Readers

Friday, May 29, 2020

વીતક વ્યથા ,વડીલ ની


વિતક વ્યથા વડીલ ની
" અમે તારું શું બગાડ્યું છે ? "
            સિત્તેર વર્ષના શાંતિલાલ રોજ સાત કિલોમીટર સાઈકલિંગ કરતા હતા.બોતેરના બાબુલાલ ની તો તરણહોજ માં રોજ  બાવીસ છલાંગ હોય.મનમોજી મગનલાલ મચકોડાતાં પગ થી યે મોર્નિંગ વોક તો કરે જ.પણ હે ,કાળમુખા કોરોના અમે તારું શું બગાડ્યું કે અમને ચોવીસે કલાક ઘરની દીવાલોમાં  ગોંધી દીધા.અમને ઘર જરૂર ગમે છે ,પણ કલાક બે કલાક બાંકડા પાર્ટીમાં બેસીને અમે અવનવા આંતર રાષ્ટ્રીય પ્રશ્નોના નિરાકરણ  શોધી લેતા હતા તેનું તને પેટમાં કેમ દુખ્યું ? ગઈકાલે શશીકાંત નો ફોન આવ્યો,' ઘરમાં બનાવેલું શિખંડ ખાધું ને જરા ગળું બેસી ગયું તો બધા પાડોશી પાછળ પડી ગયા કે ટેસ્ટ કરાવો.' અમૃતલાલે ટેસ્ટ કરાવ્યો .ચાર દિવસે આવ્યો તો નેગેટિવ ,પણ ત્યાંસુધી બધાં તેનાથી દૂર જ ભાગતાં રહયાં.
          તારી ક્રૂરતા ની પણ હદ નથી.રામાયણ ના ભરતમિલાપ ને જીવન માં ઉતારી ને પરસ્પર ગળે લાગતા અમે.બાળકને છાતી સરસાં  ચાંપતી માતાનો આ દેશ છે.અને એમાં તે સામાજિક અંતર નું ભૂત ગાલીને માણસ ને માણસ થી દૂર કરી નાખ્યો છે.ત્રણસો પાંસઠ
            રોજ સાંજે બગીચાના બાંકડે અમે વીસ બાવીસ જણા કલાક બે કલાક મળીએ ને દિવસ આખા નો થાક ઉતારી લઈએ.ગામ ગપાટા મારીને હળવા થઈએ.એકાદ દિવસ કોઈ એકાદ જણ ન આવે તો અમારા સહુનો જીવ ઊંચો થઇ જાય.આ તો તે પુરા બે મહિનાથી અમને અળગા કરી નાખ્યા છે તેનું તને મહાપાપ લાગશે જ
        મણિલાલ તો ક્યારના વીલ બનાવવા વકીલ શોધે છે. શાંતિલાલ તો ભયમાં ક્યારેક બી.પી. ગોળી પણ ભૂલી જાય છે.ટીવી ના  સમાચાર નિયમિત જોવાનો શોખીન શશીકાંત હવે ટીવી ખોલતાં જ આંકડા જોઈને ડરવા લાગ્યો છે.
        ચાર વર્ષ નો પૌત્ર ચિન્ટુ તો રોજ અકળાય છે ." દાદાજી , તેમે  એકેય દિવસ બહાર નથી જતા તો મારો નવો ફુગ્ગો નથી આવતો"  દોહિત્ર  દિકુનો ફોન આવેલો કે , નાનાજી ,મમ્મી કહેતી હતી કે તમે જન્મદિવસ ઉજવવા અમને બોલાવવાના નથી તો કેક તો મોકલશો ને ? " ઘરમાં લૂ-ગરમી માં અમારું શરીર જરાક તપે તોસહુ ઊંચાં નીચાણ થઇ જાય છે.તાણ માં આવી જાય છે.આ બધા ના નિસાસા તને ચોક્કસ ચારગણા લાગશે.
            કાળોતરા કોરોના તું તો કાચીંડાથી એ ભૂંડો નીકળ્યો.તું ક્યારે અને કેવાં લખણ બતાવશે તેની દુનિયા માં કોઈને ય ખબર પડતી નથી.ને ક્યારેક તો ઓચિંતો એવો આવે કે માણસ ને જીવ બચાવવાની તક પણ ણ આપે.તારા આ કારતુંતે  તો  યમરાજને ય વિચારતા કરી દીધા છે.અમારા એક પૂરાં માં 'રક્ત બીજ ' નામના રાક્ષસ ની વાત આવે છે .તેના ટીપા માંથી બીજો રાક્ષસ ઉભો થાય .તું ય આ કળિયુગ નો રક્તબીજ જ છે.એક ને પકડે તો સમજ્યા પણ તું કો એક સાથે અનેક નિર્દોષ ને અજાણ ને ભરડા માં લે છે.પણ યાદ રાખ ,અમે માણસ છીએ.-કદી  હારતા નથી.તને નાથી ને જ . રહેશું.અમે ભલભલા ને બહુ પાયા છે.એટલે તારી શી વિસાત .ઠીક છે ,થોડી નાની નાની અગત્યની ટેવો પાડીશું.જૂની ભુલાઈ ગાયેલી આદતોને ગંભીરતાથી લેશું.અમારી પાસે હિમ્મત છે ,બળ છે. નીડરતા છે તને એવો તો પાઠ ભણાવીશું કે ફરી કદી આવવાનું નામ નહિ લે.અમે માણસ છીએ માણસ .તારા થી ગાઠ્યાં જઈએ તેમ નથી .યાદ રાખ તું અમારું બગાડીશ તો અમે તને  જડમુળ થી જ કાઢીશું.-કાઢી ને જ રહીશું.ભાગ કોરોના ભાગ
દિનેશ માંકડ -૯૪૨૭૯૬૦૯૭૯
અન્ય લેખ વાંચવા માટે
બ્લોગ :mankaddinesh.blogspot.com

Tuesday, May 19, 2020

હું આવું છું ને , લેતો લાવું છું.—Mission One Thousand NRG યુવાન નો પિતાને પત્ર



                                      
                                     હું   આવું છું ને , લેતો  લાવું છું.—Mission One Thousand
                                                            NRG  યુવાન નો પિતાને પત્ર     
      પૂજ્ય પપ્પા ,                                     

            ફાઈનલી હું આવું છું .મેં ભારત માં જ સેટ થવાનું નક્કી કરી લીધું છે. ગઈકાલે કનેક્ટિવિટી ઓછી હતી એટલે વિસ્તારથી પત્ર લખું છું .
        કોરોના એ વિશ્વને હલાવી નાખ્યું છે.અને વાસ્તવિકતા બતાવી દીધી છે.હવે ખબર પડે છે કે પૈસા અને મહત્ત્વાકાન્ક્ષા કરતાં આપણું જીવન વિશેષ મહત્વ નું છે.. હું અને મારા જેવા અનેક અનેક, થોડા ઘણા વધુ રૂપિયા મળે એટલે સ્વદેશ છોડીને અહીં વિદેશ સ્થાયી થયા .થોડા રૂપિયા વધુ મળ્યા પણ બદલા માં ખુબ ઘણું ગુમાવીએ છીએ અમે..હું નાનો હતો ને જરા માથું દુખે કે મમ્મી બધું કામ મૂકી માથું દબાવવા બેસી જાય.મારુ શરીર જરાક ગરમ થાય તો તમે મધરાતે દવાની દુકાને પહોંચી જતા ને અહીં તો બીજાની તો ઠીક, ઘરના ની એ જરા સરખી ભાળ લેવાની કોઈએ પડી નથી હોતી.કોરોના એ આ બધું પ્રત્યક્ષ બતાવ્યું છે.મોંઘીદાટ તબીબી સેવા ને રઝળતા -મરતા દર્દી ઓ ને જોઈને થાય કે  લાગણી કે માણસાઈ તો મારા દેશ ની.જ.

          હવે મૂળ વાત પર આવું. હવે મને હકીકત સમજાય છે.'ભારત માં આપણી કદર નથી  પૈસા નથી.' એવું સમજી ને મારા જેવા અનેક વિદેશ જાય છે.ખરેખર ,સરવાળે શું મેળવે છે ? મારી જ વાત કરું. ગયા વર્ષે એક વાર બહેન ના લગ્ન માં ને પછી તમારા હૃદય ની 'બાય પાસ સર્જરી'  માટે એમ બે વાર ભારત આવ્યો.આગલા પાંચ વર્ષમાં જે કમાયો તે વપરાઈ ગયું.શું મળ્યું હાથ માં ? બદલામાં તમને ને મમ્મી ને  પડતી અગવડો માટે  એકલો બેઠો પસ્તાવો કરું તે નુકસાન માં.
         પપ્પા સાચું કહું ? હવે પરિસ્થિતિ એવી બદલાઈ છે કે અહીંના લોકો ,અન્ય દેશના લોકો ને જુદી જ નજરે જુએ છે.આ દેશ હવે ચોક્કસ આર્થિક પાયમાલીમાં મુકાયો છે.હવે પગાર કેટલો આપશે તે ખબર નથી .
આપણા ભારત પાસે બધું જ છે.ખાસ તો આપણા દેશનું કૌશલ્ય પૂર્ણ યુવાધન અને વિસ્તૃત બજાર પણ છે. આંતરરાષ્ટ્રીય રીતે ભારતનો રૂપિયો થોડો નબળો છે ને તેથી યુવાનો બહાર જવા લલચાય છે.પણ એક વખત જો ભારત ગુણવત્તા પૂર્ણ ઉત્પાદન વધારી દે-.યુવાન પોતાનું કૌશલ્ય દેશ માટે સમર્પિત કરે તો આ જ ભારત દુનિયાના દેશોમાં સૌથી સમૃદ્ધ હશે.એમાં કોઈ શંકા જ નથી.અત્યારે પણ દુનિયાના કેટલાય દેશોમાં ભારતીય યુવાન જ  વિશ્વ પ્રતિષ્ઠિત કંપનીઓ ને આગળ લઇ જાય છે.
             પપ્પા ,હવે સમજાય છે કે બહારના રેસ્ટોરન્ટના  કહેવાતા બે સ્વાદિષ્ટ પીઝા કરતાં મા   ના હાથનો અડધો રોટલો વધુ પૌષ્ટિક હોય છે.અને એમા થી મળેલી  તાકાત થી  બળવાન  થઈને પોતે તો સમૃદ્ધ થવાય પણ બીજા સો -બસો દેશવાસીઓને પણ  આર્થિક સદ્ધર બનાવી શકાય. તમે જ કહેતા હતા કે ,આપણા દેશ પાસે આપણો સાંસ્કૃતિક વારસો,આપણી પ્રામાણિકતા ,સચ્ચાઈ ,બુદ્ધિમતા ,વ્યવહાર કુશળતા તો વિશ્વના બધા દેશો કરતાં અનેક ગણી છે.અને આ બધી વાત તો આપણા માટે બોનસ રૂપ છે.
              ફાઈનલી ,પપ્પા કાલે રાતે  ખુબ મંથન કરી ને મેં ભારત માં જ સ્થાયી થવા નિર્ણય કર્યો છે.આજે સવારે તો મારા બોસ સાથે વાત કરી.તમને નવાઈ લાગશે કે એને પણ ભારતમાં રોકાણ કરવા રસ છે.જો હું ઉત્પાદન કરવા તૈયારી બતાવું તો તે કાચો માલ { રો મટીરીયલ } ભારત મોકલવા તૈયાર છે ! એટલે થોડા જ દિવસ મા બધું નક્કી કરી લઈશ .તમને ખાસ જણાવવા નું કે તેમે બાલુકાકા ને મળી ઔદ્યોગિક વિસ્તારમાં એકાદ શેડ લેવાની તપાસ પુરી કરી રાખજો.
         પપ્પાજી ,ભારતની 'આત્મનિર્ભર 'બનાવવાની જ્યારથી વાત શરુ થઇ છે ત્યારથી અહીં મારા અનેક મિત્રોમાં પણ ભારત આવી, સ્થિર થવી ચર્ચા ચાલી છે. રામુકાકા નો શૈલેષ 'નાસા' માં છે  અને  આપણા જ પાડોશી કમલેશના આઠ ભાઈબંધો પણ 'ગુગલ' માં છે  વળી 'માઈક્રો સોફ્ટ 'ના પ્રોજેક્ટ્સ માં તો સેંકડો ગુજરાતી છે.ખાસ વાત તો એ કે મેં અને કમલેશે તો MIssion One Thousand પ્લાન પણ કરી લીધો છે.અમે શક્ય તેટલા ગુજરાતી ઓ નો સંપર્ક કરીને એ બધા ને ભારતમાં સ્થાયી થવા સમ્જાવીશુ જ.
            આપણા દેશમાં અનેક ક્ષેત્રમાં સ્કોપ પણ ઘણા છે જ. મારા જેવા યુવાનોએ થોડું દૂરનું  ઓછું વિચાર્યું ને થોડી સાહસિકતા ન દાખવી અને થયા વિદેશ ભેગા.પણ હવે   જાગ્યા ત્યાંથી  સવાર.હવે તો પોતાના ઉજ્જવળ ભવિષ્ય સાથે મમ્મી સાથે રહીને 'માતૃભક્તિ ' અને દેશમાં રહીને 'દેશભક્તિ ' બેવડી સેવાનો લાભ મળશે.આશા રાખું છું કે તમને મારો વિચાર ગમ્યો જ હશે.મારા ત્યાં આવવાથી તમારા અનેક અનેક ટેંશન ઘટી જશે અને મમ્મી નું તો  મારા વિચાર થી 'શેર' લોહી વધી જશે. તેને કહેજો લાપસી ના ફાડા  તૈયાર રાખે .
 લિખિતંગ .વહેલી તકે આપણા ઘરના દરવાજે ટકોરો મારવા તત્પર દીપેશ .
પત્ર લેખન દિનેશ માંકડ  --૯૪૨૭૯૬૦૯૭૯
અન્ય લેખ વાંચવા બ્લોગ :mankaddinesh.blogspot.com








                                                            

Sunday, May 10, 2020

ઉત્સવ ઉત્સવ -દિવસ ૩૬૫


                                      ઉત્સવ ઉત્સવ -દિવસ ૩૬૫
             આજે વિશ્વ માતૃદિવસ છે.ઘણા સમય પહેલાં વાંચેલી એક લઘુકથાનો ભાવાનુવાદ આવો કૈક છે.અતિ સંપન્ન પુત્ર ને માતાનો પંચોતેરમૉ જન્મદિવસ ,અતિ ભવ્ય રીતે ઉજવવાનો વિચાર આવ્યો.શહેરના ખુબ ઘણા લોકોને નિમંત્રણ અપાયાં .તેમાં પણ અનેક મહાનુભાવો પણ ખરા.ખાસ બનાવેલાં  સિંહાસનમાં માતા ને બેસાડ્યાં .મોટો રંગારંગ કાર્યક્રમ યોજાયો.માતૃભક્તિના ગીતો નો જીવંત કાર્યક્રમ .ભવ્ય રાત્રિભોજન .પુત્ર સહીત પરિવારના સૌ પોતાનાં નિમંત્રેલા ને આવકારવામાં અને આતિથ્ય સત્કાર માં વ્યસ્ત હતાં છેક મોડી રાત્રે કાર્યક્રમ પૂરો થયો.સહુ થાકીને પોતાના ખંડ ભણી ગયાં .પુત્ર માતાના ખંડ માં આવ્યો." મા, તું જમી ? "- માતા એ પ્રત્યુત્તર  વાળ્યો ," ના , બેટા તમે બધાં ખુબ વ્યસ્ત હતાં એટલે રહી ગયું.હવે  રહેવા દે .રાત્રે બે વાગ્યા છે .તું ય થાક્યો છે, .જઈ ને સુઈ જા. "
             એક ગુજરાતી યુવાન પાસે  તેના સ્વમુખે  સાંભળેલી સત્યઘટના છે. -અમેરિકન કન્યા સાથે પરણીને પોતે ત્યાં જ સ્થાઈ થયેલો.બંને અલગ અલગ કંપની માં નોકરી કરે .એક દિવસ અચાનક  કંપનીમાં તેમને ફોન આવ્યો ,'તમારાં સાસુજી સ્વર્ગવાસી થયાં છે ' ભાવના પ્રધાન ગુજ્જુ મૂંઝાયો કે માતાના અવસાન ના સમાચાર પત્ની ને કેમ આપવા ? થર થર ધ્રુજતા હાથે તેને પત્નીને ફોન કર્યો.સાંત્વના ની લાંબી પ્રસ્તાવના બાંધીને તેને રડમસ અવાજે સમાચાર આપ્યા.તેની મોટાં ડૂસકાં સાથે પ્રત્યુત્તરની ધારણા સાવ ખોટી ઠરી ." ખુબ ખોટું થયું.મારો પ્રોજેક્ટ હું છોડી નહિ શકું.સ્મશાન નો ફોન જોડીને તેમની અંતિમ ક્રિયાની ગોઠવણ કરી દો "
     'માતૃ દેવો ભવ;'- માતા જ દેવ ,ઈશ્વર છે. એવું સ્પષ્ટ દૃઢપણે  માનનાર ભારતભૂમિ પર આપણે જન્મ લીધો છે. પશ્ચિમ ના દેશો પાસે નથી તેવા અનેક વૈભવશાળી ખજાના આપણી પાસે છે. પરિવાર અને લાગણી પૂર્ણ સબંધો ,ભારતીય સંસ્કૃતિ નો પાયો છે.એટલે 'માતૃદિવસ ' ઉજવાય જરૂર .પણ ક્યાં ઉજવાય ? જ્યાં વર્ષ ને વચલે દહાડે માતા પિતા ને મળવા માટે જવાતું હોય ત્યાં. અહીં તો પ્રત્યેક પરિવાર માં ૩૬૫ દિવસ 'માતૃદિવસ ' જ હોય.અનુકરણ કરીએ તો ભલે કરીએ ,પણ અક્કલ વાપરી ને.
    વળી એક સવાલ આવ્યો ?  'જગતની સૌથી સમૃદ્ધ અને દાનવીર વ્યક્તિ કોણ ? ' ઉત્તર સરળ જ છે.-માતા .આપણા જન્મ થી માંડી ને અનેક વર્ષો સુધી કેવળ આપ્યે જ રાખ્યું.-આપ્યે જ રાખ્યું. પોતે ઘસાઈને આપ્યે રાખ્યું.કશી યે અપેક્ષા વિના આપ્યે રાખ્યું.      
            છતાં  આજ ના દિવસે  માતા ને શું આપીશું ? જગ ધનાઢ્ય ને આપણે શું આપી શકીએ ? જી હા ,ઘણું આપી શકીએ .એણે આપણને આપેલું છે તેમાંથી થોડુંક એને જ પરત કરીએ.તેને આપીએ  સન્માન ,સ્વમાન અને સમય .અને ઉજવીએ ૩૬૫ દિવસ 'માતૃદિવસ '
     દિનેશ માંકડ   મોં. ૯૪૨૭૯૬૦૯૭૯
અન્ય લેખ વાંચવા બ્લોગ;  mankaddinesh.blogspot.com

Wednesday, May 6, 2020

खोज, ग्यारहवीं दिशा की |


                                                     खोज,  ग्यारहवीं दिशा की |
             यह विचार उन युवाओ को समर्पित है ,जो नई सोच रखते है | उन माता -पिताको समर्पित है जो अपने बच्चो के लिए बहोत बड़ी उम्मीदे रखते है |  इलेक्ट्रिकल इंजीनियरिंग  पदवी पा कर २२ साल का भतीजा हैरत मिलने आया | 'चाचाजी  आपके आर्शीवाद चाहिए | " मैंने पूछा ,'अब क्या करने वाले हो ?' बिना उत्तर दिए वह चला गया | पंद्रह दिन बाद फिर से आया | हाथमे छोटा सा 'डिवाइस ' था | बिना कुछ बोले  स्विच बोर्ड खोला ,डिवाइस लगाया |  स्विच ओन किया और बोला, 'चाचाजी ,यह मैंने बनाया है|  आपने ही कहा था की  रात को  ए.सी  की वजह से खंड के बदलते  तापमान से आपकी नींद ख़राब होती है |  मैंने सोचा ,आपकी समस्या कैसे हल हो सकती है ? दिमाग लगाया |  मेरा बनाया हुआ यह डिवाइस  आपके ऐ.सी. और पंखे को स्वयं सचालित ही पूरी रात चलाएगा और आपके खंड का तापमान समतोल रखेगा | "   
           कोरोना वायरस ने पूरी दुनिया को हिला दिया है | विश्व के सभी देश अपने देशवासी की जान बचने की कोशिश में है | जब तक इस वायरस की वेक्सीन नहीं आएगी तब तक ऐसा ही चलता रहेगा | स्थिति नाजुक है  |  चिंता करने जैसी है | फिर भी सत्य तो यही है की जो बात हमारे बस में नहीं है ,हम  सब सिर्फ इसके ही बारे में कितने समय तक सोचते रहेंगे  ? मानव मात्र -विज्ञानी ,तबीबों सब  अपनी तरफ से हो सके  इतना सामना कर रहे है | करते ही रहेंगे |
         आओ ,जरा हट कर कुछ और सोचे | हकीकत तो यह है की सारे संसार में सभी समीकरण बदले है ,बदलते रहेंगे खास करके आर्थिक मोर्चो  पर तो पूरा परिवर्तन हो जायगा | किसीने भी  सोचा नहीं होगा, दुनिया के बड़ो देशो की भी ऐसी स्थिति आएगी |
        अब हम अपने देश की बात करे | देश में  संक्रमित लोग कितने ?  देशकी कुल आबादी के १ {एक } प्रतिशत से भी कम | बाकी के ९९ प्रतिशत क्या कर रहे है ?  क्या  वे सब कुछ नया सोच रहे है ?  खास कर के भारतमे तो ६० प्रतिशत से ज्यादा युवा वर्ग है | 
     उसके पास तो अधिक सोच की आशा रख सकते  है न ?  'आवश्यकता ही आविष्कार की जननी है| ' कोरोना की वजह से हमारे ही देश में सस्ता वेंटिलेटर बना | टेस्टिंग किट बनी | शायद वेक्सीन भी बन जाय तो आश्चर्य नहीं होना चाहिए |   हमारे देश के पास क्या नहीं है ? जिसका कुछ करना है उसके सामने सभी रस्ते  खुद स्वयं खुल जाते है | नाविक का बेटा विश्व का बड़ा मिसाइल मेन बन सकता है|  छोटे से गांव का लड़का देशका बड़ा कार्यभार संभाल सकता है | अनेक अनेक उदाहरण हमारे सामने है |  आने वाली दिक्कतों को शस्त्र-हथियार -साधन बनाकर ,आगे बढ़ना है| इसमें से नए रास्तेकी खोज करनी है|
        पूरा विश्व संकट में है| अब सिर्फ अधिक मात्रा में पैसे कमाने का दुनिया का रास्ता भी पुरे संकट में पड़ गया है | यही सब से अच्छा अवसर है कुछ कर दिखाने का | नए आविष्कार का | नए प्रकल्प सोचने का | जितनी आपत्ति गहरी उतनी बाहर निकलने की हमारी ताकत ज्यादा | बार बार जापान का उदाहरण दिया जाता है | विश्वयुद्ध में पूरा तबाह हुआ जापान जल्द ही अधिक क्षमत्ता से बाहर निकला| क्या भारत के युवा भी आयी हुई इस  मुसीबतमे से कुछ सीखेंगे क्या ? तक को उठा लेंगे ?  रात जितनी अँधेरी होगी ,सुबह उतनी ही रंगीन होगी | संघर्ष का दूसरा नाम ही सिद्धि है | जितना संघष ज्यादा ,उतनी ज्यादा सफलता |
       बड़े बड़े महापुरुष कह भी गए है |- कर भी गए है |  तो हम क्यों नहीं कर सकते ?  कई बाते मुश्किल होती है ,मगर असंभव नहीं होती | करने की -कर दिखाने की हमारी इच्छा शक्ति कितनी प्रबल है ,इस पर हमारी सफलता का पूरा आधार है |
         ज़रासोचिए | संसार में आबादी में दूसरा देश भारत -१३० करोड़ मे से सो में भाग सिर्फ एक प्रतिशत युवा वर्ग औसत एक करोड़ युवा मित्रो कुछ नया सोचे |  नया करने का निश्चय करे |  कहाँ पहुंचे हमारा  देश ? और हम खुद भी |अब तक सोचने बहोत वख्त निकाला | और करने इससे अच्छा समय कोई नहीं | तो फिर देर किसकी ?
        एक बार निश्चय पूर्वक कुछ नया करने का सोचना शुरू करेंगे तो -सभी कहावते सच्चे अर्थ में सच्ची होगी -' हिम्मते मर्दा तो मददे खुदा '- ' સિદ્ધિ  તેને જઈ વરે,જે પરસેવે નહાય '—‘ Fortune favours those who are Brave. ‘
       तत्त्व चिंतक पावेज़ कहते है ,'जगत में सबसे अधिक एक मात्र आनंद  है -कुछ आरम्भ करने का |'
चलो ,शुरू करे | उठाएं कदम ग्याहरवी दिशाकी खोज की और - माँ भारती को विश्व गुरु बनाने की और |
दिनेश मांकड़  --९४२७९६०९७९
अधिक लेख  पढ़ने के लिए ;
ब्लॉग –mankaddinesh.blogspot.com