ઓનલાઇન શિક્ષણ અને ફી -સાવ સરળ નિરાકરણ
ગુજરાતી ભાષાની બે કહેવત
-"પાડાને વાંકે પખાલીને ડામ
"-" બે આંખલા વચ્ચે ઝાડની ખો " .સરકારે ફી ન લેવાનો હુકમ કર્યો ને
શાળાઓએ ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું .એક તરફ શાળાઓ ની રજૂઆત છે કે ખર્ચ થાય તો ફી
લેવી પડે અને સરકાર વર્તમાન સંજોગોમાં વાલીઓના જન હિતને ધ્યાનમાં રાખી ફી ન લેવાનો આગ્રહ રાખે છે .પ્રત્યક્ષ રીતે બંને પક્ષ ખોટા નથી હકીકતમાં તો નિરાકરણ { કરવું હોય તો } સાવ સરળ જ છે . જે ધાર્યું હોત તો એપ્રિલ કે મેંમાં પણ થઇ શક્યું હોત સ્વનિર્ભર શાળાઓ ,બે દિવસમાં
પોતાનું ખરેખર થનારા ખર્ચના ચોક્કસ અંદાજ
જિલ્લા અધિકારીને આપે .જવાબદાર
હિસાબી અધિકારીઓની ટિમ તેને ચકાસે અને કેટલા ટકા ફીનો ઘટાડો કરવો તેનો આદેશ
વ્યક્તિગત શાળાઓ ને આપે .શાળા તેને અનુસરે
ને શિક્ષણ ચાલુ થાય . સ્વનિર્ભર શાળાઓ ના સંદર્ભમાં. અનુભવી શુભચિંતકોના મતે અંદાજિત 'નહિ થનાર ખર્ચ અને થનાર વધારાના ખર્ચને
ધ્યાનમાં લેતાં ત્રીસેક ટકા ફી તો ઘટાડી જ
શકાય { ઘટાડવા નો ઈરાદો હોય તો }.ગ્રાન્ટેડ શાળાઓ ને સરકાર પુરી ગ્રાન્ટ આપે છે
એટલે તેમણે તો શિક્ષણ બંધ ન જ કરવું
જોઈએ .અને પ્રામાણિક શાળાઓએ તે ચાલુ
રાખ્યું જ છે
શિક્ષણ એ સેવા છે, ધંધો નથી .એટલે જે
સંચાલકો તેને ધંધો સમજી બેઠા છે તે તદ્દન અયોગ્ય છે સામાન્ય સંજોગોમાં સંસ્થા સારી ચલાવવા ,ગુણવત્તા ઉત્તમ રાખવા માટે વાજબી ખર્ચ થાય અને તે પ્રમાણે ફી લેવાય તેનો કોઈને વાંધો ન હોઈ શકે અને વાલીઓ સ્વેચ્છાએ ભરે પણ
છે .પણ વિકટ સંજોગોમાં સંસ્થાઓએ સામેથી ફી ઘટાડવાની પહેલ કરવી જ જોઈએ કારણકે તેમનો
ઘણો પ્રત્યક્ષ ખર્ચ ઘટ્યો જ છે . સ્વનિર્ભર શાળાઓ એ ભૂલી જાય છે કે તેમની શાળા વિદ્યાર્થીઓથી ચાલે છે અને વાલીઓ
ફી ભરે છે તેથી જ શાળા નભે છે .જે માનવતા
વાલીઓ સામાન્ય સંજોગો માં ફી ભરી દાખવે છે ,તેવી જ માનવતા શાળાએ વિકટ સંજોગોમાં બતાવવી જ જોઈએ . કેટલાક સવાલ બધી
જ સ્વનિર્ભર શાળાઓને કરવા છે .{1} તમામ શિક્ષકોને
સરકારી ધારાધોરણ અનુસાર જ પૂરો પગાર અને સવલતો ખરેખર આપો છો ? {2} નિયમાનુસાર
શાળામાં પુરા શિક્ષકો છે ? {3} જેટલી ઈત્તર ફી લેવાય છે
તેનું સો ટકા વળતર વિદ્યાર્થીઓને અપાય છે ? {4} વર્ષોથી એક જ જગ્યાએથી કે શાળામાંથી ગણવેશ ,પુસ્તકો અને અન્ય ખરીદી કરવા વાલીઓને ફરજ પડાય છે ,તો શાળા તેને વાલીઓને ડિસ્કાઉન્ટ આપવા ફરજ ન પાડી શકે? { કે પછી શાળાની તેની સાથે સાંઠગાંઠ છે ? }
દરેક ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના હિસાબના ઓડિટ દર વર્ષે એક થી વધુ વખત થાય છે .આપણે સહુએ એવું
સ્વીકારી લેવું પડે જ કે બધી શાળાઓ પુરી દુધે ધોયેલી છે -શુદ્ધ સંચાલન કરે છે !
તગડી ફી ભરનાર વાલી નિસહાય બને તે કેટલી વિડંબના છે ! હે પ્રભુ ,તું બધા કામ પડતાં મૂકીને સંચાલકોને અને સરકારને સદબુદ્ધિ
આપવાનું કર અને નિર્દોષ ભાવિ પેઢીનું અહિત થતું અટકાવ .
**ખાસ નોંધ ':બંધ બેસતી પાઘડી '
જેને લાગુ પડતું હોય તેણે જ પહેરવી .સાચા
અર્થમાં શિક્ષણ સેવા કરતી 'તીર્થભૂમિ'ને પ્રણામ
દિનેશ લ માંકડ -
9427960979
અન્ય લેખો વાંચવા બ્લોગ
લિંક પર ક્લિક કરો – mankaddinesh.blogspot.com
No comments:
Post a Comment