કાળા હાથમાં ઉજળો સુરજ
IIM માં આજે એક વિશેષ વક્તા જે.પી.પરમાર એ પોતાનું વક્તવ્ય શરુ
કર્યું, " નાનકડા રેલવે સ્ટેશનની
નવી લાઈન નાખવાની હતી.પિતાને તેમાં મજૂરીનું કામ મળ્યું હતું. એક દિવસ અચાનક પિતાના
પગ પર રેલ પાટો પડ્યો ને તે કાયમ માટે અપંગ બની ગયા.હું એ વખતે ત્રીજા ધોરણમાં
ભણતો હતો..શું કરવું તે
ખબર જ નહોતી.ભલા સ્ટેશન માસ્તરે બુટ પોલિશનો સમાન
લઇ આપ્યો,ને કહ્યું કે " આ સ્ટેશનને જે ઉતરે તેને
ઘરાક બનાવીને જે બે રૂપિયા મળે તેમાંથી ઘર ચલાવજો. માં અને નાના ભાઈને લઇ અમે પાટા નજીક ઝૂંપડામાં
રહેતા.મારુ મન પહેલેથી ભણવામાં રસ એટલે બપોરની શાળામાં ભણવાનું ને સવાર-સાંજ બુટ પોલિશ.ગાડું ગબડ્યું.
દરરોજ કાળા હાથ લઈને શાળાએ જાઉં તો પણ આચાર્ય મિતેશભાઈ કદી ગુસ્સે ન થાય ને
કહે ,' એક દિવસ તારા આ કાળા હાથમાં જ ઉજળો સુરજ ઉગશે.' એમની અંતઃકરણની પ્રેરણાએ જ મને અનુસ્નાતક કક્ષાએ પહોંચાડ્યો. અને એટલે જ હું
આજ આપની પાસે The
greater the struggle the greater the success
વિષય પર બોલવા આવ્યો છું.” -- પોતાની કપરી સંઘર્ષયાત્રાના એક એક પગલાંની વાત કરીને
સફળતાના શિખરે પહોંચવાની સિદ્ધિનો ઉત્સાહ, યુવાનોમાં વહેંચતાં વહેંચતાં તેણે વક્તવ્ય પૂરું
કર્યું. આભાર પ્રવચનમાં IIM ના પ્રિન્સિપાલએ
તો એક વાતે તો સહુને અચંબામાં નાખ્યા." વર્ષો પહેલા હું પ્રથમ વખત આ શહેરમાં
આવ્યો ત્યારે ,એ જ રેલવે સ્ટેશન પર ઉતરીને એક નાનકડા હાથો પાસે મેં જ બુટ
પોલિશ કરાવેલી."
દિનેશ લ.માંકડ
મોબાઈલ.ન.-9427960979
No comments:
Post a Comment