આપણું ઓન ઓફ –પરીક્ષા દિનેશ માંકડ
સત્ય ઘટના -સંગીત શિક્ષક એ વિદ્યાર્થીઓ સૂચના આપી,"આવતી કાલે તમારી થિયરી ની પરીક્ષા છે.મેં તૈયાર કરાવેલી નોટ પરીક્ષામાં સાથે જ રાખજો ;ને જવાબ એમાંથી શોધીને લખજો નિરીક્ષક
મારા મિત્ર જ છે." સામે બેઠેલા નવ વર્ષ ના પાર્થે સવાલ કર્યો," સાહેબ તો એને પરીક્ષા કેમ કહેવાય ? " શિક્ષકનો પ્રત્યુત્તર -" બેસ છાનો માનો .તારે ન
લાવવી તો ન લાવજે ." જાહેર છે કે પાર્થ બેય રીતે અવ્વલ થયો.- નકલ વગર
પરીક્ષા આપી સૌથી વધુ ગુણ મેળવીને અને નીતિમત્તા માં સાહેબ થી આગળ નીકળી ગયો!
શામાટે ઓનલાઇન
પરીક્ષા ?-
યુગ બદલાયો છે. બધું બદલાતું જાય છે. શિક્ષણ
પદ્ધતિ અને પરીક્ષા પદ્ધતિ પણ બદલાય તે સ્વાભાવિક છે. અને બદલાવું પણ જોઈએ. પણ
વિશેષ કરીને એક સવાલ પરીક્ષા ના ઓનલાઇન થવા વિષે છે. કેમ ઓનલાઇન પરીક્ષા ? સરળતા ,ઝડપી પરિણામ ,પરિણામ ની વિશ્વસનીયતા વધારે. ડિજિટલ ઇન્ડિયા ની
સંકલ્પના ,ચોકસાઈ
વગેરે પરીક્ષા ઓનલાઇન લેવાના મજબૂત અને હકારાત્મક તો કારણો છે જ પણ એક યક્ષ
પ્રશ્ન એ છે કે શું ઓનલાઇન પરીક્ષા એ સાચા અર્થ માં પરીક્ષા ગણાય ખરી ??
સામાન્ય અર્થ અનુસાર 'ચોક્કસ હેતુ માટે અને પર્યાપ્ત જ્ઞાન પ્રાપ્તિ ની ચકાસણી
એટલે પરીક્ષા' સીધો સવાલ 'શું ઓનલાઇન
પરીક્ષા; પરીક્ષાના મૂળભૂત હેતુ ને ન્યાય આપે છે ખરી ? મૉટેભાગે ઓનલાઇન પરીક્ષામાં બહુ વિકલ્પ કે લઘુ ઉત્તર કસોટી નું પ્રાધાન્ય
હોવા નું. શું આટલા થી જ્ઞાન ચકાસણી પૂર્ણ રીતે થશે ખરી ? MCQ ની મર્યાદાઓ ની ચર્ચા અનેક રીતે થઇ છે
-થતી રહે છે .આ મંચ પર પણ તેની વિસ્તુત
વાતો થઇ છે અને જો પાયાનો
હેતુ ન સચવાય તો તે શું સ્વીકારવા -અપનાવવા યોગ્ય કહેવાય ખરી ?
બહુ વિકલ્પ કે લઘુ ઉત્તર કસોટી ક્યારેય
મૌલિકતા ને અભિવ્યક્ત કરતી નથી.અને પૂર્ણ
ગણા ચકાસણી તો મૌલિકતા માં જ છે.તે રીતે જોતા તો ઓનલાઇન પરીક્ષાથી તેજસ્વી તારલા
નહીં પણ ગોખણિયા ગાભાલાલ જ હાથ લાગે !
લાગે છે શાળા ,બોર્ડ કે પરીક્ષા આયોજકો
માટે પરીક્ષા માં પ્રશ્નપત્ર ની ગુણવત્તા કરતા આયોજન ની કસોટી નું પ્રાધાન્ય વધતું
જાય છે -પરીક્ષાનું માળખું ,વગેરે સમસ્યા
કરતા કેવી રીતે પરીક્ષા લેવી તે મુખ્ય વિષય બની ગયો છે. ઓન લાઈન પરીક્ષા નૂતન ભારત ની દેન છે -આવકાર્ય પણ છે ,પણ એ પરીક્ષા પદ્ધતિ નો શ્રેષ્ઠ વિકલ્પ કે પૂર્ણતા તો નથી
જ.પરીક્ષા ચોરી ,પેપર ફૂટવા ના ભયે જો ઓનલાઈન પરીક્ષા
વિચારાય તો ,તે યોગ્ય ઉકેલ નથી જ.આવતી
કાલે 'હેકર્સ' ના ભાવ વધશે અને બીજા અનેક રસ્તા શોધશે જે એ પરીક્ષાને પણ ફિયાસ્કો
બનાવશે.ભગવાને
સૌને વરદાન આપતા હતા -માણસ ઉપર બેસી ન
શકે એટલે ઊંટે ખૂંધ માગી.માણસે એવું કાઠું
બનાવ્યું કે એક ને બદલે બે માણસ ઉપર બેઠા .એક ખૂંધની આગળ ને બીજો પાછળ !! ઈશ્વર ની
અમુલખ ભેટ એવો માણસ દિન પ્રતિદિન એટલી હદે
મૂલ્યહીન થતો જાય છે કે ઘડીભર તો ભગવાન પણ વિચારતો થઇ જાય -;હરિના લોચનોયા
મેં ભીના દીઠાં ' એમ કવિ ગાઇ ઉઠે છે.
શિક્ષણ અને સ્પર્ધામાં પરીક્ષા અનિવાર્ય છે. પરીક્ષા જ ક્રમાંક ,ગુણવત્તા નક્કી કરી આપે
છે. પરીક્ષા નો કોઈ દેખીતો વિકલ્પ પણ નથી.-આ બધાં સત્ય છે.તો બીજી તરફ સરળતા થી ,હક્ક અને લાયકાત વગર મેળવી લેવાની માનવીય વૃત્તિ વધતી જાય છે. બીજી તરફ
ટેક્નોલોજી એ સાથ આપ્યો છે .એટલે હવે પરીક્ષા પરીક્ષા રહેતી જ નથી.-મોટી વિડંબના
છે .દરેક ક્ષેત્ર માં ઉચ્ચતા -ગુણવત્ત્તા
ને જ પ્રાધાન્ય હોવું જ જોઈએ.પણ મોટા સમૂહ
(Mass ) ને એના કરતા પોતાના સ્વાર્થ ને જ પ્રાધાન્ય છે.લાંબા ગાળે
કેટલું મોટું નુકસાન હોય છે તેનો વિચાર સમૂહ
ને હોતો જ નથી . પરીક્ષા ની આગલી રાતે દીકરા ને પેપર મળી જાય માટે દોડતા પિતાને
માટે કયો શબ્દ વાપરી શકાય તે કહી શકાતું નથી- તે પુત્ર આવતીકાલ સિદ્ધાંત હીન પુત્ર પાકે તો નવાઈ શી ? -"
પરીક્ષામાં નકલ કરી ને એનેસ્થેશિયા ના માપ લખી પાસ થયેલા દાક્તરે . ઓપરેશન ટેબલ પર પોતાની સુતેલી માતા
ને આપવાનો સાચો ડોઝ ખબર ન હોય તો ?? "પરીક્ષા તો પરીક્ષા
જ હોય .નિષ્ફળતા તો એક એવી સિદ્ધિ છે જે વ્યક્તિને પોતાની સમયસર ઓળખ કરાવે છે.
વર્તમાન સમય માં સમાજ નો અભિગમ વિજ્ઞાન -ગણિત તરફ વધતો જાય છે ,અને બહુ મોટો સમુદાય તેને કારકિર્દી સાથે જોડે છે.તબીબી
વિજ્ઞાન,ઇજનેરી વિદ્યા અને વાણિજ્ય એજ બહુધા શિક્ષણ ક્ષેત્રના પસંદગીના અંગ રહે છે
ને આ ક્ષેત્ર ને ઓનલાઇન પરીક્ષા સાથે વધુ ફાવટ આવશે તેવું સમજી લેવા માં આવે છે
.પણ આ ક્ષેત્રોમાં પણ જ્યાં મૌલિક વિચાર ,સંશોધન ને લાગે
વળગે ત્યાં સુધી તો ઓનલાઈન પરીક્ષા ઉપયોગી નથી જ .ભાષાના વિષયો માટે તો ઓનલાઇન
પરીક્ષા બિલકુલ બિનઉપયોગી છે -સંસ્કૃત નાટક ના કવિ માં ભારવી કે ભવભૂતિ નો વિકલ્પ
વિચારતા વિદ્યાર્થી માથું જ ખંજવાળતા રહે.કલાપીનો કેકારવ કે કલરવ માટે કાન
ખંજવાળવા માં પડી જાય !
શરદ ના તબીબીના છેલા વર્ષ ના વાયવા -(
સમીક્ષા કસોટી ) હતા .ખડ માં
પ્રવેશ્યો.સમીક્ષકો તે વખતે ચા પી રહયા હતા .તેમાના એક સમીક્ષકે શરદ ને સંબોધીને
પૂછ્યું," બોલ લોહી ની ચા ના કોઈ
ગ્રુપ ખરા ? " વિચિત્ર સવાલ થી શરદ અવાક
થયો .બીજા સમીક્ષક નો સવાલ ,"અહીં વાયવા માટે આવો છો કે મૂંગા રહેવા ? " ત્રીજા સમીક્ષકે કહ્યું,
" હવે
સવાલ રહેવા દો.આના જેવા આવશે તો સાંજ ની બસ ચુકાશે ને ઘેર મોડા પહોંચાશે
" -દિવસ -રાત ના ઉજાગરા કરી ,ખુબ જ તૈયારી કરી
આવેલા શરદ ના વાયવા પુરા !
સમીક્ષા વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવા
નું ઉત્તમ માધ્યમ છે કારણ કે તે આંખની સામે છે સમ ઇક્ષા છે. એમાંય જયારે
પરીક્ષા ઓનલાઇન યોજાય ત્યારે તો સર્વગ્રાહી મૂલ્યાંકન માટે સમીક્ષા અનિવાર્ય બની
જાય છે.અલબત્ત ઓન લાઈન પરીક્ષાની જેમ
સમીક્ષાની પણ ઘણી મર્યાદા ઓ છેજ પણ છતાં સમીક્ષા આવશ્યક તો છે જ. સમીક્ષા ની
કેટલીક વિશેષતા ઓ ધ્યાન ખેંચે તેવી છે.ખાસ તો સમીક્ષામાં મુક્ત આકાશ મળે. વિચારોની
અભિવ્યક્તિ ની પુરી તક મળે.મૌલિકતા ખીલે..વળી સમીક્ષાને કારણે જે તે વિષય નો
અભ્યાસ પણ વિસ્તુત રીતે કરવા ની ટેવ પડે. જ્ઞાન નું ઊંડાણ વધે.જીજ્ઞાશા વધે.માર્યાદિત પુસ્તકો થી બહાર જય
ને સંદર્ભ ગ્રંથો તરફ નજર જાય .અને તેમાંથી વિષય નિપુણતા વધે.-રુચિ વધે. સંશોધન ના
નવા દ્વાર ખુલે.કલા ક્ષેત્ર હોય તો નવા પ્રદાન મળે.
સમીક્ષા એક સાથે અનેક વિધ મૂલ્યાંકન કરી આપે છે. મૂળ વિષયક જ્ઞાન ની સાથે,લેખન કે વાચિક ક્ષમતા ,શૈલી ,પણ બતાવી દે છે.આત્મ વિશ્વાસ ,સમય પાલન ,કાર્ય નિષ્ઠા,ધીરજ જેવા ગુણો ની
કસોટી સમીક્ષા વડે સહજ પણે થઇ જાય છે.આમ જોવા જઈએ તો શિક્ષણ ની સાચી ભૂખ તો
સમીક્ષા જ સંતોષી શકે .એટલે સમીક્ષા તો ઓફલાઈન જ થાય .
અલબત્ત અગાઉ કહ્યું તેમ ઓફલાઈન સમીક્ષા ને ખુબ મોટી મર્યાદા ઓ પણ છે. વ્યક્તિ
લક્ષી માનવીય મર્યાદાઓ અને દુર્ગુણો ની સમીક્ષા પર સીધી અસર પડે છે. કેટલીય વાર
સમીક્ષક ,વિદ્યાર્થી કરતા વિષય પરત્વે કાચા પુરવાર
થાય.આજના વીજાણુ યુગ માં પળે પળે વિશ્વ બદલાય છે.આવતી ક્ષણે પ્રત્યેક ક્ષેત્ર નવા
આવિષ્કાર સાથે નું હશે .ત્યારે થોડોક પણ અજાગૃત સમીક્ષક વિદ્યાર્થીને મોટો અન્યાય
કરી બેસે. ગુરુ કરતા ચેલા સવાયા નહિ પણ સાતગણા થયા છે. ખુબ મોટો પડકાર છે..થોડા
સમય પહેલા ગુજરાતના એક જિલ્લા માં પ્રાથમિક શિક્ષકની ભરતી ની રૂબરૂ મુલાકાત ચાલતી
હતી.ઉમેદવાર પોતાની મોટી મોટી લાયકાતો અને સિદ્ધિઓ નું વર્ણન કરી ગયો.શિક્ષણ
સમિતિમાં વર્ષોથી ચીટકી બેઠેલા અંગુઠા છાપ પ્રમુખે સવાલ કર્યો ,'એ બધું તો ઠીક છે.મેટ્રિક ભણ્યા કે નહીં ?' સમીક્ષા માં વ્યક્તિ પૂર્વગ્રહો નડવા ની પુરી શક્યતા ઓ
રહેલી છે જ.' હું તને પરીક્ષા માં
જોઈ લઈશ .' આવી શિક્ષક ધમકીઓ શાળા કોલેજ માં અવારનવાર સંભળાઈ જાય છે.ઘણી વાર પક્ષપાત અને
મતભેદ ની સીધી અસર સમીક્ષા પર પડે જ. સમીક્ષાના પરિણામો વિલંબ માં જ આવે છે. એ પણ
આજના ઝડપી યુગ માં મર્યાદા તો ગણાય .
સંકલન એ જ સારો વિકલ્પ .ભલે પરીક્ષા ઓનલાઇન અને સમીક્ષા ઓફલાઈન થાય .પણ મુખ્ય
વાત સારા અને યોગ્ય મૂલ્યાંકન નો છે. બંને ને પોતાની વિશેષતા પણ અને મર્યાદાઓ પણ
છે જ.એટલે યોગ્ય સ્થળે યોગ્ય રીતે પરીક્ષા-સમીક્ષા મુકાય તે જ શ્રેષ્ઠ .
પણ અતિ આવશ્યક વાત મૂલ્યાંકન ના મૂલ્યાંકન ની છે.સાચું મુકયાંકન જો પ્રામાણિક
ન હોય તો તે ઓનલાઇન હોય કે ઓફલાઈન હોય,એ મૂલ્યાંકન છે જ
નહિ !મૂલ્યાંકન ની પદ્ધતિ કરતાં મૂલ્યાંકન ની નૈતિકતા નું મૂલ્ય વિશેષ છે,જે આજ ના નજીક ના સ્વાર્થવાળો સમાજ નથી સમજતો અને પરીક્ષા
ના આયોજકો માટે અનેકવિધ સમસ્યાઓ ઉભી થતી જાય છે.યોગ્ય ,ન્યાય પૂર્ણ અને તટસ્થ પરીક્ષા માટેના ગમે તેટલા પ્રયાસો થાય પણ ટૂંકું જોનારા
લાલચુ લોકોની મનોવૃત્તિ ન બદલાય ત્યાં સુધી આ પડકાર રહેવાનો જ.
ભાષા,વિજ્ઞાન ,ગણિત કે અન્ય વિષય ના અભ્યાસક્રમો માં સમયાનુસાર બદલાવ થતો રહે છે પણ એક
સમૂળગો વિષય જ ખૂટે છે તે તરફ તો ગંભીરતા
થી કોઈ જોતું નથી.અને તે વિષય એટલે માણસ
ને ચારિત્ર્યવાન બનાવવા નો 'મૂલ્ય શિક્ષણ '
નો. વિષય ,જેની અલગ વિષય ની જ આવશ્યકતા છે .કમનસીબે અન્ય વિષયોમાં પણ ચારિત્ર્ય વિષયક
વાતો નહિવત જ છે .પ્રાયોજિત કે સૈદ્ધાંતિક કસોટી ની કલ્પના જ કરવાની રહે.કદાચ સમાજની
મોટી મોટી સમસ્યાઓનું કારણ શાળા માં ન અપાતું ચારિત્ર્ય શિક્ષણ જ છે.વિષયોચિત વાત કરીએ તો નિરીક્ષક
વગર ના પરીક્ષા ખડ નો પ્રયોગ કે પરસ્પર મૂલ્યાંકન થી શરૂઆત કરી
શકાય .
વિદ્યાર્થી (માણસ ) જયારે ઓનલાઇન-ઓફલાઈન એક સરખો હશે ત્યારેજ સાચી
પરીક્ષા-સમીક્ષા થશે.શિક્ષણ નો પાયાનો મૂળભૂત હેતુ સિદ્ધ થશે.
No comments:
Post a Comment