જીવનનું બીજું નામ જીજીવિષા દિનેશ લ. માંકડ ( 9427960979)
થોડા દિવસ પહેલાં વસંતભાઈનો ફોન આવ્યો," સરલાબેન વિદાય લઇ ગયાં
" સમાચાર સાંભળી મન વિહ્વળ થયું.-સરલાબેન સ્વભાવે
પણ સરળ.પતિ જીગ્નેશભાઈની સરકારી નોકરી સરલાબેન.પુત્ર અને પુત્રીના શિક્ષણ અને
સંભાળમાં વ્યસ્ત રહે.કોણ જાણે કેમ .એક દિવસ સરલાબેનને બેચેની અને વિચિત્ર લક્ષણો દેખાયાં.જાગૃત જીગ્નેશભાઈએ ખુબ ઝડપી નિદાન કરાવ્યાં
બીજો અભિપ્રાય.ત્રીજો અભિપ્રાય નવથી વધારે ડોક્ટરનો
એક જ મત.પ્રથમ હરોળના ડોક્ટરે જીગ્નેશ સાથે નિખાલસ વાત કરી. " એમના કેન્સરનો કોઈ ઈલાજ છે જ નહિ.સારવાર નહિ કરવો
તો બે વર્ષ જીવશે.પૂરક સારવાર કરાવશો તો ત્રણ વર્ષ અને પ્રતિષ્ઠિત સંશોધન કેન્દ્ર
માં સારવાર લો તો કદાચ વધુમાં વધુ પાંચેક તેમનું આયુષ્ય છે.પણ જો તેમને ખબર પડશે
કે મને આ પ્રકારનું કેન્સર છે તો સરલાબેન છ માસથી વધારે નહિ જીવી
શકે." દ્વિધા સાથે નીકળેલા જીગ્નેશભાઈ પહોંચ્યા સીધા મિત્ર પાસે.હકીકત
જણાવી ને બે ય સંકલ્પ કર્યો.કોઈને ય જાણ
ન જ કરવી. સરલાબેનને પણ નહિ.પુરા પ્રયત્ન અથાગ રીતે ચાલુ જ રાખવા રાજ્યની અને
રાજ્ય બહારની ખ્યાતનામ મોટી હોસ્પિટલ્સ,નિષ્ણાત અનુભવી
ડોક્ટર્સ, સંશોધન કેન્દ્ર .દ્વારા સારવાર ચાલુ થઇ.
સમયનું ચક્ર ચાલતું રહ્યું.પૂરક દવાઓની ક્યાંક કોઈક સકારાત્મક અસરો દેખાય પણ
ખરી. સ્નેહી શુભેચ્છકો વારંવાર ખબર પૂછે.જીગ્નેશ
ઉવાચઃ," ખુબ સારું છે.-સુધારો છે-.હવે ખુબ સારું છે-.દવા લાગુ પડી
છે
" વગેરે.એક ,બે ને પૂરા પાંચ વર્ષ .દરમિયાન પુત્ર અને પુત્રી પણ
ઇજનેરીમાં સ્નાતક થઇ ગયાં. યમરાજા આવવામાં હિચકિચાટ અનુભવતા હતા.તેમને કાળમુખા
કોરોનાનો આશરો લીધો.જોકે કોરોના તો સરલાબેનની ઢૂંકડે ન પહોંચી શક્યો પણ તેમની
સારવાર માટેના વિઘ્નોએ જીગ્નેશ સામે પડકાર મુક્યો.તો ય બીજા પાક્કા છ માસ
સરલાબેનનો દિપક પ્રગટેલો જ રહ્યો.
વાત 1975 આસપાસની છે.શુશીલભાઈને ગળાનું કેન્સર હતું.અમદાવાદથી આશરે પાંચસો
કી.મી ગ્રામ્ય વિસ્તારમાં. રહે.એ વખતે કેન્સર
માટેના સંશોધન અને દવાખાના પણ
ઓછા.શુશીલભાઈ શરૂમાં દર પંદર દિવસે ,પછી મહિને ને પછી
ત્રણ મહિને ચુક્યા વગર અમદાવાદ આવે .રેડિયોથેરપી ,શોક વગેરે સારવાર ચાલુ.. સ્વાસ્થ્ય એટલું મજબૂત રાખે કે
ત્યાંની સ્થાનિક કેન્સર સેવા સંસ્થા 'કેન્સર મટી શકે છે.' ના લોક પ્રચાર માટે તેમને 'રોલ મોડેલ' તરીકે લઇ જતા! પાક્કા પંદર વર્ષ
જીવ્યા.
લેખક મોહમ્મદ માંકડના સ્વમુખે સાંભળેલો
કિસ્સો છે. " મિત્ર અને ટૂંકી વાર્તાના સર્જક ડો.જયંત ખત્રીને કેન્સર છે તેવા સમાચાર મળ્યા એટલે ‘હું દોડ્યો,તેમના વતન માંડવી કચ્છ
તરફ .મનમાં હતું કે તેની સામે જતાં પગ ઉપડશે કે નહિ ? વાત કેમ શરુ કરીશ ? આશ્વાસન ક્યાં શબ્દોમાં
આપીશ ? .ગભરાતે પગલે તેમના દરવાજે ટકોરો માર્યો.જાતે
દરવાજો ખોલવા આવ્યા! મને જોઈ ,આશ્ચર્યચકિત થઇને ભેટ્યા.પછી તો સાવ સાદા ટોળટપ્પાંની
વાતો.મેં વાતવાતમાં થોડી રોગની ગંભીરતાને પરેજી-સારવારની પૂછપરછ કરી -તો હળવો
ઉત્તર ,' એ તો છીએ ત્યાં સુધી
જીવી લઈશું.'- ફરી ટોળટપ્પા ."
રાજકોટના એક નિવૃત્ત સનિષ્ઠ અને સહુના માનીતાં અધ્યાપિકા પણ મહાવ્યાધિ સાથે
લડતાં લડતાં પુરા પંદર વર્ષ જીવીને કહેતાં ગયાં કે ‘મારી શાળાના પ્રાંગણમાં જ મારાં અસ્થિ પર એક ગુલમહોર
રોપજો. હું દરરોજ તેમાં ફૂલ રૂપે સુવાસિત થતી રહીશ.’
અંગ્રેજી પુસ્તક Death be not Proud નો ગુજરાતીમાં 'મર્યુજય '
નામથી ભાવાર્થ થયો છે.જ્હોન ગંથર તેના 17 વર્ષના પુત્રની
મગજના ટ્યુમરની બીમારીની કથા આલેખે છે. જુનિયર જહોન, આખો પરિવાર અને શાળા જાણે જ છે તે ફક્ત દોઢ
વર્ષ જીવશે .ઘેર જ શાળા - પ્રયોગશાળા બનાવીને એને 500 દિવસ જીવી બતાવ્યા.
આ તો કેવળ સામે આવેલી ઘટનાઓ મૂકી છે. આપણી આસપાસ અનેક અનેક ગ્રસ્ત લોકો રોગ સામે લડતાં લડતાં જીવે છે
જયારે તંદુરસ્ત લોકો જીવન વેડફતા હોય ત્યારે જીવનની અનિશ્ચિતતા ની વચ્ચે જીવતા ઓને વંદન
કરવાનું મન થાય. માણસમાત્ર આળસ આવેશ ,ગ્રંથિઓ ,પૂર્વગ્રહો અને કેવળ મનોરંજન -મસ્તીમાંકલાકો,દિવસો ને વર્ષો વેડફે છે - વ્યય કરે છે ,ત્યારે માત્ર ને માત્ર સમય
જેને મળ્યો છે તે ભરપૂર જીવે છે.અમરત્વ પામે છે આજ આપણી છે ,જીવી લો. ના જીવતા સહુની પાસે શીખવાનું એટલું કે "
આજ ને તો જીવી લો ".અસ્તુ.
દિનેશ માંકડ ( 9427960979
)
અન્ય લેખ વાંચવામાટે
બ્લોગ પર ક્લિક કરો :
mankaddinesh.blogspot.com
No comments:
Post a Comment