યાત્રા-3 કિશોર અવસ્થાનો કલશોર
પ્રાથમિક શિક્ષણ પૂરું. ભુજમાં એ વખતે ખુબ ઓછી માધ્યમિક શાળાઓ સૌથી જૂની અને
નામાંકિત ઓલ્ફ્રેડ હાઈસ્કૂલમાં પ્રવેશ .શનિવારની સમૂહ પ્રાર્થનામાં વિશાળ પ્રાર્થના
ખંડમાં ઊર્મિલ ભાઈ શુક્લનું ગયેલું 'તોરા મન દર્પણ કહેલાયે'-ગીત આજે પણ કાનમાં ગુંજે છે એન.સી.સી
માં નામ નોંધાવ્યું પરેડ પણ શરુ
થઇ .રાયફલ શૂટિંગ શીખવાનો દિવસ આવ્યો .બે કલાક તડકે તપ્યા ને આવ્યા ચક્કર ! હોઠ-નાક
છોલાયાં .સીધા સરકારી દવાખાને .ડ્રેસિંગ થયાં ને ઘેર એન
સીસી માંથી નામ નીકળી ગયું .સૈનિકસેવા ના
ઓરતા અધૂરા રહીગયા !
આઠમું ધોરણ તો સાવ અદકેરું જ રહ્યું
.પિતાશ્રીની બદલી થઇ ને નલિયા -અબડાસા .પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીની
વિચારધારા વાળી શાળા .શિક્ષકોને 'સાહેબ' નહિ પણ 'ભાઈ' તરીકે સંબોધવાના .એ વખતે પૂજ્ય પાંડુરંગ દાદા ને ત્યાંના
દરિયાસ્થાન મંદિરમાં સાંભળેલા .’ઇતિ ગુહ્ય પરમ શાસ્ત્ર...'- એક શ્લોક પર એક કલાક બોલી શકાય "- બાર વર્ષની વયે આવું આશ્ચર્ય મનમાં
જન્મેલું દૂર દરિયા કિનારે આવેલા સ્વયંભૂ
શિવલિંગ 'પિંગ્લેશ્વર મહાદેવ 'ની યાત્રામાં વાડીમાં માખણમાં વઘારેલ
ગોવાર શાક ને બાજરાના રોટલાનો સ્વાદ ભુલાયો નથી કારણકે એ જ વાડીનો પૂર્ણ સ્વ-વાડી
સ્વાદ હતો !
પિતાશ્રીની બદલીનો દોર હવે માંડવી હતો
.શેઠ જી ટી હાઈસ્કૂલની મોટી નામના.આઠમા ધોરણની ત્રીજી શાળા..કેટલાય વિષયના કેટલાય વચ્ચેના પાના તો ખોલવાનો અવસર જ ન આવ્યો શાળામાં.રોજ રજીસ્ટરમાં દરેક વિષયના ગુણ પુરાય ને દર અઠવાડિયે રેન્ક ચડે. ચિત્રશિક્ષક
જોશીસાહેબએ મારી ચિત્રપોથી ન હોઈ, શૂન્ય ગુણ મુક્યા -માઇનસ આપ્યા રેન્ક આવી
છેલ્લી..વર્ગશિક્ષક દુઃખી થયા ,બધાં રજીસ્ટર આચાર્યશ્રી માનનીય ભોગેન્દ્રરાયભાઈ વૈદ્યની સહીમાં
ગયાં. આચાર્યશ્રી મારી રેન્ક
જોઈ ચોંક્યા. મોનિટરને બોલાવી કારણ પૂછ્યું. સવાલ ,'નવા આવેલા પાસે શરૂમાં ચિત્રપોથી ન હોય એટલે
માઇનસ કેમ અપાય ? ' હુકમ છૂટયા. વર્ગ આખાની રેન્ક ઉભી રહી,.ચિત્રશિક્ષકે માઇનસ રદ કર્યા ને ફરી રેન્ક ચડી !
અંગ્રેજીમાં કીર્તિભાઈસાહેબ ડિગ્રી શીખવતા હતા .પાઠ્યપુસ્તકમાં પાતળા ,જાડા ને તેનાથી
જાડા માણસના ચિત્રો હતાં બાજુમાં બેઠેલા મિત્ર મહેશે તેને પેનથી અલગ અલગ પહેરવેશ
પહેરાવ્યા કીર્તિભાઇ જોઈ ગયા. .ચોપડી જપ્ત ખુબ લાંબા સમય પછી
માફીપત્ર લખીને ચોપડી પાછી મળી .
એક વર્ષ માંડવીમાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ અતિ ઉત્સાહમાં શાળાએ જવા નીકળ્યો નીચાણ વાળા
વોકળામાં તો ત્રણ ફૂટથી પણ વધારે પાણી..ગભરાતો આગળ વધતો હતો ત્યાં તો આચાર્યશ્રી
ભોગેન્દ્રરાય ભાઈ, ' ચાલ -,શાળા બંધ રહેશે -નું બોર્ડ મૂકી આવીએ '- ભારે પૂર વચ્ચે
જીવન જોખમે સેવા કાર્ય કર્યું !
શાળાના પ્રાતઃ સ્મરણીય શિક્ષકો જગન્નાથસાહેબ,ચમનસાહેબ ,કારાણીસાહેબ ,માનભાઈસાહેબ,બચુભાઈ સાહેબ વ્રજલાલસાહેબ,ત્રિભુવનભાઈ મગનસાહેબ,કીર્તિભાઇસાહેબ ઇન્દ્રવદનભાઈ જેવા ભુલાય તેવા નથી. તો શાળાની વિશાળ
પ્રયોગશાળામાં અવિરત વ્યસ્ત રહેતા પ્રતાપરાય સાહેબ ,મોથારાઈસાહેબ અને પઠાણવાળા સાહેબ સાચા વિજ્ઞાની
જેવા જ લાગતા
દસમું ધોરણ પ્રારંભ
થયું . પિતાશ્રી નિવૃત્ત થયા ,હવે ક્યાં ?
No comments:
Post a Comment