પરસ્પર દ્વેષ ન કરીએ.). ડો.રાધાકૃષ્ણનજી તૈતરેય ઉપનિષદના અનુવાદમાં એક શિક્ષાવલ્લી
આ રીતે અનુદિત કરેલી છે.'
શિક્ષક એ ( પૂર્વ ) અગાઉનું રૂપ છે વિદ્યાર્થી
એ પછીનું ( ઉત્તર ) રૂપ છે.જ્ઞાન એ બંનેની સંધિ છે.અધ્યાપન એ જોડાણ છે
Encyclopedia .com અનુસાર "The term upanishad is composed of the Sanskrit
roots sad (sit), upa (near), and ni (a closed group) and represents an esoteric
teaching imparted by a teacher to a group of students in search of sacred
knowledge.. .તમામ ઉપનિષદનો સાર જ બ્રહ્મવિદ્યા (શ્રેષ્ઠત્વને પ્રાપ્ત કરવાનો) છે. ઈશોપનિષદનો શાંતિપાઠ નિર્દેશ કરે છે
ॐ
पूर्णमद: पूर्णमिदं पूर्णात् , पूर्ण मुदच्यते,
पूर्णस्य
पूर्णमादाय, पूर्ण मेवा वशिष्यते।
ॐ शांति: शांति:
शांतिः|
( પૂર્ણ છે અને
પૂર્ણમાંથી પૂર્ણ લઇ લઈએ તો પણ અવશેષ પૂર્ણ જ રહે છે.) માણસના ઉત્તમ સ્વરૂપને મહર્ષિ અરવિંદ 'અતિમનસ ' સ્થિતિ તરફ લઇ
જવા સૂચવે છે.ઉપનિષદ પણ આજ વાત કહે છે.
પ્રત્યેક ઉપનિષદ ગાગરમાં સાગર જેવું છે.અને દરેકમાં ઉત્તમ મનુષ્ય સર્જવાનો
દિવ્યત્તમ સંદેશ ભરેલો છે. જેમાંથી યત્કીન્ચિત આગળ ઉપર મેળવતા રહીશું.-વહેંચતા
રહીશું. અસ્તુ.
No comments:
Post a Comment