ઉપનિષદમાં શિક્ષણ વિભાવના
દૃષ્ટાંત વિભાવના
શિક્ષણ -વિદ્યા પ્રાપ્ત કરતી
શાસ્ત્ર કે વ્યાખ્યાન શિક્ષણ જરૂર આપે પણ કોઈ નિયમ કે સિદ્ધાંત નું
પ્રતિપાદન કરવું હોય.,તે વિચાર શિષ્યના કોઠે પાક્કો ઉતારવો હોય તો દૃષ્ટાંત
અસરકારક નીવડે.શિક્ષણની આ પાયાની વિભાવના છે. એ જ રીતે કોઈ ની સાથે
સરખાવીને ઉપમા કે રૂપક પ્રયોજીને શિષ્યને ગળે સરળતાથી ઉતરે તે પણ
જોવાય..ઉપનિષદોમાં પણ
અનેક જગ્યાએ ઉદાહરણ , દૃષ્ટાંત ,ઉપમા કે રૂપક
લઈને વાત સમજાવવાનો પ્રયોગ થયેલો છે.
સત્યનું મૂલ્ય સમજાવતાં
ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે , हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् ।
तत्त्वं पूषन्नपावृणु सत्यधर्माय दृष्टये ॥ १५॥સોનાના પાત્રથી સત્યનું મુખ છુપાયેલું છે તેને સત્યની શોધ
કરનારા માટે હટાવી દો.અપાવૃત કરો. ઈશ્વરની
સર્વવ્યાપક્તા સમજાવવા માટે एकाक्षरोपनिषत् प्राणः
प्रसूतिर्भुवनस्य योनि- र्व्याप्तं त्वया एकपदेन विश्वम् ।त्वं विश्वभूर्योनिपारः
स्वगर्भे कुमार एको विशिखः सुधन्वा ॥ ३॥જે રીતે માળામાં દરેક મણકા રહે છે તેવી જ રીતે આપ જ પ્રમુખ
સૂત્ર રૂપે સમગ્ર વિશ્વમાં પ્રાણ રૂપમાં સવ્યાપ્ત છો. ઈશ્વર અનેકમાં એક છે એવું
સમજવવા નદીઓ અને સાગરના દૃષ્ટાંતનો અદભુત પ્રયોગ કઠોપનિષદમાં છે.
यथोदकं दुर्गे वृष्टं पर्वतेषु विधावति । एवं धर्मान् पृथक् पश्यंस्तानेवानुविधावति ॥ જે પ્રમાણે વરસાદનું પાણી ઊંચાં શિખરો પરથી વરસીને પહાડની નીચે જુદા જુદા
સ્થળે ચાલ્યું જાય છે એવી રીતે વિભિન્ન ધર્મ સંપ્રદાય વાળા પરમેશ્વરને ભિન્ન મને
છે. મનુષ્ય જીવ ને હંસ સાથે સરખાવીને અંતરિક્ષમાં વસુ નું સ્થાન આપ્યું છે. हँसः
शुचिषद्वसुरन्तरिक्षसद्- होता वेदिषदतिथिर्दुरोणसत्
।नृषद्वरसदृतसद्व्योमसद् अब्जा गोजा ऋतजा अद्रिजा ऋतं बृहत् ॥ २॥એ હંસ ( જીવાત્મા ) પ્રકાશિત છે એ જ અંતરિક્ષમાં રહેલ વસુ
છે. सूर्यो यथा सर्वलोकस्य चक्षुः न
लिप्यते चाक्षुषैर्बाह्यदोषैः ।एकस्तथा सर्वभूतान्तरात्मा न लिप्यते लोकदुःखेन
बाह्यः ॥ સૂર્ય છે ભલે બ્રહ્માંડની આંખો પણ તેને
પ્રાણીજગતના બાહ્ય દોષો કદી લાગતા નથી એ કહેવા આ મંત્ર પ્રયોજાયો છે. જે રીતે બ્રહ્માંડમાં ચક્ષુ રૂપ સૂર્ય ,પ્રાણીઓના ચક્ષુઓથી ઉત્પન્ન થયેલા બાહ્ય દોષોથી લિપ્ત થતા
નથી પીપળના વિશેષ રૂપમાં પરબ્રહ્મ નો આવાસ છે એ વાત શ્રીમદ ભગવદગીતામાં શ્રી કૃષ્ણ
એ કહી જ છે .એ જ વાત નું સમર્થન ઉપનિષદમાં પણ આ રીતે છે..ऊर्ध्वमूलोऽवाक्शाख
एषोऽश्वत्थः सनातनः ।तदेव शुक्रं तद्ब्रह्म तदेवामृतमुच्यते ।तस्मिँल्लोकाः
श्रिताः सर्वे तदु नात्येति कश्चन । एतद्वै तत् ॥ જેના મૂળ ઉપર અને શાખાઓ નીચેનીતરફ
છે અશ્વત્થ ( પીપળો ) સનાતન છે.એ વિશુદ્ધ
અવિનાશી તત્ત્વ છે.એ જ બ્રહ્મ છે.
જયારે અસુરો એ
દેવોની ઉપાસનામાં ભંગ પાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેના હાલ કેવા થયા તે છાંદોગ્ય
ઉપનિષદના આ બે મંત્રોમાં કેવું સુંદર સમજાવ્યું છે ! अथ ह य एवायं मुख्यः
प्राणस्तमुद्गीथमुपासांचक्रिरे
तꣳहासुरा ऋत्वा विदध्वंसुर्यथाश्मानमाखणमृत्व विध्वꣳसेतैवम्
॥ દેવોએ મુખ્ય પ્રાણના રૂપમાં ૐ કારની ઉપાસના કરી અસુરોએ એને
પણ પાપયુક્ત કરવા ઇચ્છ્યું..ત્યારે નજીક જતા એવા તો ધ્વસ્ત-નષ્ટ થયા ,જેમ કઠણ પથ્થર સાથે ટકરાઈને માટીનું ઢેફું ચૂરચૂર થાય બની જાય.
यथाश्मानमाखणमृत्वा विध्वꣳसत एवꣳ हैवस विध्वꣳसते य एवंविदि पापं कामयतेयश्चैनमभिदासति
स एषोऽश्माखणः ॥ જે રીતે
અભેદ્યં ચઢાણ સાથે અથડાઈને માટીનું પિંડ
વેરવિખેર થઇ જાય તેવી જ રીતે એવો વ્યક્તિ નષ્ટ થઇ જાય છે.ૐ કારણ રહસ્યને જાણનારા
પ્રત્યે જે પાપયુક્ત આચરણ કરે છે.તે.
કર્મ સંબંધી દેવો ને
વેદથી ઓળખવાના મૃત્યુ ના અનુભવને આ રીતે સમજાવ્યો છે. तानु तत्र
मृत्युर्यथा मत्स्यमुदके परिपश्येदेवंपर्यपश्यदृचि साम्नि यजुषि ।ते नु
विदित्वोर्ध्वा ऋचः साम्नो यजुषः स्वरमेव
प्राविशन् ॥ જે રીતે માછલી પકડનાર માછીમાર જળની અંદર રહેલી માછલીને
જોઈ લે છે એવી રીતે ઋક ,સામ અને યજુષ સંબંધી
કર્મોમાં સંલગ્ન દેવોને મૃત્યુએ જોઈ લીધા. સૂર્યમાં રહેલા પરબ્રહ્મને પામવા માટે
અદભુત રૂપક પ્રયોજવામાં આવ્યું છે.अथ यदेवैतदादित्यस्य शुक्लं भाः सैवसाथ
यन्नीलं परः कृष्णं तदमस्तत्सामाथ
य एषोऽन्तरादित्ये हिरण्मयः पुरुषो दृश्यते हिरण्यश्मश्रुर्हिरण्यकेश आप्रणस्वात्सर्व एवसुवर्णः ॥ આ આદિત્યનો શ્વેત
પ્રકાશ 'સા' છે નીલવર્ણ
મિશ્રિત કૃષ્ણ પ્રકાશ ' અમ ' છે એ બંને મળીને સામ
બને છે.આદિત્યની મધ્યે એક સ્વર્ણિમપુરુષ જોવા મળે છે જે સોના સમાન દાઢી મૂછ વાળા અને સોનેરી વાળ વાળા છે.જે નખથી માંડીને ચોટલી સુધી સંપૂર્ણ
રૂપમાં સ્વર્ણમય છે. ૐ કાર અને સૂર્યદેવ નું મહત્ત્વ સમજાવવા માટે મધ અને મધપૂડાનું
અનોખું ઉદાહરણ લેવામાં આવ્યું છે.. असौ वा आदित्यो देवमधु तस्य द्यौरेव तिरश्चीनवꣳशोऽन्तरिक्षमपूपो मरीचयः पुत्राः
॥ ૐ કાર રૂપ એ આદિત્ય જ દેવોનું મધ છે.દ્યુલોકમાં તે ત્રાંસો
વાસ છે.જેની ઉપર મધપૂડો લટકે છે..
અંતરિક્ષ છત્રી છે અને કિરણો મધમાખીના બચ્ચા સમાન છે.तस्य ये
प्राञ्चो रश्मयस्ता एवास्य प्राच्यो मधुनाड्यः ।ऋच एव मधुकृतऋग्वेद एव पुष्पं ता
अमृताआपस्ता वा एता ऋचः ॥ આ આદિત્યના પૂર્વ દિશાના જે કિરણો છે એ પુડા ના પૂર્વ તરફના
છિદ્રો છે.ઋચાઓ મધમાખી છે.ઋગ્વેદ પુષ્પ છે.સોમ
વગેરે અમૃતરૂપ જલતત્ત્વ છે.એ જ રીતે અન્ય મંત્રોમાં આદિત્યના ભિન્ન ભિન્ન
કિરણોની ભિન્ન ઉપમાઓથી તુલના કરવામાં આવી છે. શ્રેઠતા ત્યારે જ પ્રાપ્ત થાય જયારે
ઉત્તમ શુદ્ધિકરણ હોય. સચોટ અને વ્યવહારિક ઉદાહરણ મૂકીને શુદ્ધિકરણ ની મહત્તા અહીં
દર્શાવી છે.तद्यथा लवणेन सुवर्णꣳ संदध्यात्सुवर्णेन रजतꣳ रजतेन त्रपु
त्रपुणा सीसꣳ सीसेन लोहं लोहेन दारुदारु चर्मणा ॥ જે રીતે ક્ષારથી
સોનાને સોનાથી ચાંદીને,ચાંદીને રાંગા થી રાંગા
ને સીસાથી ,સીસાથી લોખંડને ,લોખંડથી લાકડા ને અને ચાંદાને લાકડાથી
જોડવામાં આવે છે एवमेषां
लोकानामासां देवतानामस्यास्त्रय्या विद्याया वीर्येण
यज्ञस्य विरिष्टꣳ संदधाति भेषजकृतो ह वा एष यज्ञो यत्रैवंविद्ब्रह्मा भवति ॥ આવી જ રીતે આ લોકો ,દેવો અને ત્રણેય વેદોના
સારથી યજ્ઞના દોષો સુધારવામાં આવે છે.
બાહ્ય સ્વરૂપને બદલે
બ્રહ્મને મૂળ સ્પે જોવા માટે માટી અને અન્ય ઉદાહરણ સુંદર રીતે પ્રયોજાયાં છે.જે શીરાની જેમ ગળે
ઉત્તરે તેમ છે . यथा सोम्यैकेन मृत्पिण्डेन सर्वं मृन्मयं
विज्ञातꣳ स्याद्वाचारम्भणं
विकारो नामधेयं मृत्तिकेत्येव सत्यम् ॥ શ્વેતકેતુને સત્ય વિષે સમજણ આપતાં પિતા આરુણિ કહે છે,'
જેવી રીતે એક માટીના પિંડમાંથી બનેલા બધા જ
પદાર્થો બોધ થ ઇ જાય છે.ખરેખર તો વિવિધ પ્રકારના નામનો ,માત્ર વાણીનો વિકાર છે .સત્ય તો માટી જ છે.. मनो वाव वाचो
भूयो यथा वै द्वे वामलके द्वे वा कोले द्वौ वाक्षौ
मुष्टिरनुभवत्येवं वाचं च नाम चमनोऽनुभवति स यदा मनसा मनस्यति मन्त्रानधीयीयेत्यथाधीते कर्माणि कुर्वीयेत्यथ कुरुते पुत्राꣳश्च पशूꣳश्चेच्छेयेत्यथेच्छत इमं चलोकममुं चेच्छेयेत्यथेच्छते मनो ह्यात्मा मनो
हि लोको
मनो हि ब्रह्म मन उपास्स्वेति ॥ જે રીતે બે આમળાં ,બે બોર કે બે બહે
ળા મુઠ્ઠીમાં આવી જાય એવી રીતે વાણી અને નામની અનુભૂતિ મન કરે છે.
અંતરનાદ ને જાણવા ,માણવા ને સાંભળવા
માટે કમાલના દૃષ્ટાંતો જોઈને સાચ્ચે જ મન ડોલી ઉઠે તેવું છે.यथा सोम्य
पुरुषं गन्धारेभ्योऽभिनद्धाक्षमानीय तंततोऽतिजने विसृजेत्स यथा तत्र
प्राङ्वोदङ्वाधराङ्वा
प्रत्यङ्वा प्रध्मायीताभिनद्धाक्ष
आनीतोऽभिनद्धाक्षोविसृष्टः ॥ કોઈ એક પુરુષને આંખે પાટા બાંધીને દિશાહીન કરાય એટલે તે
અટવાય,રુદન કરે ,બીજો આવીને પાટા ખોલે એટલે તે દિશા જાણી લે. નાદબિંદુ ---मकरन्दं
पिबन्भृङ्गो गन्धान्नापेक्षते तथा ।नादासक्तं सदा चित्तं विषयं न हि काङ्क्षति ॥ જે રીતે ભમરો
ફૂલો નો રસ ચૂસતાં સુગંધની અપેક્ષા રાખતો નથી તેવી રીતે સતત નાદ માં તલ્લીન
રહેનારો ચિત્ત વિષય વાસનાની ઈચ્છા રાખતો
નથી.बद्धः सुनादगन्धेन सद्यः संत्यक्तचापलः ।नादग्रहणतश्चित्तमन्तरङ्गभुजङ्गमः
॥ આ ચિત્ત રૂપી
ભુજંગ નાદ ને સાંભળ્યા પછી તેની ગંધથી બંધાઈને બધી જાતની ચંચળતા છોડી દે છે..
તો વળી ઉન્મત્ત મનને નાથવા માટે નાદ ની ભૂમિકા અલગ
રીતે જ બતાવી છે.विस्मृत्य
विश्वमेकाग्रः कुत्रचिन्न हि धावति ।मनोमत्तगजेन्द्रस्य विषयोद्यानचारिणः ॥ नियामनसमर्थोऽयं
निनादो निशिताङ्कुशः ।नादोऽन्तरङ्गसारङ्गबन्धने वागुरायते ॥ अन्तरङ्गसमुद्रस्य रोधे वेलायतेऽपि च
।ब्रह्मप्रणवसंलग्ननादो ज्योतिर्मयात्मकः ॥ વિષય રૂપી બાગમાં વિચરણ કરતા મન રૂપી ઉન્મત્ત ગજેન્દ્ર ને વશ કરવા નાદ રૂપી
અંકુશ સમર્થ છે.મન રૂપી હરણ ને બાંધવા જાળ નું કામ કરે છે.
પ્રશ્નોપનિષદ માં, ‘પ્રાણ જ સર્વોપરી છે અને
તમામ તત્ત્વો તેને જ અનુસરે છે.’- તેવું આ
મંત્ર-દૃષ્ટાંત થી દર્શાવાયું છે -सोऽभिमानादूर्ध्वमुत्क्रामत
इव तस्मिन्नुत्क्रामत्यथेतरे सर्व
एवोत्क्रामन्ते तस्मिंश्च प्रतिष्ठमाने सर्व एव
प्रतिष्ठन्ते । तद्यथा
मक्षिका मधुकरराजानमुत्क्रामन्तं सर्व
एवोत्क्रमन्ते तस्मिंष्च
प्रतिष्ठमाने सर्व एव प्रातिष्टन्त एवं
वाङ्मनष्चक्षुः श्रोत्रं
च ते प्रीताः प्राणं स्तुन्वन्ति ॥ પ્રાણની આ વાતપર દેવતાઓને વિશ્વાસ બેઠો નહિ.--જેમ મધમાખીમાં
રાણી મધમાખી મધપૂડા માંથી બહાર નીકળે ,તરત જ બીજી
મધમાખીઓ તેની સાથે બહાર નીકળવા લાગે છે એવી જ રીતે પ્રાણની વરિષ્ઠતા સાબિત થઇ
સોળકળા ના સાયુજ્ય માટે નદી સાગરનું અદભુત ઉદાહરણ ટાંકવામાં આવ્યું છે. स
यथेमा नद्यः स्यन्दमानाः समुद्रायणाः समुद्रं प्राप्यास्तंगच्छन्ति भिद्येते तासां
नामरूपे समुद्र इत्येवं प्रोच्यते । एवमेवास्य परिद्रष्टुरिमाः
षोडशकलाः पुरुषायणाः पुरुषं प्राप्यास्तं गच्छन्ति
भिद्येते चासां नामरूपे पुरुष इत्येवं
प्रोच्यते स एषोऽकलोऽमृतो भवति तदेष
श्लोकः ॥ જેવી રીતે વહેતી વહેતી સમુદ્રને મળી જાય છે ,એમાં જ વિલીન થઇ જાય છે.પોતાનું નામ રૂપ નષ્ટ કરી સમુદ્ર
બની જાય છે તેમ પરમપુરુષ ની સોળેકળાએ પરમ પુરુષમાં વિલીન થાય છે.
બ્રહદારણ્યક માંઆત્માની
અંતર અનુભૂતિ વિશેષ રીતે દર્શાવાઈ છે. -स यथा दुन्दुभेर्हन्यमानस्य न बाह्याञ्छब्दाञ्छक्नुयाद्
ग्रहणायदुन्दुभेस्तु ग्रहणेन दुन्दुभ्याघातस्य वा शब्दो गृहीतः ॥ જેમ દુદું ભી ની બહાર નીકળતા શબ્દો માત્ર દુદું ભીકે તેનો વાદક જ ગ્રહણ કરે ,स
यथा शङ्खस्य ध्मायमानस्य न बाह्याञ्छब्दाञ्छक्नुयाद् ग्रहणाय
शङ्खस्य तु ग्रहणेन शङ्खध्मस्य वा शब्दो गृहीतः ॥ જેમ વગાડવામાં આવતા શંખ માત્ર એ શંખ કે તેના વાદક જ ગ્રહણ
કરી ર્શકે,स यथा वीणायै वाद्यमानायै न बाह्याञ्छब्दाञ्छक्नुयाद् ग्रहणायवीणायै
तु ग्रहणेन वीणावादस्य वा शब्दो गृहीतः ॥ ९॥જેમ વગાડવામાં આવતી વિના ના શબ્દો એ માત્ર વિના કે તેના વાદક ગ્રહણ કરી શકે,---એવી જ રીતે આત્માને આત્મા જ ગ્રહણ કરી શકે.
પરમાત્મા નો વેદ સાથેનો
અનુબંધ વિશિષ્ટ રીતે જ વટાવાયો છે. स
यथाऽऽर्द्रैधाग्नेरभ्याहितात्पृथग्धूमा विनिश्चरन्त्येवंवा अरेऽस्य महतो भूतस्य
निःश्वसितमेतद् यदृग्वेदो यजुर्वेदः
सामवेदोऽथर्वाङ्गिरस इतिहासः पुराणं विद्या
उपनिषदः श्लोकाः
सूत्राण्यनुव्याख्यानानि
व्याख्यानान्य्सामवेदसथर्वाङ्गिरससितिहासस्पुराणं
विद्यासुपनिषदस्श्लोकास्सूत्राणि
अनुव्याख्यानानि व्याख्याननि अस्यैवैतानि
निःश्वसितानि ॥ જે રીતે ચારેય
બાજૂથી હોમેલ ભીના લાકડામાંથી ધુમાડો નીકળે છે તેમ એવી જ રીતે ઋગ્વેદ ,યજુર્વેદ,સામવેદ અથર્વેદ
વગેરે એ બધા એ મહાન સત્તા ના નિશ્વાસ જ છે.
આત્માની ગતિ કૈક આ રીતે
વર્ણવી છે. स यथा सैन्धवखिल्य उदके प्रास्त
उदकमेवानुविलीयेत न
हास्योद्ग्रहणायेव न हास्योद्ग्रहणायैव स्याद्
यतो यतस्त्वाददीतलवणमेवैवं वा अर इदं महद् भूतमनन्तमपारं विज्ञानघनएवैतेभ्यो
भूतेभ्यः समुत्थाय एतेभ्यस्भूतेभ्यस्समुत्थायतान्येवानुविनश्यति न प्रेत्य सञ्ज्ञाऽस्तीत्यरे
ब्रवीमीति होवाच याज्ञवल्क्यः ॥ જે રીતે જળમાં
મીઠાની ગાંગડી નાખવાથી તે વિલીન થઇ જાય છે બરાબર એ રીતે આ પારરહિત આત્મા સમસ્ત
ભૂતોથી ઉંચો ઉઠીને વિલુપ્ત થઇ જાય છે.
શિવ સંકલ્પમસ્તુ ઉપનિષદમાં મનની
ભુમિકા અનુસાર ની કલ્યાણકારી પ્રાર્થના આ રીતે મુકવામાં આવી છે -सुषारथिरश्वानिव
यन्मनुष्यान्नेनीयतेऽभीशुभिर्वाजिन इव ।
हृत्प्रतिष्ठं यदजिरं जविष्ठं तन्मे मनः
शिवसङ्कल्पमस्तु ॥ ५॥જે રીતે કુશળ સારથી
લગામના નિયંત્રણથી અશ્વોને ગંતવ્ય રસ્તા પર નિશ્ચિત દિશામાં લઇ જાય તેવી જ રીતે જે
મન મનુષ્યોને લક્ષ્ય સુધી પહોંચાડે છે તે જરા રહિત અત્યંત વેગશીલ હૃદયસ્થાન માં
રહે છે એવું અમારું મન શ્રેષ્ઠ કલ્યાણકારી સંકલ્પોથી યુક્ત થાવ.
છાંદોગ્ય ઉપનિષદ રૈક્વની
વિશિષ્ટ વિદ્યાને સમજાવતા આ રીતે દૃષ્ટિત કરાઈ છે. માં यथा कृतायविजितायाधरेयाः संयन्त्येवमेनꣳ सर्वंतदभिसमैति यत्किंच प्रजाः साधु कुर्वन्ति
यस्तद्वेद यत्स वेद स मयैतदुक्त इति ॥ જે રીતે
દ્યૂતક્રીડામાં પુરુષ કૃતસંજ્ઞક પાસાને જીતીને સંપૂર્ણ નિમ્ન
પાસાઓને પોતાના તાબા માં કરી લે છે .
બ્રહદારણ્યક મનુષ્ય અને વનસ્પતિ વૃક્ષ સમાન છે .વૃક્ષને
પાંદડાં ,મનુષ્યને રોમ ,ચામડી ને છાલ,લોહી અને રસ ,માંસ સ્નાયુ,અને અંતર હાડકાં
અને થડ ત્વચા
No comments:
Post a Comment