ઉપનિષદો મા શિક્ષણ વિભાવના -લેખાંક -23
23. મહા જ્ઞાની -પરમ શિષ્ય –જનક
ઉત્તમ શાસક હોવું એ શ્રેષ્ઠ વાત છે પણ ઉત્તમ શાસક બનવા માટે
જો ઉત્તમ વિચાર અને ઉત્તમ જ્ઞાન આવશ્યક છે અને તો જ તે ઉત્તમ શાસક બની શકે.શાસનને
માર્ગદર્શન આપવા ઋષિમંડળ હોય એ કેટલી અદભુત વાત છે! ભારતીય સંસ્કૃતિ પાસે એવાં અનેક
ઉદાહરણ છે.રાજા હોય પણ તે ઋષિતુલ્ય હોય.વિશ્વમાં 'રાજર્ષિ ' શબ્દ એકલાં ભારતમાં જ હોઈ શકે.વિદેહરાજ જનક એમાં મોખરાનું નામ છે. જનકરાજાનો
દરબાર હંમેશ વિદ્વાનો અને ઋષિઓથી શોભતો હોય. બૃહદારણ્યક ઉપનિષદ અને શતપથ બ્રાહ્મણ
અનુસાર જનકની સભામાં યાજ્ઞવલ્કયઋષિ , સોમશ્રવા, અશ્વલ, જરાત્કારુપુત્ર આર્તભાગ, ભુજ્યુ,ઉષસ્તિ ચાક્રાયણ , ક્હોડ, આરુણિપુત્ર ઉદ્દાલક, શાકલ્ય અને
ગાર્ગીવાચક્નવી જેવાં જ્ઞાનીઓની સતત આવન જાવન રહેતી..શાસ્ત્રોકત ચર્ચાઓથી સદાય
દરબાર ગુંજતો રહે.સંસારમાં કોઈપણ જ્ઞાની કે જિજ્ઞાસુએ પોતાની જ્ઞાન પિપાસા પૂર્ણ કરવી
હોય તો અંતિમ ગંતવ્ય રાજા જનકનો દરબાર જ હોય.અનેક શાસ્ત્રોમાં જનક રાજાની
વિદ્વતાપૂર્ણ વાતો છે જ. આવા મહાન રાજર્ષિ વિષે લખતાં સહજમાં અનેક શિક્ષણ વિભાવનાઓ
પ્રગટ થઇ જાય.
ઉપનિષદમાં પણ અનેક સ્થળે જનકરાજાના અનેક વિદ્વાનો-ઋષિઓ સાથેના જ્ઞાનપૂર્ણ સંવાદ છે.બૃહદારણ્યક ઉપનિષદમાં વિશેષ છે. ઉપનિષદના ચોથા અધ્યાયમાં એ વિશેષ રુચિકર છે.રાજા જનક, મૂળે મહર્ષિ યાજ્ઞવલ્કયના શિષ્ય..વિદેહરાજ જનક સિંહાસન પર વિરાજમાન છે.મહર્ષિ પધાર્યા. જનકજીનો સવાલ ॐ जनको ह वैदेह आसां चक्रेऽथ ह याज्ञवल्क्य आवव्राज । तꣳहोवाच याज्ञवल्क्य किमर्थमचारीः पशूनिच्छन्नण्वन्तानित्युभयमेव
सम्राड् इति होवाच ॥ ‘ આપની ઉપસ્થિતિ
પશુ ઈચ્છા (ગુરુકુળ માટે સંપત્તિ ) માટેની છે કે સૂક્ષ્મ પ્રશ્નોની ઈચ્છા માટે ?’યાજ્ઞવલ્કયજીનો હક્કપૂર્ણ
ઉત્તર છે,-' બંને માટે ' અને પછી વિદ્વત ચર્ચા શરુ
થાય છે. જનકજીએ મહર્ષિ સામે પોતાની જીજ્ઞાસાની શરૂઆત કરી. जित्वा
शैलिनिर्वाग्वैब्रह्मेति । ' શિલીંનના પુત્ર શૈલીનીએ- જિત્વાએ-વાક્બ્રહ્મ
છે.-એમ કહ્યું છે.' યાજ્ઞવલ્કયજીએ ઉત્તર વાળ્યો. वागेवा यतनमाकाशः प्रतिष्ठा प्रज्ञेत्येनदुपासीत । ' વાણી જ બ્રહ્મનું શરીર
છે. અને આકાશ તેની પ્રતિષ્ઠા છે.' તેની પ્રજ્ઞા સમજીને ઉપાસના કરવી જોઈએ.' का
प्रज्ञता याज्ञवल्क्य । એવા જનકજીના પ્રશ્નના
ઉત્તરમાં મહર્ષિએ ખુબ વિસ્તૃત રીતે સમજાવ્યું. वागेव
सम्राड्इति होवाच वाचा वै सम्राड् बन्धुः प्रज्ञायत ऋग्वेदो यजुर्वेदःसामवेदोऽथर्वाङ्गिरस
इतिहासः पुराणं विद्या उपनिषदः श्लोकाःसूत्राण्यनुव्याख्यानानि व्याख्यानानीष्टꣳहुतमाशितंपायितमयंचलोकः परश्च लोकः
सर्वाणि च भूतानि वाचैव सर्वाणि च भूतानिवाचा एव सम्राट् प्रज्ञायन्ते वाग्वै
सम्राट् परमं ब्रह्म नैनंवाग्जहाति सर्वाण्येनं भूतान्यभिक्षरन्ति । देवो भूत्वा
देवानप्येति यएवं विद्वानेतदुपास्ते । हस्त्यृषभꣳसहस्रंददामीतिहोवाचजनको वैदेहः । स होवाच याज्ञवल्क्यः
पिता मेऽमन्यत नाननुशिष्यहरेतेति ॥ ‘વાંકશક્તિથી જ બંધુ
જ્ઞાન પ્રાપ્ત થાય.ઋગ્વેદ,યજુર્વેદ ,સામવેદ અને
અથર્વવેદનું જ્ઞાન થાય.છે.એ વાંકના માધ્યમથી ઇતિહાસ ,પુરાણથી માંડીને
યજ્ઞ,કર્મ,વ્યાખ્યાન વગેરે ઉપરાંત આ લોક,પરલોકનું જ્ઞાન થાય છે. હે સમ્રાટ, વાંક જ બ્રહ્મ છે.'
જનકને પ્રારંભિક તૃપ્તિ
થતાં તેમણે એક હજાર ગાયો આપવાની વાત કરી हस्त्यृषभꣳसहस्रंददामीतिहोवाचजनकोवैदेहः। પરંતુ યાજ્ઞવલ્કય તેનો ઇન્કાર કરીને જણાવે છે કે ‘ મારા પિતા માનતા કે શિષ્ય-જિજ્ઞાસુને પૂર્ણ જ્ઞાન આપ્યા વગર
દક્ષિણા સ્વીકારાય જ નહિ.’ होवाच याज्ञवल्क्यः पिता मेऽमन्यत
नाननुशिष्य हरेतेति ॥ શિક્ષણની આ ઉચ્ચ વિભાવના કેટલી મહાન છે .પૂર્ણ શિક્ષણ
-જ્ઞાન નહિ તો દક્ષિણા સ્વીકાર નહિ.
મહર્ષિ જાણતા હતા કે સામે બેઠેલા જિજ્ઞાસુ-પિપાસુની પાત્રતા કેટલી ઉચ્ચ છે.તેમણે જનકજીને સામેથી પ્રશ્ન કર્યો. यदेव ते कश्चिदब्रवीत् तच्छृणवामेत्यब्रवीन्मेबर्कुर्वार्ष्णश्चक्षुर्वै ब्रह्मेति । 'અત્યાર સુધી તમને અન્ય વિદ્વાનોએ બ્રહ્મ વિષે જે જણાવ્યું હોય તે કહો..’ઉત્તરમાં જનકજીએ શુલ્બ પુત્ર ઉદકે બ્રહ્મ પર સમજાવેલ વાત કરીને કહ્યું કે,’ પ્રાણ જ બ્રહ્મ છે.’ યાજ્ઞવલ્કયજીએ તેમને અટકાવતાં કહયું કે,‘ આટલું પૂરતું નથી.આ તો અપૂર્ણ શિક્ષણ છે. હકીકતમાં પ્રાણનું શરીર પ્રાણ જ છે,આકાશ તેની પ્રતિષ્ઠા છે.પ્રાણની કામનાથી -પ્રિયતાથી જ યજન ન કરવા યોગ્યથી યજ્ઞ કરાવવામાં આવે છે.દાન ન લેવા યોગ્યથી દાન મેળવાય છે. प्राण एव सम्राड् इति होवाच प्राणस्यवै सम्राट् कामायायाज्यं याजयत्यप्रतिगृह्यस्य प्रतिगृह्णात्यपितत्र वधाशङ्कं भवति यां दिशमेति प्राणस्यैव सम्राट् कामायप्राणो वै सम्राट् परमं ब्रह्म । नैनं प्राणो जहाति सर्वाण्येनंभूतान्यभिक्षरन्ति । देवो भूत्वा देवानप्येति य एवं विद्वानेतदुपास्ते । ‘હે રાજન ,.આ બધું પ્રાણ માટે જ થાય છે.પ્રાણ જ બ્રહ્મ છે , એવું સમજીને કાર્ય કરનારનો પ્રાણ કદી પરિત્યાગ કરતો નથી.સમસ્ત ભૂત એને ઉપહાર પ્રદાન કરે છે.એ વ્યક્તિ દેવતા બની તેમની વચ્ચે બેસે છે.’.જનકજીએ ફરી ગાયોની દક્ષિણા આપવાની ઈચ્છા વ્યક્ત કરી પણ અપૂર્ણ આપ્યાની અનુભૂતિમાં મહર્ષિએ ફરી ઇન્કાર કર્યો.
અને જનકજીને ફરી પ્રશ્ન કર્યો કે' હજુ કોઈ આચાર્ય પાસેથી પ્રાપ્ત કરેલ જ્ઞાનની વાત કરો' જનકજીએ ઉત્તર વાળ્યો .' મને બર્ક વાર્ષણિએ સમજાવ્યું કે-यदेव ते कश्चिदब्रवीत् तच्छृणवामेत्यब्रवीन्मेबर्कुर्वार्ष्णश्चक्षुर्वै ब्रह्मेति । ‘ ચક્ષુ એ જ બ્રહ્મ છે ' ફરી યાજ્ઞવલ્કયથી ન રહેવાયું.' એના વિના કશું જોઈ શકાતું નથી એટલે ચક્ષુ બ્રહ્મ છે તે યોગ્ય છે પણ આટલું જ જાણવું અપૂરતું જ છે.’ .चक्षुरेवाऽऽयतनमाकाशः प्रतिष्ठा सत्यमित्येतदुपासीत । कासत्यता याज्ञवल्क्य । चक्षुरेव सम्राड् इति होवाच चक्षुषा वैसम्राट् पश्यन्तमाहुरद्राक्षीरिति । स आहाद्राक्षमिति तत्सत्यं भवतिचक्षुर्वै सम्राट् परमं ब्रह्म नैनं चक्षुर्जहाति सर्वाण्येनंभूतान्यभिक्षरन्ति । देवो भूत्वा देवानप्येति य एवं विद्वानेतदुपास्ते । 'ચક્ષુનું આયતન ચક્ષુ જ છે.ચક્ષુને સ્વયં સત્ય છે એમ સમજીને જ તેની ઉપાસના કરવી જોઈએ કારણકે એ જે ( દૃશ્ય ) જુએ છે તે જ હોય છે -ચક્ષુ તેનો ( સ્થૂળ અને સૂક્ષ્મ દૃષ્ટિ ) ક્યારેય પરિત્યાગ કરતા નથી.સમસ્ત પ્રાણી પણ તેને અનુગત રહે તો દેવલોકને પામે છે.’
શિષ્યની વધુ પ્રાપ્તિની ઈચ્છા અને ગુરુની વિશેષ આપવાની
ઝંખના જયારે ટોચ પર હોય ત્યારે મા સરસ્વતીના કોઠે અસંખ્ય દીવડા પ્રગટે.મહર્ષિ
યાજ્ઞવલ્ક્યના પ્રશ્નો અને રાજા જનકના ઉત્તરો અવિરત ચાલતા રહ્યા.જનકજીને ભારદ્વાજ
ગોત્રીય ગર્દભીએ ‘શ્રોત્ર જ બ્રહ્મ છે.’.એમ બતાવ્યુ.यदेव ते कश्चिदब्रवीत्
तच्छृणवामेत्यब्रवीन्मे गर्दभीविपीतोभारद्वाजः श्रोत्रं वै ब्रह्मेति, સત્યકામ જાબાલાએ ‘મનને બ્રહ્મ ‘તરીકે વર્ણવ્યુંयदेव
ते कश्चिदब्रवीत् तच्छृणवामेत्यब्रवीन्मे सत्यकामो जाबालोमनो वै ब्रह्मेति.
વિદગ્ધ શાકલ્યે ‘ હૃદયને બ્રહ્મ’ તરીકે સ્થાપિત કર્યું..यदेव ते
कश्चिदब्रवीत् तच्छृणवामेत्यब्रवीन्मे विदग्धः शाकल्योहृदयं वै ब्रह्मेति યાજ્ઞવલ્કયજી જનકજી દ્વારા પ્રાપ્ત અપૂર્ણ જ્ઞાનની પૂર્તિ
કરતાં તેમને સમજાવ્યું કે,‘ શ્રોત્ર,મન કે હૃદય દરેક અવયવ
પોતે સ્વયં તેનું જ શરીર છે .આકાશ એની પ્રતિષ્ઠા છે. શ્રોત્રને અનંતરૂપ માનીને
ઉપાસના કરવી જોઈએ કારણકે, दिश एव सम्राड् इति होवाच
तस्माद्वैसम्राड् अपि यां काञ्च दिशं गच्छति नैवास्या अन्तं गच्छत्यनन्ताहि दिशो
दिशो वै सम्राट् श्रोत्रꣳश्रोत्रं
वै सम्राट् परमंब्रह्म । नैनꣳश्रोत्रंजहातिसर्वाण्येनंभूतान्यभिक्षरन्ति।‘ દિશાઓ અનંત છે.મન ને આનંદરૂપ સ્વીકારી ઉપાસના કરવી જોઈએ’ मन
एव सम्राड् इति होवाच मनसा वै सम्राट् स्त्रियमभिहार्यते तस्यांप्रतिरूपः पुत्रो
जायते स आनन्दो । मनो वै सम्राट् परमं ब्रह्म नैनंमनो जहाति सर्वाण्येनं
भूतान्यभिक्षरन्ति । ‘મન જ બધા આનંદનું કારણરૂપ છે.હૃદયહીન માણસ કશું કરી શકતો જ
નથી हृदयमेव सम्राड् इति होवाच हृदयं वैसम्राट् सर्वेषां भूतानामायतनꣳहृदयंवैसम्राट्, सर्वेषांभूतानां
प्रतिष्ठा हृदये ह्येव सम्राट् सर्वाणि भूतानि प्रतिष्ठितानिभवन्ति हृदयं वै
सम्राट् परमं ब्रह्म नैनꣳहृदयंजहाति
सर्वाण्येनं भूतान्यभिक्षरन्ति । ‘ તેથી હૃદયને જ બ્રહ્મ માનીતેની
ઉપાસના કરવી જોઈએ.’
વિદેહરાજ જનક અને મહર્ષિ યાજ્ઞવલ્કય -બંનેને હવે જ્ઞાનની પરિતૃપ્તિના ઓડકારની અનુભૂતિ થતી હતી. રાજા જનક પોતાના આસનથી ઉઠીને जनको ह वैदेहः कूर्चादुपावसर्पन्नुवाच नमस्तेऽस्तु याज्ञवल्क्यानुमा शाधीति । નતમસ્તક પ્રણામ કરીને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે.પાત્રતાની કદર સમજનારા મહર્ષિ પણ કહે છે,' હે રાજન,દૂરની યાત્રા કરવા માટે જેમ વહાણ કે રથનો આશરો લેવો પડે તેમ તમે પણ ઉપનિષદોના અધ્યયનથી -વિદ્વાનોના સંવાદોથી સમાહિત આત્મા બની ગયાછો.’ स होवाच यथा वै सम्राण् महान्तमध्वानमेष्यन्रथंवा नावं वा समाददीतैवमेवैताभिरुपनिषद्भिः समाहितात्माऽस्यसिएवं वृन्दारक आढ्यः सन्नधीतवेद उक्तोपनिषत्क इतो विमुच्यमानःक्व गमिष्यसीति । नाहं तद् भगवन् वेद यत्र गमिष्यामीत्यथ वैतेऽहं तद्वक्ष्यामि यत्र गमिष्यसीति । ब्रवीतु भगवानिति ॥ આટલું કહીને યાજ્ઞવલ્કય તેમને દૂરંદેશીતા વિષે માર્ગદર્શન કરે છે.
આ દિવ્ય સંવાદનો ઉપસંહાર પણ કેટલો દિવ્ય છે! જયારે
યાજ્ઞવલ્કયએ કહ્યુકે ,’ આપ અવશ્ય અભય જ થઇ ગયા છો.’-તેના
પ્રત્યુત્તરમાં જનકજીએ પણ કૃતજ્ઞતા વ્યક્ત કરી. अभयं
वै जनक प्राप्तोऽसीतिहोवाच याज्ञवल्क्यः । स होवाच जनको वैदेहोऽभयं त्वा
गच्छताद्याज्ञवल्क्य यो नो भगवन्न् अभयं वेदयसे नमस्तेऽस्त्विमे विदेहा अयमहमस्मि ॥હે યાજ્ઞવલ્કયજી,આપે જ અભય બ્રહ્મજ્ઞાન કરાવ્યું છે.તેથી આપ પણ અભય બનો.આ
વિદેહદેશ અને હું ( જનક ) આપના અનુગામી છીએ.'
મહર્ષિ યાજ્ઞવલ્કય અને વિદેહરાજ જનકનો આ અમૃત સંવાદ તો રત્નાકરમાંથી કરેલાં એકાદ આચમન જેટલો જ છે.બૃહદારણ્યક ઉપનિષદ ઉપરાંત અન્ય ઉપનિષદોમાં રાજર્ષિ એવા જનકના યાજ્ઞવલ્કયજી અને બીજા અનેક વિદ્વાનો અને જિજ્ઞાસુ સાથેના અમૂલ્ય ચર્ચા- સંવાદના અમૂલ્ય ખજાના ભર્યા છે.પરમોચ્ચ ગુરુ -શિષ્યનું આવી અજોડ જોડી ભાગ્યેજ જોવા મળે તેમ છે.
No comments:
Post a Comment