ઇતિહાસ વગરની આવતીકાલ
મહાભારત કાળમાં ટેલિવિઝન હતું . સંજયે રણક્ષેત્રનું કુરુક્ષેત્રથી હસ્તિનાપુર
જીવંત વર્ણન કર્યું હતું . રામાયણ કાળમાં પુષ્પક વિમાન હતું . દેવોએ મોકલેલ પુષ્પક
માં બેસી અયોધ્યા પરત આવ્યા હતા ભારત દેશ પાસે ભવ્ય ભૂતકાળ છે . કા તો એમાંથી
કેટલોક સાચવી નથી શક્યા અથવા તો વિદેશીઓ દ્વારા નષ્ટ થયો કે ચોરી થયો હશે હવે તમને સવાલ કરવો છે - તમારી પાસે તમારાં
સંતાનનું ત્રણ વર્ષ પહેલાનું પરિણામ પત્રક છે ખરું ? આપણી જીવન
શૈલીમાં ક્યાંક ને ક્યાંક આપણે આપણી ગઈકાલ ભૂલી તો રહયા નથી ને ?
શાળામાં બારમી -પંદરમી સદી ભણાવાય છે પણ ગઈકાલની ઘરની વાત ,ઘરના કોઈ સભ્યને ખબર ન હોય એવું બને .આશરે દસ થી ત્રીસેક વર્ષના કિશોર કે યુવાનને દાદાનું નામ તો
કદાચ આવડતું હશે પણ પરદાદા -પ્રપિતામહની તો ખબર નહિ જ હોય .સમયની સાથે સહુ ને
રોકેટ ગતિએ દોડવાનું થાય છે ,પરિણામે ઘણું બધું પાછળ છૂટી જાય છે તો કેટલુંક ‘પછી મેળવી લેશું’ ની ધારણામાં રહી જાય છે મોબાઈલ માં 'રિમાઇન્ડર ' નું સૂચનખાનું માણસને 'કાલે તમારો
જન્મદિવસ છે 'એમ યાદ અપાવે તે કેવું ?.એક સમયે ઘરમાં ફોટા દીવાલ પર રહેતા ,પછી આવ્યા આલબમ્બ
અને હવે મોબાઈલ .મોબાઈલ બદલાય એટલે ફોટા? -અદલ બદલ માં
આવ્યા તો ઠીક નહીંતર ....? ડ્રાઈવમાં ગયા તો
ગયા ,ગુગલભાઈ એ એમાંય મર્યાદા રાખી છે ને આમેય મોબાઈલ કેમેરાની ક્લિક સહેલી ને મફત છે એટલે પડે અઢળક ફોટા એટલે મૂલ્ય થયું ઓછું . સાચવવાની
અગ્રતા પણ ઘટી જાય . બાપાના બેસણામાં મુકવાનો ફોટો માંડ મળે !
એવું જ ઘટનાઓનું છે . અગાઉના સમયમાં પરિવારમાં, પરસ્પર ખુબ
સંવાદ થતો રહેતો . એટલે ઘરની બધી પેઢીને ભૂતકાળ અને વર્તમાનકાળના સુખદ અને દુઃખદની
જાણકારી રહેતી અને હવે મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો ઘરમાં પ્રવેશ્યા ,સોશિયલ મીડિયા ,ગેઇમસ અને ઈતર
શોખોમાં લાગેલા પરિવારના સભ્યો પાસે બેઠા હોય તો ય દૂર જેવા જ હોય . કોઈને કોઈની કશીજ ખબર ન હોય એવું ય બને ! જૂની પેઢી પાસે ચોક્કસ પ્રકારના સંઘર્ષ ને
અનુભવોની વાતો છે તો નવી પેઢી પાસે પણ આજના સમયમાં ઉભી થતી અનેક સમસ્યાઓ પણ છે જ પણ
પરસ્પર અભિવ્યક્ત નથી .એટલે કોઈ કોઈનું
જાણતું નથી-વહેંચાતું નથી
.
. કહેવાય છે કે
ઇતિહાસમાંથી માણસ -સમાજ શીખે ,પણ આજના માણસ પાસે શું આવતીકાલે ઇતિહાસ રહેશે ખરો ? જે સંઘર્ષ જૂની
પેઢીએ કર્યો છે ને તેમાંથી શીખી છે તે અનુભવ આવતીકાલની પેઢી પાસે હશે ખરો? આગલી પેઢીનો પરસ્પર
વિશ્વાસ ,સૂઝ,બચત અને માનવીય સંબંધોનું મૂલ્ય આવતીકાલની પેઢીને ક્યાં ખબર
છે ? જે ગતિએ સમય દોડે છે અને તેની સાથે માણસ પણ દોડે છે ,તેણે પણ સમયસર ઇતિહાસ જાણવા -સાચવવાની ટેવ પાડવી જ પડશે .આંખો ખોલીને વિચારવું પડશે કે ભલે બધું જરૂર 'ડિજિટલ ' થતું પણ મન અને
મગજની ભાવનાઓને કેવળને કેવળ યંત્ર સાથે ન
જોડતાં માનવીય પણ રાખજો .આપણે માણસ છીએ ,રોબોટ નહિ એટલું જરૂર યાદ રાખજો .
દિનેશ લ.માંકડ મોં .9427960979
અન્ય લેખ વાંચવા બ્લોગ પર
ક્લિક કરો – mankaddinesh.blogspot.com
No comments:
Post a Comment