એક ડોકિયું મારી
ભીતર
ઘરમાં આજે શોર બકોર હતો. નાનકડા ટીનુએ મોટું
રમકડું તોડ્યું ,શ્રીમતિજીએ એક સાથે ચાર કપ નવા કર્યા,અધૂરામાં પૂરું ઘાટીએ મોંઘોદાટ
ફ્લાવરવાઝ તોડ્યો। આજે તોડ -ફોડ દિવસ
થયો.સૌના મન વ્યગ્ર બની ગયા .
ચા પીતા પીતા આજનું વર્તમાનપત્ર હાથમાં લીધું મથાળા – ‘અકસ્માત કરી
ડ્રાઈવર ભાગી ગયો’ ,’પાણી મામલે પાડોશી પર હુમલો’, ‘નજીવી બાબતે
પથ્થરમારામાં વીસ ઘવાય।‘ વર્તમાનપત્રનું કોઈ પાનું એવું નહિ હોય જેમાં આવા નકારાત્મક
સમાચાર નહિ હોય. .
જગતનું શ્રેષ્ઠ સર્જન તે માણસ .ઈશ્વર
એ ઘડવામાં ક્યાંય કસર ન રાખી પ્રત્યેક પશુ-પક્ષીમાં કોઈ ને કોઈ
અધૂરપ છે પણ પ્રભુ એ મનુષ્ય ને પૂર્ણાંગ.
બનાવ્યો.અને પછી તમામ સૃષ્ટિનું આધિપત્ય ભોગવી શકે તે માટે , જાણે પૃથ્વી પરનો ભગવાનનો જ હવાલો જ સંભાળી શને
તેટલો સમર્થ બનાવી દીધો.એક વિશેષ શક્તિ તેને માણસને આપી ----વિચાર શક્તિ. ખતમ ...ઈશ્વર ને
એમ હતું કે મારી આ વિશેષ શક્તિ વિચારવંત પ્રત્યેક માણસ નર માંથી નારાયણ બની જશે અને પૃથ્વી લોક,સ્વર્ગલોક બની જશે .તેની ધારણા સાવ
ઉંધી જ વળી .
હા, ગણ્યાગાંઠ્યાએ વિચારરાજાને સવળે માર્ગે લઇ ગયા ,પ્રભુના ઉદ્દેશ્યને સમજી ગયા .મોટા ભાગનો માણસ
"માણસ" નથી રહ્યો.પ્રમાણ બદલાય ,કોક પાંચ
-દસ ટકા સમજુ દેખાય તો કોક પંદર-વીસ ટકા
.પણ મોટા ભાગ નો માણસ તો સહેજે માણસ ન હોવાના પચાસ ટકા ઓળંગી ગયો છે.અને હદ એ વાત
ની છે કે કેટલાય તો સો ટકા પાર કરી જાય છે."માનવ બને દાનવ " જ નહિ દાનવને
શરમાવે તેવો વ્યવહાર માણસ કરી બેસે છે .પુરાણ કે ટીવી સિરિયલમાં કંસ કે વંત્રાસુર
જેવા પાત્રો ન ક્રૂરતા જોઈને અરેરાટી છૂટે .પણ આતો આસપાસ નો માણસ જ સાચ્ચે જ આવી
હેવાનિયત બતાવી શકે એ કેવું?
અને વધારે કરુણતા તો એ વાતની છે કે લગભગ
પ્રત્યેક માણસ આ દશા જોવા સાંભળવા ટેવાઈ ગયો છે.તેના પેટનું પાણી હાલતું
નથી.અરેરાટી છૂટતી નથી.ઘરમાં ગાજર મૂળો કપાય ને મનમાં કઈ ન થાય તેમ માણસ કપાય તો ? માણસમાત્રમાં દિવસા- દિવસ લાગણીના સ્ત્રોતનો પ્રવાહ કાં તો ઘટતો જાય છે -સુકાતો જાય છે -નહિવત થતો જાય છે માણસે રોબોટ ને આંસુ આવે તેનું સંશોધન કર્યું પણ પોતે આંસુ
શૂન્ય બન્યો!
માણસની આ દશા માટે ચિંતિત એવા કેટલાય સંતો,ચિંતકો,ઉપદેશકો
અથાગ પ્રયન્ત કરે છે-માણસ નું માણસપણું યાદ અપાવવા ,પણ ધસમસતા
શૂન્યતાના પ્રવાહની સામે આ તો તણખલા સમ હોય છે.વિચારો તો ખરા જે દેશ પ્રાણીમાત્રને
પ્રેમ કરવા ની સંસ્કૃતિ ધરાવે છે ,એ જ દેશમાં પાડોશીનો દરવાજો નથી ખખડાવી શકતો !
કારણોના કરોળિયાના જાળામાં અટવાવાને બદલે
કૈક વિચારીએ .શું આપણે આપણા સાથે વાત કરીએ
છીએ ખરા? કદાચ હા ,તો કેટલી વાર અને ક્યાં ભાવ થી ? કઈ દિશા માં ? ઈચ્છાઓના ,આકાંક્ષાઓના અસ્ખલિત ઘોડાપૂર મનમાં દોડ્યા જ કરે છે . અલબત્ત આ બધું હોવું
જોઈએ.પણ એની પ્રાપ્તિ, સિદ્ધિ માટેના
રસ્તા પકડવા માં ખુબ થાપ ખાઈ જાય છે.માણસ .અને પછી શોર્ટકટ,સ્વાર્થ ,લાલસા ,દેખાદેખી જેવા
કેટલાય દાનવીય અસુરો તો શિકારની રાહ જોઈને જ બેઠા છે.
આસ્થા વધી-ખુબ વધી.ધર્મસ્થાનો ઉભરાય છે.,પણ એમાં ઈશ્વર પ્રત્યેની કૃતજ્ઞતા કરતા,માગણીયાત ભાવ જ વિશેષ હોય છે..માણસ એ ભૂલી જ ગયો છે કે આ હાથ ,પગ બુદ્ધિ ભગવાને શા માટે આપ્યા છે. હાથ વહાલ કરવા એ
વપરાય ને ધીબવા માટે પણ વપરાય .ફળ કાપવા નું ચપ્પુ ફળ કાપવા જ વપરાય .બીજી વાત.- વિકેન્ડના વિહારમાં સારા રેસ્ટોરાં માટે બિચારાને
ગુગલને હેરાન કરીએ છીએ .દર વખતે વેરાયટી તો મળવી જોઈએ ને . તનના ખોરાકની -સ્વાદની ખુબ ચિંતા પણ કેટલી ચિંતા
ભૂખ્યા મનના ખોરાક ની ??? મૂલ્યવાન મનજીભાઈ
ને શું ખવરાવવું તેના માટે ખાસ તો નહિ ,જરાય વિચારતા જ
નથી .
ચેનલોના ચા-પાણી અને ફોર્વર્ડેડ મેસેજના મુખવાસથી સંતોષ માની ને બેસી જઈએ છીએ.પરિણામ નજર સામે છે. સત્ય તો એ છે આપણી ૮૦ %
સમસ્યાનું કારણ આપણી, આપણા મન
પ્રત્યેની ઉદાસીનતા જ છે. થોડું સ્વ ચિંતન,થોડું ઉત્તમ વાંચન કે શ્રવણ ચોક્કસ સાચી દિશા
આપે જ .પાંચ હજાર પહેલા લખાયેલ ગીતા તો
જીવન ગ્રંથ છે. -તમામ સમસ્યા નો ઉકેલ તેમાં છે ,જો ખોલીએ-સમજીએ તો ! અર્થશાસ્ત્રમાં એમ કહેવાય છે કે "ધનિક ભારતમાં ગરીબો વસે છે " એવું જ આપણા આધ્યાત્મિક વારસાનું છે.યોગનું યોગા થઇ ભારતમાં આવે ત્યારે પણ અમેરિકન કોચ તંદુરસ્ત હોય સામે
માયકાંગલો ભારતીય સામે બેઠો હોય..દુનિયાને સાચા અને વધુ મૂલ્યવાન મહામાનવ આપણે જ આપ્યા
છે તો હું કેમ "માણસ" ન બનું? આજ થી જ મારામાં માણસ હોવાની દિશામાં એક વિચારણીય પગલું એટલે
પુરુષમાંથી "પુરૂષોત્તમ " થવાની મંઝિલ તરફ ગતિ-પ્રગતિ.!.
દિનેશ .લ.માંકડ ૯૪૨૭૯૬૦૯૭૯