ઘુંટો એક્ડો ---થશે સેંકડો
સત્ય પ્રસંગ -1 -ચાર વર્ષની પૌત્રી રમકડાંની દુકાનમાં એનાપપ્પા સાથે ગઈ.એને ખુબ ગમતી 'બાર્બી ' પસંદ કરી.દુકાનદારને એણે જ પૂછ્યું ,' આ બાર્બી ભારતમાં બનેલી છે ?' દુકાનદારે નિરાશ
વદને ઉત્તર આપ્યો,' ના બેટા ,બધી જ બાર્બી તો ચીનમાં જ બને છે.' એણે ખુબ ગમતી બાર્બી લેવાનું માંડી જ
વળ્યું અને 'જ્યુસર ' પસંદ કર્યું ચીન ની
બનાવટ નું 130 રૂપિયા નું ,તો ભારતીય બનાવટ નું 700 રૂપિયા નું..એણે પપ્પા સામે જોઈને કહ્યું ,'
મોંઘુ તો છે પણ લેવું તો ભારત નું છે '-- અને એને ; Made in India ‘ –' જ્યુસર ' ઘેર લઇ આવ્યા નો
આનંદ સમાતો નહોતો।
સત્ય પ્રસંગ -2 -ચીની બનાવટની એપ્લિકેશન પર ના પ્રતિબંધ ના
બીજા જ દિવસે વહેલી સવારે વોટ્સએપ પર એક
મિત્રનો સંદેશ આવ્યો 'કેમ સ્કેનર '
ને બદલે વાપરી શકાય તેવી ભારતીય બનાવટ ની
એપ્લિકેશન ની લિંક તેમાં હતી .
29 મી જૂન 2020 , રાત્રે ચીન ની બનાવેલી 59 એપ્લિકેશન પર
સરકારે પ્રતિબંધ મુક્યો કેટલાય ના મન માં કેટલાય વિધવિધ સવાલો ઉભા થયા .ખાસ તો એ કહેવું
છે કે ચોક્કસ પણે અનેક અનેક આઈ ટી .ઇજનેરો
ના મન માં તો ચોક્કસ લાડુ ફૂટવા જ
જોઈએ . જાણીતું વિધાન -'આવશ્યકતા જ શોધ ની જનની છે ' . વિશ્વની મોટાભોગ ની શોધો
અગવડ કે આવશ્યકતા માંથી જ ઉભી થઇ છે .આમેય
ભારતીય તો બુદ્ધિશાળી તો છે જ અને જો સંકલ્પ શક્તિ તેમાં ઉમેરાય તો પછી સફળતા સાવ
નજીક જ હોય છે
દરેક યુવાન જાણે જ છે કે બદલાતા સમયમાં માણસ ટેકનોલોજી થી પરિચિત થતો જ જાય છે
અને અપનાવતો પણ જાય છે ઉ.ત. પ્રત્યેક વેપારીને જરૂરી એવું નામું
એક સમયે ચોપડા ભરી ને લખાતું હતું ,હવે તેનું સ્થાન કમ્પ્યુટરે લઇ લીધું . નાની નાની જરૂરિયાત થી માંડી ને ખુબ મોટી
આવશ્યકતાઓ માં ટેક્નોલોજી એ માણસ નું કાર્ય સરળ અને ઝડપી બનાવી દીધું છે .સામાન્ય માણસ પણ પોતાના રોજ બરોજ ના
વ્યવહારમાં ટેક્નોલોજી થી પ્રભાવિત થયો છે જ
વિશાળ વસતી
ધરાવતા અને ઈચ્છા શક્તિ નો ધોધ ધરાવતા ભારતીય નાગરિક ની જરૂરિયાત તો અમર્યાદિત જ
રહેવાની જ તો પછી જેને કરવું જ છે એને
ખુબ જ જલદી તક ઉપાડી લેવી જોઈએ ,એમ નથી લાગતું ? આ તો હકીકત એવી છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે
ત્યારે મોં ધોવા જવા નો તાલ છે
.હાથણી કળશ ઢોળવા આવે ત્યારે કુંવર ઘર માં ભરાઈ રહે ,તો કુંવર નું
આખરે શું થાય ? ઘણા ને ક્યારેક વિચાર પણ આવતો હશે કે ચીન કે અન્ય દેશો
કરતા આપણે ઘણી બાબતોમાં પાછળ કેમ ?
આર્થિક અને પરિબળો જરૂર હશે જ પણ ક્યાંક ને
ક્યાંક આપણો ઘણો મોટો યુવા વર્ગ સાહસિકતા થી થોડો ભાગે છે અને બીજી વાત ગુણવત્તા ની બાબત માં આપણે ઘણીયે વાર પાછળ પડી
જઈએ છીએ .આપણી આ નબળાઈ કે કલંક તો આપણે
પોતે જ દૂર કરી શકીએ .
ઘડીભર વિચારો કે જેને કરવું છે તેને
માટે શું અશક્ય છે ? ધોળકા તાલુકા ના
નાનકડા ગામ જલાલપુર માં લગભગ દરેક ઘરે હીરા ઘસવાની ઘંટી છે ઘરની જે વ્યક્તિ પાસે થોડીક પણ નવરાશ મળે કે
બે-ચાર હીરા ઘસી નાખે આવા તો અનેક ગૃહ ઉદ્યોગ દેશના પ્રત્યેક ગામમાં ચાલે છે
,એમની કાચો માલ ,વીજળી બજાર જેવા અનેક સમસ્યાઓ આવતી જ હશે , છતાં સમય અને શક્તિ વાપરી કશુંક કરે છે ,એટલે ફરી એક વાત-- જેને કરવું છે
એને બધું જ મળી રહેવાનું . બારમા માં કે બીકોમ માં
બેતાલીસ ટકા વાળો પણ ઘણું કરી શકે .બાકી ચાર રસ્તે બેસી મોમાં ડૂચો ભરી બેસનારા ઢાંઢા { અનુચિત શબ્દ
પ્રયોગ માટે ક્ષમા -આકોશ થી લખાયો છે } માટે ટિક્ટોક જાય તો ધિકઢોલ જ હોય
અલબત્ત આ સમય એમને માટે પણ કશુંક નક્કર કરવા ની ઉત્તમ તક છે જ -પોતાનું હીર
બતાવવાનો અવસર છે. કરવા ધારે તો આના જેવો ઉત્તમ સમય, એકેય નથી પ્રબળ ઈચ્છા શક્તિ ,કરવા -શોધવાની ને દોડવા
ની રોકેટ ગતિ અને સ્વયં માં રહેલી અડગ આત્મશક્તિ રૂપી ઈશ શક્તિ હોય તો ધાર્યું જ
થાય થાય ને થાય જ . એક વખત એકડો માંડશો તો
એની સાથે જોડાતા જતાં મીંડાં ને વધતા વાર નહીં જ
લાગે .તો કોની વાટ જુઓ છો ? કરો પ્રારંભ એકડો ઘૂંટવાનો પછી તો મીંડા તો
ઉમેરાતા જ જશે કિંમત અને હિંમત શરૂઆત કરવાની છે અને તમે કરશો જ
. શુભકામના
દિનેશ લ માંકડ- 9427960979
અન્ય લેખો વાંચવા બ્લોગ
લિંક ને ક્લિક કરો
mankaddinesh.blogspot.com
No comments:
Post a Comment