ચાર્વાકનું પુનરાગમન દિનેશ લ. માંકડ અમદાવાદ
સ્વર્ગમાં ચહલ
પહલ મચી ગઈ હતી.ઋષિ ચાર્વાક બ્રહ્માજી પાસે પૃથ્વી પર પુનર્જન્મની માંગણી કરી
રહ્યા હતા..બ્રહ્માજી તેમને સમજાવી રહ્યા હતા કે .' સ્વર્ગ સુખ મળ્યા પછી પાછા પૃથ્વી પર જવા કોઈ
માંગણી કરતુ નથી.' પણ ચાર્વાકજી તો
હઠ પકડી બેઠા હતા,' મારા ભક્તો,ચાહકો એટલા તો
વધી ગયા છે કે તેમના બુલંદ અવાજો અહીં સ્વર્ગ સુધી પહોંચે છે.લાખો નહિ પણ કરોડો લોકો મારાં બ્રહ્મવચનને પોતાનો જીવનમંત્ર બનાવીને
જીવે છે..તેમને સહુને મારાં દર્શન વગર તેમનું જીવન વ્યર્થ લાગે છે.
यावत् जीवेत् सुखं जीवेत् ऋणं कृत्वा घृतं पिबेत् ।
भस्मीभूतस्य
देहस्य पुनरागमनं कुत : ।।
‘ જેટલું જિવાય તેટલું સુખમાં જીવવું, દેવું
કરીને પણ ઘી પીવું (ખૂબ ખાવું,
એ રીતે દેહ સાચવવો); મરણ
પામ્યા પછી બાળી નાખેલા દેહનું ફરી આગમન ક્યાંથી થવાનું ?’
શાસ્ત્રોની એક કિંવદતી અનુસાર દુર્યોધન પક્ષે રહેલા ઋષિ
ચાર્વાકે યુધિષ્ઠિરને ધર્મ વિરોધી વાતો કહુંને નબળા પાડવાનો પ્રયત્ન કરેલો. આવી અનેક વાતો પ્રાચીન
ગ્રંથો કહે છે. હકીકતમાં સંસ્કૃત જોડણી અનુસાર ચારુ+વાંક એટલે ચાર્વાક એવું નામ રચાય.સમાજમાં ચારુ એટલે કે
મીઠી વાણી બોલી લોકોને ભોળવે તેવો અર્થસંકોચ અહીં છે.આ તો થઇ પુરાણની વાતો .આપણે
તો કળિયુગના ચાર્વાકની વાત કરવી છે.
મિત્રો, ઋષિ ચાર્વાકનું ધામધૂમથી આગમન થઇ જ ચૂકયું છે.સમાજનો ખુબ મોટો વર્ગ જરૂરી કે બિન
જરૂરી દેવાં સાથે જીવી રહ્યો છે.વડીલો કહેતા કે 'પછેડી પ્રમાણે સોડ તાણવી '- આ
કહેવત નથી રહી શબ્દકોષમાં કે નથી તેને પ્રશ્નપેપરમા સ્થાન.પછી માણસ મનમાં -વિચારમાં ક્યાંથી હોય?
બેંકો અને શરાફોને તો યેન કેન પ્રકારેણ લોન આપવામાં રસ છે
એટલે લાલચુ જાહેરાતોથી લોકોને આકર્ષે.અધૂરાંમાં પૂરું દેખાદેખી અને વૈભવી જીવન
જીવવાની માનસિકતા દિવસોદિવસ વધતી જાય છે. લોનની સરળતામાં કેટલીયે વાર બિન જરૂરી
અને ગજાં બહારની ખરીદી અનેક અનેક સમસ્યા
સર્જે છે..
જુઓને
રમણભાઈની ઓફિસ માત્ર અડધો કી.મી. દૂર હતી.અને લોનથી કાર લીધા પછી રોજ કારથી ઓફિસે
જવાનું શરુ કર્યું.પછી થયું શું ? સાંકડી
ગલીના ઘરમાંથી ગાડી કાઢવામાં રોજ મોડું થાય ને રોજ અધિકારીનો ઠપકો મળવા
લાગ્યો.એટલે કાર લઇ જવાની બંધ કરી,તો કાર પડી રહી એટલે બેટરી ઉતરી જાય ને રોજ સાફ
કરવાની સમસ્યા ને પાર્કિંગમાટે પાડોશીઓ સાથે ઝગડા બોનસમાં મળ્યા ! લોનના હપ્તાથી
રોજ બરોજની જીવન રહેણી કરણીમાં થોડો કાપ આવ્યો તે તો ખરો જ.આવા તો અનેક અનેક
કિસ્સા આપણી આસપાસ જોવા મળે જ.
હજી ચાર્વાકને આટલેથી સંતોષ ન થયો એટલે એમણે બેન્કોને ક્રેડિટ કાર્ડની શોધ કરી આપી. બસ હવે તો હાથમાં
કાણો રૂપિયો પણ ન હોય તો પણ ઠાઠ માઠથી જીવો. અને એમાંય આવાં ક્રેડિટ કાર્ડમાં કેવી કેવી લાલચુ સ્કીમો- ભરપૂર ડિસ્કાઉન્ટ ,બોનસ પોઇન્ટ અને કેટલાય દિવસ સુધી રૂપિયોએ પાછો દેવાની
ચિંતા જ નહિ! {પછી ભલે લાકડાછાપ, મુદ્દલ કરતાં વધુ વ્યાજ સેરવી લે કે ખરીદેલી વસ્તુ, શરમ મૂકીને પડાવી લે.}
ક્રેડિક કાર્ડનું ગણિત તો સામાન્ય
વાણિજ્યશાસ્ત્રી માટે સમજવું ખરેખર અઘરું છે.કદાચ ભુલકણા અને
બેજવાબદાર ગ્રાહકોને લીધે જ
બેન્કોનો આ ધંધો ચાલતો હશે.એવું પણ સંભવ છે કે ચતુર ઉત્પાદકો બે રૂપિયાની વસ્તુ આકર્ષક
દેખાવમાં મૂકીને MRP બાર રૂપિયા રાખે ને પછી 50% ડિસ્કાઉન્ટથી વેચે !
થોડા સમય પહેલાં એક જાણીતા ભાઈ મળ્યા.તેનું પાછળનું
જમણું ખિસ્સું ખુબ ઉભાર વાળું હતું.જાણીતા
હતા એટલે મારાથી સલાહ અપાઈ ગઈ.,'
હવે તો ડિજિટલ પેમેન્ટનો જમાનો છે.આટલા બધા
રૂપિયા પાકીટમાં ન રખાય..ખિસ્સાકાતરુંથી સાવધાન રહેવું પડે.' તેમણે
તરત ઉત્તર આપ્યો,,' પાકીટમાં રૂપિયા નથી.સાત ક્રેડિટકાર્ડનો ઉભાર છે.' મારી
જિજ્ઞાસા વધી,ને પૂછયું .' એટલા બધા ? સાત ક્રેડિટ કાર્ડ કેમ ?' એમની
પાસે જવાબ તૈયાર હતો,' એક કાર્ડની નાણાં ચુકવવાની લિમિટ પુરી થાય એટલે બીજામાંથી
ઉપાડીને પહેલામાં ભરી દેવાના .બીજાની લિમિટ પુરી થાય એલે ત્રીજા માંથી.સાતે સાત
દિવસનું ચક્કર ચાલુ.' શું કહેવું એમને ? ચાર્વાક કે ચાર્વાકના ગુરુ ?
અલબત્ત
અનિવાર્ય પણે,
આવશ્યકતા અનુસાર લેવી પડેલી લોન ખોટી નથી.મકાન બનાવવા, વ્યવસાય સ્થાપન કે વિકાસ માટે કે સંતાનોના
અભ્યાસ જેવા પ્રસંગો માટે લોન લેવી એ સ્વાભાવિક
છે. અને પોતાની ચુકવણીની ક્ષમતા અનુસાર લેવાય તે ખોટું પણ નથી.
વાતની
હળવાશ મૂકીને કહીએ તો મિત્રો ,એક હદથી વધારે લોન કે
ક્રેડિટકાર્ડની આ ટેવ ખુબ ખરાબ અને જોખમી છે. અત્યંત સમજદારી પૂર્વક ઉપયોગ કરનારા
ખુબ ઓછા છે.આડેધડ વાપરનારા ઘણા છે.
એના
કરતાં પણ વધારે જોખમી છે આપણી માનસિકતા પર અસર.કડવું સત્ય છે કે ક્રેડિટકાર્ડ, એક લત છે.તેમાં ક્યારે ઊંડા ઉતરી જવાય તે ખુબ
મોડી પડે છે.કોઈ બેન્ક આપણા વડીલોની નથી જે અગવડમથી ઉગારે.બીજી એક એ પણ વાસ્તવિકતા છે કે સરળતા પૂર્વક મળતી લોન કે
ક્રેડિટ કાર્ડ,
ઉડાઉપણાનો દુર્ગુણ ક્યારે જીવન શૈલીમાં પ્રવેશી જાય તેની ખબર પણ પડતી નથી.
એટલું જરૂર યાદ રાખીએ કે કોઈપણ શોધ કે સુવિધાનો પ્રયોગ સમજણથી કરીએ - વિચારપૂર્વક કરીએ .નહીંતર
હિટ એન્ડ રન ભોગ બનવું પડે.સમજુ કો ઈશારા કાફી.બરોબર ને ?
mankaddinesh.blogspo.com
No comments:
Post a Comment