Readers

Tuesday, October 20, 2020

શત શત વંદન શતાબ્દીએ



 

                                                             શત શત વંદન શતાબ્દીએ

                " તારી અંદર જ હું બેઠો છું " -{ સર્વસ્ય ચાહં હૃદયં નિવિસ્ટો }  શ્રીમદભગવદ ગીતામાં ભગવાનના સ્વમુખેથી નીકળેલા વચનને લાખો લોકોના મનમાં દ્રઢતાપૂર્વક પ્રસ્થાપિત કરનારા -પરિવાર  ઉભો કરનારા તત્ત્વચિંતક,સંસ્કૃતિનો જીર્ણોદ્ધાર કરનાર પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી  { દાદાજી } શતાબ્દી વર્ષે  શત શત વંદન

              ભય,ચિંતા હતાશામાં,સતત દોડધામમાં જીવતા માણસને - ' તને સવારે ઉઠાડે છે અને સ્મૃતિદાન કરે છે ,બપોરે તારું ખાધેલું પચાવી તને શક્તિદાન આપે અને દિવસભરની દોડધામ પછી આવેલા તને ઊંઘ દ્વારા શાંતિદાન આપે એ ભગવાન આકાશમાં નહિ પણ તારી અંદર જ બેઠો છે " એ સમજાવીને 'ઈશ વિશ્વાસ અને આત્મ વિશ્વા' થી બેઠો કર્યો  27*7  આપણામાં રહેલા ભગવાનને ઓછા નામે ત્રણ વખત યાદ કરવાનો વિચાર- ત્રિકાળસંધ્યા નો પ્રયોગ  આપ્યો

              "તારું લોહી બનાવનાર ને મારુ લોહી બનવનાર એક જ છે એટલે એ સબંધે હું અને તું ભાઈ "-  આ સંકલ્પના લઇ ને માણસ માણસ વચ્ચે દૈવી ભાઈનો સબંધ સમજાવ્યો. જાતિ ,ધર્મ કે આર્થિક ઊંચ-નીચ, તમામ ભેદ ભૂલીને  માણસ માણસ વચ્ચેનો આત્મીય ભાવ વિકસાવવાનો અદભુત વિચાર પૂજ્ય દાદાજીએ આપ્યો    વર્તમાન સમયમાં સંઘર્ષ અને ભૌતિકવાદ વચ્ચે માણસ ભાવ -લાગણી શૂન્ય બનતો જાય છે  તેવે સમયે બધા ભેદ ભૂલી ,' લોહી બનવનાર 'ના સબંધે માણસ માણસ તરીકે મળે તે આજના સમયમાં કેટલી મોટી વાત છે !

            ઋષિઓએ આપણને જીવનમાર્ગ આપ્યો છે . તહેવારો ,એકાદશી ,મંદિર આરતી યજ્ઞ વગેરે અનેક રીતે આપણે ઈશ્વરની આરાધના કરતા આવ્યા છીએ . ખુબ સારી વાત છે. પણ આપણે કદી વિચાર કર્યો કે એકાદશી શા માટે ?  યજ્ઞ એટલે શું ?  મંદિર કેમ ?  પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજી એ ઋષિ સંસ્કૃતિનો જીર્ણોદ્ધાર કરીને તમામ ઉત્સવો ,પ્રતીકો નો  મૂળ ઋષિવિચાર આપી ને સાચી ભક્તિ ની સમજણ આપી "

           આપણે સહુ એક યા બીજી રીતે પૂજા કરતા રહેલા છીએ  .પૂજા, ફળ ,ફૂલ કંકુ ચોખા વગેરેથી થાય. શું ફક્ત આજ પૂજાના સાધન છે ? પૂજ્ય દાદાજીએ સમજાવ્યું કે ભગવાને આપેલા હાથપગ વગેરે પણ પૂજાના સાધન જ છે ઘેર ઘેર ,ગામડે ગામડે જઈ ને ભગવાનના વિચાર વહેતા કરવા એ પણ પૂજા -ભક્તિ જ છે   ભાવફેરી ,ભક્તિફેરીનો પ્રયોગ આપ્યો   स्वकर्मणा तमभ्यर्च्य सिद्धिं विन्दति मानवः॥ { શ્રી મદ્ભગવદ ગીતા અધ્યાય 18 /46-  પોતાના દ્વારા થતી તમામ  કાર્યવિધિ શ્રેષ્ઠ કરી ,ઈશ્વરને  અર્પણ કરે ,એ ઉત્તમ ભક્તિ છે }  આ શ્લોક દ્વારા  પૂજ્ય દાદાજીએ સમજાવ્યુંકે  ખેડૂતના હળ હોય કે સાગરપુત્રની જાળ હોય ,કારીગરની કરવતને કારકુનની કલમ પૂજાના સાધન જ છે ! કૃતિભક્તિ, એ ભગવાને આપણા પર કરેલા ઉપકારો પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરીને માણસ હોવાની -લાડકા દીકરા હોવાની ભાવના મજબૂત કરી  .

            "શ્રી મદભગવદગીતા એ ધર્મગ્રંથ નહિ પણ જીવનગ્રંથ છે માનવજીવનમાં રોજબરોજ આવતા નાના કે મોટા તમામ પ્રશ્નોના ઉકેલ ગીતાજીમાં છે "  એ વાત દાદાજીએ અતિ સરળ શબ્દોમાં મૂકી .વેદ,ઉપનિષદની પાછળ નું હાર્દ  માત્ર કથા કે શ્રદ્ધાના હેતુથી નહિ પણ વૈજ્ઞાનિક અને તાત્વિક દૃટિકોણથી એવી રીતે મૂક્યું કે જેમાં વિશ્વના મહાન તત્વચિંતકોના સવાલોના ઉકેલ પણ આવી જાય .એમના પ્રવચનો કે પુસ્તકોમાં ભારતીય સંસ્કૃતિનું ઊંડાણ પણ એવાં  સુગમ ભાષામાં હોય કે સહુને  સહજ રીતે  ગળે ઉતરે

આવા યુગપુરુષને શતાબ્દી વર્ષે શત શત વંદન           દિનેશ માંકડ    {9427960979 }.

No comments:

Post a Comment