યાત્રા -12 - ગાઢ રાત્રી ને સંકેત સોનેરી કિરણનો.
એક તીરથની યાત્રા પૂર્ણ કરીને ,ફરી જૂની કેડીએ
શરુ. હવે અમારાં લક્ષ્યમાં પાર્થની આવતીકાલ પણ ઉમેરાઈ હતી માંડવીમાં એક ટ્રસ્ટ
દ્વારા ગીતા કંઠસ્થના વર્ગો ચાલતા હતા.નિસ્વાર્થ સેવા આપતા કનુભાઈ દરરોજ એક શ્લોક કંઠસ્થ કરાવે ને એક સાદા
કાગળનું પુંઠું ભેટ આપે.નવો શ્લોક કંઠસ્થ કરે ત્યારે આગળના તો બોલવાના જ.આખો
અધ્યાય કંઠસ્થ થાય એટલે રૂપિયા બે ભેટ અપાય.એનો બાળપણનો આ ઉત્સાહ અનેરો હતો.ઉચ્ચાર
શુદ્ધિના આગ્રહી કનુભાઈ ને આજે ય વંદન કરવાનું મન થાય. આખાં ગીતાજી લગભગ બે અઢી વર્ષે થયાં
સકારાત્મક અસર રૂપે ,ઉત્તમ ઉચ્ચાર શુદ્ધિ અને મૌલિક વિચારશક્તિ તો કાયમ રહયાં જ
છે .એ વિશેષ આનંદ અને સંતોષ છે.
સંગીત વિશારદ ચીમનભાઈથી મારો જૂનો નાતો..1972-76 માં જયારે હું
મસ્કા પ્રા .શાળામાં શિક્ષક હતો ત્યારે
તેમની ત્યાં સંગીત શિક્ષક તરીકે નિમણુંક થયેલી. તેઓ પ્રજ્ઞાચક્ષુ હતા એટલે તેમને હું સાયકલ પર લઇ જતો . રંજનાને પહેલેથી
ગાવાનો શોખ. .થયું કે લાવ ને ચીમનભાઈને ઘણા વખતે મળું,.પૂછ્યું કે ; શાસ્ત્રીય કંઠ્ય
શીખવશો ? ' એમણે વાત સહર્ષ
સ્વીકારી..અબુભાઈ મીર મારફતે હાર્મોનિયમ લીધું. પદ્ધતિસરનો સરસ પ્રારંભ થયો. થોડા સમય પછી થયું કે પાર્થ
તબલાં શીખે તો ? એણે પણ ચીમનભાઈ પાસે તબલાં શીખવાં શરુ કર્યાં
જૈન નૂતન વિદ્યાલય અને જી.ટી પ્રાથમિકશાળામાં અભ્યાસ વચ્ચે પાર્થને વર્ધા
સમિતિની હિન્દીની પરીક્ષામાં ચંદ્રક મળ્યો.આ તેનો જીવનનો પ્રથમ ચંદ્રક હતો.
અમદાવાદ સ્થિર થવાનું કસોટીભર્યું લક્ષ્ય સામે હતું .મારા અથાગ પ્રયન્ત છોડતો
જ નહોતો. હિંમતે મર્દા ... ની કહેવત અમે
બંને એ હૈયે જડી રાખેલી..પાર્થનું સાતમું ધોરણ આવ્યું..એની સહેલીઓ એ અનુભવે જણાવ્યું કે અમદાવાદની સારી શાળામાં
તો ફક્ત આઠમામાં પ્રવેશ મળે .વચ્ચેથી નહિ ? અને મારુ અમદાવાદ ગોઠવાવું તો લોઢાના ચણા ચાવવા બરાબર હતું. શ્રધા અને
પુરુષાર્થના દીવડા હાથમાં લઈને નીકળી પડ્યાં. ગુજરાત હાઉસિંગ બોર્ડના અમદાવાદના શાહઆલમ વિસ્તારમાં એ.જી.ઓફિસને
ફાળવેલ એક રમ રસોડાંના ક્વાર્ટર માટે અરજી કરી.મંજુર થઇ.દશેરા -દિવાળી અમદાવાદ .
પછીના મેં વેકેશનમાં તો પાર્થ માટે સારી શાળાની શોધ..બે ઉત્તમ શાળાની પ્રવેશ પરીક્ષા, જબબર તૈયારી
સાથે આપી.દીવાન બલ્લુભાઈ શાળા કાંકરિયા,મણિનગર માં 300
માંથી 14 નો ક્રમાંક પાર્થે લીધો.પ્રવેશ મેળવ્યો. જૂન1996 થી અભ્યાસ શરુ.અને .માં-દીકરો હિમ્મતથી રહે. મારુ શનિ-રવિ અમદાવાદ આવવાનું શરુ.ફોન સુવિધા તો નહિ જ.સોસાયટીમાં ઈન્કવાયરીમાં
એક ફોન.મોબાઈલની શોધ તો પહોંચવાની વાત જ દૂર.હું દરરોજ એક પોસ્ટકાર્ડ પાર્થને
લખું.
મારા અગાઉની જેમ અરજી -ઇન્ટરવ્યૂ ચાલુ..ક્યારેક હવામાં તીર છોડવાનું..પ્રતિષ્ઠિત શાળા અને
સંચાલકોને મળવાનું..ખુબ ઇન્ટરવ્યુઓ આપ્યા.બોર્ડ અને સરકારી પ્રતિનિધિઓને મારાં
લાયકાત અનુભવ મોઢે થઇ ગયેલાં .પ્રશ્નો પૂછ્યા વગર ઇન્ટરવ્યૂ પૂરો થાય.
એક યોગાનુયોગ, .જેનો ઉલ્લેખ અગાઉ કર્યો નથી.પણ અહીં પ્રસ્તુત છે. મારા
અગાઉના પ્રયત્નોમાં એક નાનકડો પ્રયત્ન આ પણ હતો. આશરે 88-89 માં એ વખતે માંડવીના
ધારાસભ્યશ્રી રાજ્ય સરકારમાં કેબિનેટ કક્ષાના પ્રધાન હતા.મારી સ્થિતિ મેં વર્ણવીને, સહાયભૂત થવા લખ્યું.સરકારી રાહે એ પત્ર શિક્ષણ વિભાગમાં પહોંચ્યો.ગાંધીનગર
કચેરીના વરિષ્ઠ કારકુન શ્રી મહેશભાઈ ત્રિવેદીના
હાથમાં તે આવ્યો.અન્ય પત્રની જેમ ઉપરછલ્લો વાંચવાની શરૂઆત કરી,.પણ સરનામું
વાંચીને રોકાઈ ગયા." નવાપુરા ,માંડવી કચ્છ "- તેઓ
સ્વગત બોલ્યા હશે ,' અરે આ પત્ર તો મારાં પૈતુક ઘર પાસેથી આવ્યો છે.'- હવે પત્ર ગંભીરતાથી વાંચ્યો. ને માહિતગાર થયા. એક
સરનામું તેમના પૈતૃક ઋણ અદા કરવા માટે હશે કે અમારી સમસ્યાના ઉકેલનું નિમિત્ત
બનવાનું હશે ? થોડા સમય પછી જોઈ કારણસર તેમનું માંડવી આવવાનું થયું. પાડોશી નાતે મળ્યા. અચાનક
થયેલો પરિચય વિકસ્યો.વિગત સમજ્યા. પણ એ વખતે જૂનું અગિયારમું ધોરણ બંધ થયેલું એટલે
ફાજલ શિક્ષકોને સમાવવાની કાર્યવાહી થતી.એકલા અમદાવાદમાં પણ એક હજારથી વધારે મારી
લાયકાત વાળા જ ફાજલ શિક્ષકો હતા.તો પણ
ગાંધીનગર આવીને તેમણે એક આદેશ કરાવ્યો -' અમદવાદમાં જગ્યા ખાલી પડેથી શ્રી માંકડ ને સમાવવાની
કાર્યવાહી કરવી.'-બંને જીલા કચેરી અને શાળા કાર્યવાહીના આટાપાટામાં અટવાતાં
રહ્યાં .ત્યાં જ અચાનક જ અમારું 'મધુર મધ્યાન્તર મોસાળે ' ( યાત્રા -11, 1990-1992 ) .એટલે હવે એ દિશામાં દોડવાનું સ્થગિત રાખ્યું.
યાત્રામાં કોઈ દૂરનું ઊંચું ભવ્ય શિખર થોડીવાર દેખાય ને પછી માર્ગ બદલાય ને
પાછું અલપઝલપ થઇ જાય.એવું જ કૈક અમારી યાત્રમાં બનેલું. ખુબ લાંબા સમય પહેલાં દેખાયેલાં પેલાં ઉત્તુંગ શિખર ની ટોચ શું ફરી દેખાશે કે
? આશાનું સોનેરી
કિરણ અમારી બારીમાં પ્રવેશવા જઈ રહ્યું
હતું..
દિનેશ લ.માંકડ ( 9427960979 )
અન્ય લેખ વાંચવા બ્લોગ
ક્લિક કરો
mankaddinesh.blogspot.com
No comments:
Post a Comment