યાત્રા -5 યુવાનીમાં યુયુત્સુ
'યુયુત્સુ તો મહાન યોદ્ધા હતા એટલે તેમનું નામ તો માત્ર
પ્રાસ મેળવવા જ વાપર્યું છે .પણ યુયુત્સુવૃતિ એટલે જ યુવાન સંઘર્ષ આવે ને લડે તે
યુવાન.
કોલેજકાળ આવે એટલે માંડવી જ આવવું પડે.બે ભાઈઓ કોલેજમાં એટલે આખું ઘર જ માંડવી
ગોઠવાયું. મારો શોખ લખવાનો ,પણ આર્ટસ વિભાગમાં જઈએ તો નોકરી મેળવવી મુશ્કેલ .એટલે
વાણિજ્ય વિભાગની પસંદગી. અઢાર વર્ષ પૂરાં થઇ ચૂકેલાં .મતદારયાદીના ચેકરની કામચલાઉ
નોકરી મળી .આઠ-નવ ગામડામાં જઈ ને શિક્ષકોએ
તૈયાર કરેલ યાદી ચેક કરવાની ( એ વખતે પિતાશ્રી પણ નાના ભાડિયામાં ખાનગી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે સેવા આપતા હતા .એટલે એમણે તૈયાર કરેલી યાદી પણ મારે ચેક કરવાની આવી ! ) બે મહિના
પછી યાદીઓ આવી પ્રેસમાં .કામ મળ્યું પ્રુફ રીડરનું ! પ્રેસ તો દિવસ ને રાત ચાલે
.સવારની સાત વાગ્યાની કોલેજ તો જવાનું જ. બીજા બે માસ એ ચાલ્યું.પાછા નવરા
.ડિસેમ્બર ( 1971 ) ઘેર ઓચિંતી સરકારી ટપાલ--' પ્રાથમિક શિક્ષકનો હુકમ - રોજગાર કચેરીમાંથી મળેલ યાદી
અનુસાર તમારી અજાપર તા.માંડવીમાં તારીખ 28/4/72 સુધી પ્રાથમિક શિક્ષક તરીકે કામચલાઉ નિમણુંક કરવામાં આવે છે ' પિતાશ્રીનું
વાક્ય ,' સરકારી નોકરી એટલે હાથીનો પગ.હાજર થવાનું જ હોય
' અજાપર તો માંડવીથી 35 કિમિ દૂર ,બસ તો જાય જ નહિ .નહિ
શાળાનું મકાન ,કોઈ દેવસ્થાનમાં શાળા
બેસે.દસ વિદ્યાર્થી ને બે શિક્ષક ! રજૂઆત કરી તો ઉકેલ મળ્યો ,'નજીકની મોટાં ગામની શાળામાં, લુડવામાં ફરજ
બજાવવી.' એક યોગાનુયોગ સર્જાયો-ભુજપુરમાં મારાં પહેલાં ધોરણ
વખતે જે શિક્ષક હતા તે શ્રી રસિકભાઈ ઓઝા ,અહીં આચાર્ય ! કો લેજમાં ગાપચી ચાલુ.પ્રાધ્યાપકોને પટાવીને
હાજરી ને ઇન્ટરનલ પુરા કરવાના .એપ્રિલનો કામચલાઉ હુકમ પૂરો ને જૂનમાં પાછો નવો
કાયમી હુકમ ,પણ એ જ ગામ અજાપર ! કોલેજના આગળના વર્ષના તો થોડા માસ હોઈ,ચલાવ્યું પણ હવે આખું વર્ષ કેમ ચાલે ? પ્રિન્સિપાલ ને ઘેર સમજાવવા ગયો તો ફટાક દેતા કહે ,'Either service or the college.' મોટો પહાડ સામે આવી ઉભો.
જીલાની કચેરીમાં પણ ખુબ વિનંતી કરી.એ વખતે શિક્ષણ સમિતિના પ્રમુખનું જ ચાલે
.શુભેચ્છક શ્રી અરુણભાઈ અંજારિયા મદદે આવ્યા ને પ્રમુખ પાસે બોલાવ્યું,'થશે તો કરીશ.' માંડવીથી માત્ર
બે કી મી દૂર મસ્કા પ્રાથમિક શાળાનો હુકમ થયો.સવારે કોલેજ ને 11 થી 5 શાળાનો ક્રમ
ગોઠવાઈ ગયો.
મસ્કા શાળામાં આચાર્યશ્રી વ્રજલાલભાઈ ઓઝા ભલાભોળા અને પ્રેમાળ. શાળામાં બધું
સારું કરવાની છૂટ. સહશિક્ષકોમાં જયંતીભાઈ શાહ ,યજ્ઞેશભાઈ ભટ્ટ હરેશભાઇ જોબનપુત્રા જેવા સમવયસ્ક
મળ્યા દર વર્ષે વિજ્ઞાનમેળા માં ભાગ લેવાનો,નાની બચતમાં અગ્ર ,સ્કોલરશીપની
પરીક્ષામાં વિદ્યાર્થી બેસાડવા તાસ પદ્ધતિ
જેવી અનેકવિધ પ્રવૃત્તિથી શાળા જિલ્લા કક્ષાએ નામ કાઢતી.તે સમયે ગામડાં ની પંચાયતી
શાળા માટે આમા નું ઘણું દુષ્કર હોય.
શાળામાં એક નવા
શિક્ષક બદલીને આવ્યા .કેન્સરનો અંતિમ સ્ટેજ હોઈ શહેર નજીક તેમને ગોઠવાયા. શારીરિક
અસ્વસ્થતામાં કેટલીયે વાર તે શાળામાં આવી ન શકે. તેમની રજાઓ તો ન વેડફી દેવાય એટલે
હાજરીપત્રકમાં તેમની સહી કરી લેવાનું સત્કાર્ય પણ મારી કલમમાં લખેલું! સમયના સથવારે બી.કોમ તો પૂરું થયું .હવે ?
બેન્ક અને અન્ય વિભાગોના એક બે ઇન્ટરવ્યૂ આપેલા ,પણ ગુણવતા અને
ભલામણ બંનેમાં પાછળ રહ્યો .બચેલો વિકલ્પ બી.એડ કરી લેવાનો.,પણ બી.એડ.કોલેજ તો મુન્દ્રા .માંડવીથી પચાસેક
કી.મી દૂર..નોકરી તો છોડાય નહિ .શું કરવું ? સરકારી નોકરીમા સળંગ 90 દિવસ ગેરહાજર ન રહેવાય
એટલે 89 દિવસની રજા મુકવાની ને 90માં દિવસે મસ્કા હાજર ! ફરી બીજા દિવસથી રજામાં ! કેટલીક
અર્ધપગારી તો કેટલીક વગર પગારી વર્ષ પૂરું ને પાછા યથાસ્થાને મસ્કા શાળામાં.
એકદમ સાચું યુવાનીમાં રળેલુ છેવટ સુધી કામ લાગે
ReplyDeleteયુવાવર્ગ માટે ખૂબ જ પ્રેરણાદાયી સત્ય અનુભવો
મહેનત લગન રસ ખંત તેમજ વડીલોને અનુસરવું વગેરે
વિનોદ સભર લેખ અભિનંદન