યાત્રા -17 ભયાનક ભૂતાવળ - ભૂકંપની
2001 નો ભૂકંપ આમ તો સહુના જીવનની ખુબ કરુણામય ઘટના છે .કેટલાય
લોકોએ પોતાના સ્વજન તો અનેક લોકોએ પોતાની મિલકતો ગુમાવી.ઈશ્વરની મહેરબાનીથી
વ્યક્તિગત કોઈ મોટું નુકસાન ન થયું.છતાં ભયાનક ભૂતાવળ, યાત્રા વર્ણનનું એક ચોક્કસ પાનું તો બને જ.
26 મી જાન્યુઆરી 2001 .પ્રજાસત્તાક દિવસ ઉજવવા ઘેરથી શાળા જવા નીકળ્યો.મેદાનના અભાવે ત્રીજા માળના
ધાબા પર બધી તૈયારી થઇ ચુકી
હતી.સમારંભના મુખ્ય મહેમાન વયોવૃદ્ધ વડીલ શ્રી કોઠારીસાહેબ ( મોડર્ન મેગેઝીન ) એ
બરોબર આઠ વાગ્યે ધ્વજવંદન કર્યું. ધ્વજને પલ્લવી
પરિવારે સલામી ઝીલી.દેશભક્તિ ગીતો શરુ થયાં
.ત્યાં જ વિશાળ ધાબુ ( આશરે 10 મીટર *900
મીટર- ) ઓચિંતું જાણે હિલોળા લેતું હોય તેમ નાચવા લાગ્યું. ઘડીભર તો શું થયું તે
ખબર જ ન પડી.પછી અંદાજ આવ્યો કે આ ભૂકંપ છે કેટલાય વિદ્યાર્થીઓ ( અને કેટલાક શિક્ષકો
પણ ) સીડી ઉતરી નીચે ભાગ્યા.હું શ્રી કોઠારી
સાહેબનો હાથ પકડી ગાયત્રી મંત્ર બોલતો ,પરિસ્થિતિનો તાગ લેતો રહ્યો.લગભગ એકથી વધારે મિનિટ
પછી થોડું સ્થિર થયું લાગ્યું.ધીમે ધીમે બાળકો ને ઉતાર્યા..બાકીના સહુ ઉતાર્યા.
સહુને ઘેર મોકલ્યાં.
ઘર યાદ આવ્યું. વાહન ઘર ભણી દોડાવ્યું.જતાં જતાં હજુ સડક
હાલક ડોલક થતી હોય તેવો ભાસ થતો હતો. માંડ નવ કિલોમીટર ખૂટયા . આખી ગલી ,આખું શાલીન રસ્તા ઉપર.આસપાસ બધે બહુમાળી મકાનો .ગમે ત્યારે
પડવાનો ભય પાર્થે વર્ણન કર્યું," ટેબલ પર લેશન કરતો હતો ત્યાં ટેબલ કૂદવા જેવું લાગ્યુ ને અમે બહાર દોડ્યાં
". અગાઉ શાલીન માં
રહેતા , હરેશભાઈ મહેતા અને તેમના ધર્મપત્ની મોટા અવાજે રડતાં રડતાં
આવ્યા.' અમારું ઉત્સવ એપાર્ટમેન્ટ તો આખું જ કડડભુસ થયું છે.” સહુના જીવ તાળવે ચોંટેલા
હતા.ટીવી,રેડીઓ,ટેલિફોન બધું ઠપ .કોઈ
ક્યાંકથી સમાચાર લાવ્યું.કે એપી સેન્ટર કચ્છ છે..વધારે ફાળકો પડ્યો.સહુનો દિવસ આખો માંડ પસાર થયો. દરેકને
થોડી થોડી વારે કૈંક હાલતું,ધ્રુજતુ લાગે.
રાત કેમ કાઢવી ?
સુતા હોઈએ ને કશું થાય તો ? અર્ધી રાતે ઉપરના માળેથી ઉતરી બહાર કેમ ભગાય ? આખરે નક્કી થયું.અમારા 'એ'
બ્લોક નવ ફ્લેટ ના પરિવારના બહેનો અમારા ગ્રાઉન્ડ
ફ્લોર ફ્લેટમાં સુવે ,વડીલ ભાઈઓ ,ગ્રાઉન્ડ ફ્લોરના
'એ-2'
માં સુવે ને જુવાનિયા પહેલા માળના
ફ્લેટમાં.જાગતાં -ઊંઘતાં સહુ એ માંડ રાત કાઢી. સવારે ત્રણેક વાગ્યે વર્તમાનપત્ર આવ્યું.અરેરાટી છૂટે તેવા સમાચારો.કચ્છ
ભચાઉ તો આખું શહેર નષ્ટ કચ્છ .જીલા આખા ને અને ગુજરાતના
લગભગ બધા જ વિસ્તારમાં હોનારત.
પછીનો દરેક દિવસ ભય અને કોઈક નવા આઘાતજનક સમાચાર સાથે .માંડ ટેલિફોન લાઈન શરુ
થઇ.ભુજ ,ગાંધીનગર સંપર્ક થયો.ભુજમાં ઘરમાં,કોઈ જતું જ નહોતું.ખુલ્લા મેદાનમાં બાંધેલા તંબુઓમાં કડકડતી
ઠંડીમાં સહુ રહેતા-સુતા હતા. થોડી અનુકૂળતા થઇ એટલે ભુજ ગયાં. ભાઈ-બહેનો ,પરિવારનો સંપર્ક કર્યો.મોટાભાઈ મુ.ચમનભાઈના મોટા પુત્ર જયદીપ ,તેના મામા ને ઘર બહાર કાઢવા રોકાયો તેમાં તેને પોતાનો પગ ગુમાવ્યો.તેના મામા
તો ન બચી શક્યા .સદ્ભાગ્યે અન્ય કોઈ નિકટ
પરિવારને અન્ય કોઈ શારીરિક નુકસાન ન થયું,તે પ્રભુનો પાડ .
ગાંધીનગર થોડા દિવસ જઈ આવ્યાં . શાલીનનો ફ્લેટ પાડોશીઓ વાપરી શકે એટલે તેઓને
સોમી આવ્યાં.ગાંધીનગરમાં પણ કચ્છ થી આવેલા પરિવારો માટે સુવિધા સરકારે કરેલી.સમય વીત્યો.સદ્નસીબે
શાલીન ના ફ્લેટ્સને ઓછું નુકસાન થયેલું.થોડું રીપેરીંગ કરાવવું પડ્યું.શાળામાં જઈ
તેના મકાનની ચકાસણી કરાવી મોટું રીપેરીંગ જરૂરી બન્યું.કરાવ્યું. કેટલાય પરિવારના
પોતાના સ્વજનો ભૂકંપે લઇ લીધાં. આશ્વાસન અને સધિયારો આપતાં આપતાં સમય પોતાની ગતિએ
ચાલતો રહ્યો.ધીમે ધીમે બધું થાળે પડતું ગયું.
દિનેશ માંકડ મોબાઈલ : 9427960979
અન્ય લેખ વાંચવા માટે
બ્લોગ પર ક્લિક કરો
mankaddinesh.blogspot.com
No comments:
Post a Comment