ઉપનિષદોમાં શિક્ષણ
વિભાવના
ઉત્કંઠાનો ઓડકાર-- શ્વેતકેતુ
ઋષિ આરુણિ પુત્ર શેતકેતુ પણ આવા જ
ઉત્કંઠિત હતા.જો કે પ્રારંભમાં અલ્પ રુચી કે અન્ય સંજોગોનુસાર છેક 12 માં વર્ષે ગુરુકુળમાં
ગયા. ગુરુકુળના.12 વર્ષ નોઅભ્યાસ પછી ચોવીસમાં વર્ષે પરત આવ્યા.આશાવાદી પિતાએ
તેમને પ્રશ્ન કર્યો કે ,'શું તેં આચાર્ય
પાસે પરબ્રહ્મનો ઉપદેશ મેળવી લીધો છે ? ‘ स ह द्वादशवर्ष उपेत्य चतुर्विꣳशतिवर्षः सर्वान्वेदानधीत्य महामना अनूचानमानी
स्तब्ध | બાર વર્ષનો
જ્ઞાનબોજ લઇ આવેલા શ્વેતકેતુએ ક્ષણિક ઘમંડનું આવરણ લઇ બેઠા અને નિરુત્તર રહ્યા.પિતા
આરુણિ સમજી ગયા.તેમણે ધ્યાન દોર્યું . येनाश्रुतꣳ श्रुतं
भवत्यमतं मतमविज्ञातं विज्ञातमिति ‘જેના દ્વારા અશ્રુત,શ્રુત બની જાય છે.તર્કવિદ્યામાં પારંગત થઇ જાય અને અવિજ્ઞાતરૂપ એ જ્ઞાત બની
જાય - એ બધું પ્રાપ્ત કરીને તો આવ્યો છો ને ?'-
પિતાના વેધક સવાલથી તેમની આંખો ખુલી.તરત નમ્રતા
થી ઉત્તર વાળ્યો ,' હે પિતાજી ,આપ જ મને સમજાવો.'कथं नु भगवः
તેમણે પુત્રને સવાલ કર્યો,' વત્સ ,તું 'એક' વિષે
કઈ જાણે છે ?' શ્વેતકેતુ ઉત્તર
આપતાં અટવાયા.તેમણે શીખેલાં તમામ શાસ્ત્રો માનસપટલ પર લાવીને 'એક' વિષે મનોમંથન
કર્યું .પણ પરિણામ શૂન્ય .' પિતાશ્રી,એવી કોઈ વાત છે જ નહિ.' ઉત્તર આપ્યો.પણ આ તો જ્ઞાની પિતા હતા.એમણે ફરી
સંવાદ આગળ ચાવ્યો,' એમ કેમ બની શકે? તું
આટલાં બધાં વર્ષ અનેક શાસ્ત્રો અને વિદ્યાનો અભ્યાસ કરી આવ્યો છે.અને સહુ
તારી વિદ્યાના વખાણ પણ કરે છે તો પછી તને 'એક ' વિષે ખબર ન હોય એ બની જ ન શકે.' થોભીલા પડેલા
શ્વેતકેતુએ ફરી ખુબ ખુબ મંથન કર્યું પણ ક્યાંયથી ઉત્તર ન મળ્યો.આખરે હારીને
પિતાશ્રીના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું ,' પિતાશ્રી ,મને ખબર પડી કે
વિદ્યાભ્યાસમાં અપૂર્ણ છું. આપ જ મને સમજાવો કે 'એક ' શું છે .છાતીસરસો ચાંપી મહર્ષિ આરુણિએ પુત્ર
શ્વેતકેતુને 'એક' તે પરબ્રહ્મ ની ઉદાહરણ સહ વિસ્તૃત સમજ આપીयथा
सोम्यैकेन मृत्पिण्डेन सर्वं मृन्मयं विज्ञातꣳ स्याद्वाचारम्भणं विकारो नामधेयं
मृत्तिकेत्येव सत्यम्. માટી,સોનુ કે લોખંડ ના
અનેક અલંકાર કે ઉપકરણ હોય પણ આખરે તો તે પોતે જ તેનું સ્વરૂપ જ હોય.તેમ જગતની
સૃષ્ટિના પ્રત્યેક કણમાં ' એક ' ઈશ્વર સમાયેલો છ.’
શ્વેતકેતુની પોતાની અપૂર્ણતા દૂર કરવાની અને વધુ જાણવાની ઉત્કંઠા હવે વધારે
તીવ્ર બની ગઈ હતી.ગુરુ પિતા પાસે જાણવાની તે વધુને વધુ આકાંક્ષા કરતા ગયા.અને
સંનિષ્ઠ ગુરુ પિતા તેમને તૃપ્ત કરતા ગયા. आसीदेकमेवाद्वितीयम् ।तद्धैक आहुरसदेवेदमग्र
आसीदेकमेवाद्वितीयं तस्मादसतः
सज्जायत ॥ “ પ્રારંભમાં એક માત્ર અદ્વિતીય સત જ હતું.અને પછી એણે ( સત્ય
એ ) સંકલ્પ કર્યો કે હું વિવિધ રૂપમાં ઉત્પન્ન થઇ જાઉં '-.એનાથી તેજ ,તેજથી જળ ,પછી અન્ન વગેરેની ઉત્પત્તિ થઇ. एव
तदध्यन्नाद्यं जायते ।
સૃષ્ટિક્રમને સમજાવતાં પિતા આરુણિએ પુત્ર શ્વેતકેતુને આગળ કહ્યું કે, तेषां
खल्वेषां भूतानां त्रीण्येव बीजानि
भवन्त्याण्डजं जीवजमुद्भिज्जमिति ॥ ‘ પ્રાણીમાત્રના
ત્રણ જ બીજ હોય અંડજ ,જરાયુજ અને ઉદભીજ
.ત્યારબાદ દેવતાઓ પોતાની પ્રચંડ શક્તિના માધ્યમથી ત્રણેય રૂપમાં તેજ,આપ ( પ્રાણી ) અને પૃથ્વી રૂપ થયા.દરેકમાં દેવતાઓ ત્રિવૃત
થયા’ .तासां त्रिवृतं त्रिवृतमेकैकामकरोद्यथा तु खलु।
શ્વેતકેતુની જ્ઞાનપિપાષાની તીવ્રતા જોઈ મહર્ષિ આરુણિ પણ વિશેષ ગહન ઊંડાણમાં જઈ
સમજાવવા લાગ્યા. ‘ (ત્રિવૃત ) દરેક સ્થળે થતા ત્રણભાગમાં વિભક્તને
વિસ્તરતા ગયા.અગ્નિ, સૂર્ય ,ચંદ્ર,વિદ્યુત જેવા અનેકનું તેજ,પૃથ્વી તેજમાં થતું ત્રણ રંગનું વિભાજન સમજાવતા
રહ્યા.
અન્ન.જળ અને તેજનું વિભાજન વિશેષ રીતે બતાવતાં આરુણિ કહે છે ,' ભોજનરૂપમાં લેવાતું અન્ન સ્થૂળ રૂપ મળ રૂપે,મધ્યમ રસ આદિ બની
માંસ રૂપે ને અતિ સૂક્ષ્મ મન રૂપમાં પરિભૂત થાય છે. ,अन्नमशितं त्रेधा विधीयते तस्य यः
स्थविष्ठो धातुस्तत्पुरीषं भवति यो मध्यमस्तन्माꣳसं योऽणिष्ठस्तन्मनः ॥ એ જ રીતે જળ ગ્રહણના ત્રણ ભાગ મૂત્ર,રક્ત અને છવટે
અતિસૂક્ષ્મ ભાગ પ્રાણ બની જાય.योऽणिष्ठः स प्राणः ॥ જે તેજ ગ્રહણ કરવામાં આવે છે એ પણ ત્રણ ભાગમાં વિભાજીત થઇ
હાડકાં રૂપમાં મજ્જા રૂપમાં અને અત્યંત સૂક્ષ્મ ભાગ વાણીના સ્વરૂપમાં
પરિભૂત થાય છે.योऽणिष्ठः सा वाक् ॥ પુત્ર શ્વેતકેતુ વધારે સ્પષ્ટ થવા ઉદાહરણથી સમજાવવા વિનંતી કરે છે ઉત્તરમાં
મહર્ષિ આરુણી એ આપેલું દૃષ્ટાંત સહુને શીરાની જેમ ગળે ઉતારે તેવું છે .' દહીંને વલોવ્યા
પછી એનો જે સૂક્ષ્મ ભાગ એકત્રિત થઇ ઉર્ધ્વ બની આવે તે ઘી ( શ્રેષ્ઠત્તમ ) રૂપમાં
પરિભૂત થાય છે. दध्नः सोम्य मथ्यमानस्य योऽणिमा स उर्ध्वः
समुदीषति तत्सर्पिर्भवति ॥
આટલી
પરિતૃપ્તિ પછી પણ શ્વેતકેતુ ,પિતાશ્રીને ફરી
ફરી સમજાવવાનું કહે છે કારણકે 'પાકો પાઠ ' હોય તો જ સાચી સંકલ્પના સમજાય.આજના ગોખણીયા પદ્ધતિ તો
કામચલાઉ સ્મૃતિ ટકાવે પણ આ રીતે પુનરાવર્તન જ ( જ્યાં સુધી મન ન
સ્વીકારે ત્યાં સુધી ) શિક્ષણની અગત્યની વિભાવના છે.
શ્વેતકેતુની
અતૃપ્તિની ગુરુને ખબર છે એટલે તેને માત્ર વ્યાખ્યાનથી જ પુરી તૃપ્તિ નહિ થાય.
પુત્ર શિષ્ય તેના પોતાના પર જ પ્રયોગ કરીને-અનુભવ કરીને જ સંતોષ પામશે. તેમણે શ્વેતકેતુને આદેશ કર્યો,'षोडशकलः सोम्य पुरुषः पञ्चदशाहानि
माशीः काममपः पिबापोमयः प्राणो नपिबतो विच्छेत्स्यत इति ॥ ‘ આ માણસ સોળ કળાથી
યુક્ત છે. એટલા માટે તું પંદર દિવસ સુધી ભોજન ન લેતાં જળ નું જ સેવન કર ,કારણકે પ્રાણ જળ
સ્વરૂપ છે.તેથી માત્ર જળ સેવનથી એનો નાશ નહિ થાય.' .પુરા પંદર દિવસના
અન્નત્યાગ પછી ગુરુદેવ પાસે આવીને પૂછ્યું,' હવે શું કરું ?' इत्यृचः
सोम्य यजूꣳषि सामानीति स होवाच न वै मा प्रतिभान्ति भो इति ॥ 'હવે ઋક ,યજું અને સામ ના મંત્રોનું ઉચ્ચારણ કર '- પ્રયત્ન પછી નિરાશ શ્વેતકેતુ બોલ્યા ,' પણ મારાં મનમાં તેની પ્રતીતિ થતી નથી.'
ગુરુદેવેએ
અગ્નિનું ઉદાહરણ આપી સમજાવ્યું ,'
જ્ઞાનની નાનકડી અધુરાશ પણ પૂર્ણતાને અવરોધે છે.
સોળ કળા માં તારી એક કળા બાકી
રહી છે એટલે જ તું વેદ અધ્યયન ન કરી
શક્યો.. હવે ભોજન ગ્રહણ કર ત્યારે જ સમજણ આવશે.' वेदाननुभवस्यन्नमयꣳहि सोम्य मन आपोमयः प्राणस्तेजोमयी वागिति तद्धास्य
विजज्ञाविति विजज्ञाविति ॥ભોજન ગ્રહણ કર્યા
ભેગું ,શ્વેતકેતુને ગુરુજીએ પૂછેલું તમામ સ્મરણ થઇ ગયું.यत्किंच पप्रच्छ
सर्वꣳह प्रतिपेदे ॥ અને આ રીતે
પ્રતિપાદિત થતાં શ્વેતકેતુ નો ચહેરો પ્રફ્ફુલિત થઇ ગયો. મહર્ષિ આરુણિ એ પણ જ્ઞાનની
પૂર્ણતાની દિશામાં ઉપસંહાર કરતાં કહ્યું કે ' આ રીતે થાય છે કે મન અન્નરૂપ છે,પ્રાણ જળ રૂપ છે અને વાણી તેજરૂપ
છે.मन आपोमयः प्राणस्तेजोमयी
वागिति तद्धास्य विजज्ञाविति विजज्ञाविति ॥
શિક્ષણના આદાનપ્રદાનથી પરસ્પર વિદ્યા અને જ્ઞાનનું વિસ્તરણ થાય અને સમાજને
તેનો સીધો જ લાભ થાય.આ વાત તે સમયના રાજાઓ પણ સમજતા અને એટલે તેઓ વખતોવખત
વિદ્વાનોને બોલાવી મુક્ત ચર્ચાઓ ગોઠવતા. પંચાલ દેશના રાજા પ્રવાહણ પોતે પણ ખુબ
જ્ઞાની હતા.અને તેઓ પણ વારંવાર આવી ધર્મસભાઓ ગોઠવતા..એવી જ એક સભામાં આરુણિ પુત્ર
શ્વેતકેતુ પહોંચી ગયા.તેમની જ્ઞાન પિપાસા હજી અધૂરી જ હતી. .વિદ્વાનોની પરસ્પર ચર્ચાઓ ચાલી. રાજા પ્રવાહણએ પ્રથમ જ વખત
આવેલા શ્વેતકેતુનું આદરથી સ્વાગત કરીને
એમની સામે જ મનુષ્યની પૃથ્વીલોક પછીની
ગતિ વિષે પાંચ અલગ અલગ પ્રશ્નો મુક્યા वेत्थ
यदितोऽधि प्रजाः प्रयन्तीति न भगव इति वेत्थ यथा
पुनरावर्तन्त३ इति न भगव इति वेत्थ पथोर्देवयानस्य
पितृयाणस्य च व्यावर्तना३ इति न भगव इति ॥ . શ્વેતકેતુ અવાક બની ગયા. માથું ખંજવાળ્યું.ગુરુકુળ અને પિતાશ્રી પાસે લીધેલાં
જ્ઞાનમાં આ વિષે ક્યાંય ચર્ચા આવી નથી કે પછી પોતાનો સ્મૃતિદોષ છે ?
તેઓ અનુત્તર પાછા વળ્યા. ઘેર આવી એ જ પાંચ પ્રશ્નો પિતાશ્રીને પૂછ્યા.પોતાની
જ્ઞાનની મર્યાદાઓ અને સહજ સ્વીકાર એ શિક્ષણની મહત્ત્વની વિભાવના છે.ગંભીર
છતાં સ્વસ્થ ચહેરે મહર્ષિ આરુણિએ ઉત્તર આપ્યો, ' બેટા ,રાજા પ્રવાહણ
સાચા અર્થમાં જ્ઞાની છે पञ्च मा राजन्यबन्धुः प्रश्नानप्राक्षीत्तेषां नैकंचनाशकं विवक्तुमिति स होवाच यथा मा
त्वं तदैतानवदो
यथाहमेषां नैकंचन वेद यद्यहमिमानवेदिष्यं कथं ते नावक्ष्यमिति ॥ .ચાલ આપણે બે ય તેની પાસે જઈએ અને આપણી આધુરાશ પૂર્ણ કરીએ.' યોગ્ય સત્કાર કરી
ને રાજા પ્રવાહણએ બંને ને વિસ્તૃત જ્ઞાન આપીને સંતુષ્ટ
કર્યા.
એક તરફ વિદ્યા ઉત્કંઠાની ટોચ
વાળા શિષ્ય શ્વેતકેતુ અને બીજી તરફ તેની શક્ય તેટલી જ્ઞાનપિપાસા ને
પૂર્ણ કરવાની સંનિષ્ઠતા વાળા મહર્ષિ આરુણિ એક તરફ ઉત્ક્ટતાંની બેઠકે બેસી શકનારો
ઉત્તમ પુત્ર અને બીજી તરફ ધીરજના આસને બેસીને જ્ઞાન પીરસનારા ઉત્તમ પિતા .બંનેનો
આવો સુભગ સમન્વય તો ભાગ્યેજ મળે.વેદકાલીન ભારતમાં જ એ શક્ય બને.
No comments:
Post a Comment