Readers

Wednesday, October 21, 2020

શું જ્યોતીન્દ્ર હજી જીવે છે ?

 



     

                                શું જ્યોતીન્દ્ર હજી જીવે છે ?                              દિનેશ માંકડ  {9427960979 }

            અળવીતરો સવાલ છે નહિ ?  તમારો જવાબ છે -" હા " કારણકે ગુજરાત,ભારતમાં તો અનેક જ્યોતીન્દ્ર નામધારીઓ છે .અને એ બધાના શતાયુ -દીર્ઘાયુ ની શુભકામના પણ  સમસ્યા છે કે તો પછી જ્યોતીન્દ્રનું ગુજરાત "હસતું" કેમ નથી ?  જ્યોતીન્દ્રભાઈ ગયા ,બકુલભાઈ ને વિનોદભાઈ પણ દેવોને હસાવવા માટે પહોંચી ગયા .શહાબુદીનભાઈ શાહીઠાઠમાં હસાવવાનો પ્રયત્ન કરે ,સાઈરામ સહુને હસાવી રામ જગાડે ,જીતુભાઇ સહુના દિલ જીતવા યત્નશીલ હોય ,અશોકભાઈ બધાને શોકમાંથી બહાર કાઢે ,રઈશભાઈ રહી સહી નિરાશા કાઢવા મથે બાકી નાય આમતો ઘણા કોઈ ન હસે તો પોતે જાતે હસીને સહુને હસાવવાની કોશિશ કરે ,તો ય ગુજરાત 'હસતું' કેમ નથી ? કારણકે જ્યોતીન્દ્રભાઈ નથી  .

           દેહ દાતણના જેવો, મન મર્કટના સમું,   આત્મા કિન્તુ ગણું મારો વડો બ્રહ્માંડ જેવડો.

                 આ એમનો 'આત્મ પરિચય '- પોતા પર સહજ હાસ્ય નિર્માણ કરી શકે ,નિર્ભેળ ,નિર્મળ  છતાં માર્મિક હાસ્ય નિષ્પન્ન કરી શકે તેવા નહિવત હાસ્ય લેખકોમાં અગ્રસ્થાન તો જ્યોતીન્દ્ર ભાઈને જ અપાય ---; મહેમાન ઘેર આવ્યા એટલે યજમાને કોટ ખીંટી પરથી ઉતારીને શરીર પર પહેર્યો  .મહેમાનથી સહેજે પૂછ્યું ,'આપ બહાર જતા હો તો પછી આવું . ' યજ્માંનનો પ્રત્યુત્તર ,ક્યાંય જતો નથી પણ સુકલકડી છું એટલે તમને દેખાઈ શકું એટલે કોટ પહેર્યો' આ મહેમાન એટલે  વિનોદભાઈ ભટ્ટ અને યજમાન એટલે જ્યોતીન્દ્રભઇએ દવે !  

                જાણીતી પંક્તિ યાદ આવે છે--અડી કડી વા ને નવગણ કૂવો ,ન જોયો તે જીવતો મૂઓ -- બરોબર એમ જ, કોઈ ગુજરાતીએ ગમે તેટલું સાહિત્ય વાંચ્યું હોય ,પણ જ્યોતીન્દ્રભઇ ને થોડાક પણ ન વાંચ્યા હોય તો કશું જ વાંચ્યું નથી - સાચા વાચકો એમ ચોક્કસ સ્વીકારશે  ખાસ કરીને નવી પેઢી તો આમેય વાંચનથી સારી એવી વિમુખ થતી જાય છે, ત્યારે અવશ્ય એકવાર તો જ્યોતીન્દ્રભાઈને તેમના પુસ્તકદેહ પર અચૂક મળી જ આવવું જોઈએ  .આવો તેમનો જ આત્મ પરિચય થોડો વિશેષ તેમના જ શબ્દોમાં  માણીએ  .

  જન્મે બ્રાહ્મણ, વૃત્તિએ વૈશ્ય ને હું પ્રવૃત્તિએશૂદ્ર છું:  કલ્પના માંહે ક્ષત્રિયે હું બનું વળી !

શૈશવે ખેલતો ખેલો, શાળામાં ભણતો વળી, બ્રહ્મચર્યાશ્રમે  ત્યારે સ્થિતિ મારી ગણી હતી.

શાળાને છોડીને જ્યારે ‘સાળાની બહેને’ને વર્યો, ગાર્હસ્થ્યે આશ્રમે જ્યેષ્ઠે તદા પ્રેમે હું સંચર્યો.

પ્રભુતામાં ધર્યા પાદ; પૃથ્વીને રસ-પાટલે; પયગમ્બર પ્રભુ કેરા પધાર્યા બે પછી ગૃહે.

દિનનાં કાર્ય આટોપી વાનપ્રસ્થ અનુભવું, પારકાં કામ આવે ત્યાં સંન્યાસી હું બની રહું !

 વર્ણાશ્રમ તણા આમ બધા હું ધર્મ પાળતો,જાળવવા મથું નિત્ય આર્ય-સંસ્કૃતિ-વારસો.

      સાહિત્ય સંગીત કલા વિશે મેં ધરી રુચિ, કિન્તુ ન સિદ્ધિ આવી.

       ગાઉં ન હું, કારણ માત્ર તેનું  આવે દયા કૈં સુણનાર કાનની.

       કર્યું હતું એક જ વેળ જીવને  અપૂર્વ મેં નૃત્ય વિના પ્રયાસે.

       હું એકદા માર્ગ પરે નિરાંતે, ઉઘાડપાદે ફરતો હતો ત્યાં

અર્ધી બળેલી બીડી કોક મૂર્ખે  ફેંકી હતી તે પર પાદ મૂક્યો.

અને પછી નૃત્ય કરી ઉઠ્યો જે,તેવું હજી નૃત્ય કર્યું ન કોઈએ !

દાતા હું જ સુવર્ણચંદ્રક તણો, લેનારયે હું જ છું

,હું કૂટસ્થ, અનન્ત બ્રહ્મ, મુજથી ના ભિન્ન લેશે કશું.

રજ્જુમાં સર્પની ભ્રાન્તિ થાય, તેમ તને સખે,મહાજ્યોતિ પરબ્રહ્મ દીસે

         તણાવ અને દોડધામમાં જીવતા આપણને  વિના મુલ્યે પ્રાપ્ત કોઈ સંજીવની હોય તો તે હાસ્ય છે.આવો, મર્મીલાં હાસ્યના ગુરુ જ્યોતીન્દ્રભાઈ દવે ને ક્યાંય  ફંફોસી ને પણ હાસ્યરૂપી અમરત્વ ને પામીએ  .

2 comments:

  1. આપણા ચાર્લી ચેપ્લીન શ્રી જ્યોતીન્દ્રભાઇ દવેનુ જીવન અને લેખો સાચા અર્થમાં હસાવે છે તાદૃશ કરાવવા બદલ ધન્યવાદ

    ReplyDelete
  2. જ્યોતીન્દ્ર એટલે જ્યોતીન્દ્ર

    ReplyDelete