હું શું કરી શકું ?- નોકરી, ફરજ ,સેવા,કે ધર્મ ? દિનેશ લ. માંકડ. ( 9427960979 )
આ લેખ
ખાસ વાંચજો કારણકે ,તમારા માટે છે
કોરોના કાળ વિશ્વની મહામારી છે પુરાણમાં
રક્તબિંદુ નામના રાક્ષસની વાત આવે છે. તેના એક લોહી બિંદુમાંથી બીજા અનેક રાક્ષસ
ઉભા થાય.. કોરોના આવો જ કૈંક દાનવ છે..એ દાનવ સામે ટક્કર ઝીલવા વિશ્વનો ,દેશનો દરેક નાગરિક ઝઝૂમી રહ્યો છે. તેવા સમયે
નોકરી ,ફરજ,સેવા,અને ધર્મ ના સાચા અને સમજણ વાળા અર્થ વિચારવાનું મન થાય.
સમાજના અભિન્ન અંગ એવા તમે ડોક્ટર છો,-પેરા મેડિકલ
સ્ટાફ હો,વકીલ છો, શૈક્ષણિક સેવામાં હો વિદ્યા અભ્યાસી
હોય વેપારી છો. કોઈનો પોતાનો વ્યવસાય હોય કે કે પછી વેતન લઈને નોકરી કરતા
હો..સરકારી કચેરી કે બેન્ક કે કોઈ અન્ય જગ્યાએ નોકરી હોય.
કેટલાય મિત્રો સિક્યુરિટી કે સફાઈ જેવા અગત્યના કાર્યમાં પણ છે.કોઈ રાજકીય હોદ્દો
હોય કે જવાબદારી હોય. વરિષ્ઠ નાગરિક વડીલોને ગૃહિણીઓ પણ સમાજના ખુબ મહત્વના અંગ જ
છે દરેકે દરેક જણ સમાજ સાથે એક કે બીજી
રીતે જોડાયેલો તો છે જ.કાં તો સવેતન કાં તો અવેતન કે પછી અભ્યાસ માં વ્યસ્ત છે
સ્વવ્યવસાયી કે ઉદ્યોગપતિ પણ પોતાના સાહસને આગળ ધપાવે છે.
કપરા કાળમાં સહુનું લક્ષ્ય એક જ છે .આ મહામારીમાંથી માનવજાતને બચાવવી. આ સંજોગોમાં
અહીં વાત કરવી છે શબ્દોના અર્થ અને ભાવનાની.ડોક્ટર ,તેની માતાનો પુત્ર છે.માતા બીમાર થાય તો તેની વિઝીટ ફી લે ખરો ? શિક્ષક પુત્રને ભણાવવાની ટ્યુશન ફી કદી ન ચૂકવે.કારણકે અહીં
જ્ઞાન ના ઉપયોગમાં વ્યવસાય નહિ પણ ધર્મ ( માતૃધર્મ,) આવે. અત્યારે લાખો ડોક્ટર્સ ,નર્સિંગ સ્ટાફ
બીજા અનેક ઘર ભૂલીને ચોવીસ કલાક દર્દીઓ ના જીવન બચાવવા માં જે સમય આપે છે ચોક્કસ
નોકરી નહિ પણ ધર્મ જ છે.ટેસ્ટિંગ અને વેક્સિનેશન ની સોંપાયેલી ફરજો પણ 'ધર્મ' જ છે. જે ધર્મ
ને સમજે છે તેને ધર્મનો અર્થ સમજાવવાની
જરૂર જ નથી.આવા કર્મ કાળમાં જે પોતાની ફરજ ને નોકરી કે વૈતરું સાંજે છે તેને
કહેવું પડે કે અહીં તો માનવ રૂપી દેવ જાતે પૃથ્વી પર આપાત સ્થિતિમાં છે .એટલે
મંદિર ઉઘડે એની રાહ ન જોવાની હોય.મળેલ ફરજ કે સેવાકાર્ય જ ઈશ્વર સુધી પહોંચવાનો
સાચો રસ્તો છે. પ્રત્યેક વ્યક્તિ
જો શ્રદ્ધાળુ હોય,ઈશ્વરમાં માનતો હોય
તો, જેને જે કાર્ય મળે તે માત્રને માત્ર ધર્મ જ સમજે
તો સો કૌરવો સામે જીતેલા પાંચ પાંડવની જેમ આપણે શક્ય તેટલી આ મહામારીને
ભગાડી જ શકીએ .ઋષિ ગોત્ર ધરાવતા ,આપણે કોણ છીએ ? કોના સંતાનો છીએ ,તેનો વિચાર કરીએ.ધર્મને
સંસ્કૃતિ માટે લડનારાના વારસ છીએ." મારે પૃથ્વીવાસીને બચાવવાનો છે.માનવજાત ને
બચાવવામાં મારુ ખિસકોલી કાર્ય મારે ધર્મ બનાવીને બજાવવાનું છે."
આપણા ફાળે કશુંય કાર્ય ન આવતું હોય તો કોઈને બે હિમ્મતના કે સકારાત્મક શબ્દો
કહીએ એ પણ મોટો ધર્મ છે. ઘણા વખત
પહેલા LIC માંથી ઉચ્ચ હોદા પરથી નિવૃત્ત થયેલા બે મિત્રો મળેલા. થેલો
લઈને સવારે નીકળે .સોસાયટીઓમાં જાય.,શાળા અને કચેરીના રીશેષ
સમયે પહોંચે.થેલામાં " ચક્ષુદાન
" વિષે માહિતી સભર પેમ્ફલેટ હોય .ચક્ષુબેંકોનાં નંબર હોય.થોડી વાતો કરીને
સંમતીપત્રક પોતાના પરિવારમાં કેમ આપી. જવું તે સમજાવે. આ ખુબ મોટો ધર્મ છેજેને
માનવ ધર્મ બજાવવાની દાનત છે, તેને દિશા મળી જ રહે છે .છેવટે એક મોટો ધર્મ પણ બજાવવો તો સાવ સહેલો છે. બિન જરૂરી નકારાત્મક ટીકા ,મંતવ્યો આપી ને પર્યાવરણ ને દુષિત ન કરીએ તો ય ઘણું. સહુ વિશ્વ કલ્યાણની
પ્રાર્થનામાં જોડાય છે ત્યારે આપણે પણ આપણી
બુદ્ધિમતા ને સકારાત્મકતા તરફ લઇ જઈને તેમાં નિમિત્ત બનીએ.
બીજી વાત નફ્ફટખોર દાનવોની કરવી છે.કાળાબજાર ,ભેળસેળ ને નફાખોરી આવા સમયમાં એમના મગજમાં આવતી જ કેમ હશે ? માણસ, માણસ સાથે આવો વ્યવહાર કરે તે હિંસક પશુઓ પણ માનવા તૈયાર ન
થાય.ચોક્કસ પણે તેનો આગલો રાક્ષસી જન્મ ના અધૂરા કર્યો કરે છે અથવા તો આવતો ભવ
રાક્ષસ બનવાની તૈયારી કરે છે. એમને માટે
પણ પ્રાર્થના કરીએ કે પોતાનો આ જન્મ ને
આવતો જન્મ સુધારવા "માણસ " બને..
દિનેશ લ. માંકડ. ( 9427960979
)
અન્ય લેખ વાંચવા બ્લોગ પર
ક્લિક કરો
mankaddinesh.blogspot.com
No comments:
Post a Comment