Readers

Saturday, May 15, 2021

ધોરણ દસ માં માસ પ્રમોશનનો અનુચિત નિર્ણય. દિનેશ લ. માંકડ

 

              ધોરણ દસ માં માસ પ્રમોશનનો અનુચિત નિર્ણય.  દિનેશ લ. માંકડ

         .વિશ્વવ્યાપી મહામારીમાં સરકાર અને તંત્ર ખુબ જહેમત લેતું હોય છે.આ તો આભ ફાટ્યું છે ત્યરે થીગડાં દેવાના સહુ યથાર્થ પ્રયત્ન કરે છે.સામાન્ય રીતે સરકારના નિર્ણયો માટે મારો કોઈ વ્યક્તિગત મત મુકતો નથી,પણ ધોરણ દસ માં માસ પ્રમોશન ના અનુચિત નિર્ણય વિષે ચોક્કસ કૈંક કહ્યા વિના રહી શકતો નથી.

      બે મુદ્દા પર વાત કરીશ. ( 1)  વર્તમાન શિક્ષણ  સ્થિતિમાં માસ પ્રમોશનનું ગંભીર નુકસાન  (2) ડિજિટલ ઇન્ડિયામાં  ઓનલાઇન પરીક્ષા લઇ શકવાની શક્યતા.

        (1)ગુજરાતમાં થોડાં મોટાં અને નાના શહેરોમાં ખાનગી શાળાઓમાં પૂર્ણ ગુણવત્તા વાળું પ્રાથમિક શિક્ષણ અપાય છે.મોટા ભાગે સરકારી પંચાયતી પ્રાથમિક શાળાઓ છે કે પછી નગરપાલિકા કે મહાનગર પાલિકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ અપાય છે.જેની પાયાના શિક્ષણની ગુણવતા ખુબ ખુબ નીચી જ હોય છે.કેટલીક શાળાઓ કે શિક્ષકો ખુબ સારું કાર્ય કરે છે પણ તેનું પ્રમાણ ખુબ નહિવત છે. એમાંય જ્યારથી ધોરણ આઠ પ્રાથમિક શાળામાં ગયું છે ત્યારથી  પરિસ્થિતિ વધારે કથળી છે..નવા પ્રયોગ કે સંકલ્પના યોજાય તેની ફળિભૂતતા લગભગ નહિવત જ હોય છે.અહીં કોઈ ટીકાનો  ઉદ્દેશ નથી.વાસ્તવિકતા દર્શાવી છે.કારણોમાં જવું નથી.

      વિદ્યાર્થીઓ  માધ્યમિક શાળામાં કાચા પાયાના જ્ઞાન સાથે આવે. * ઊંચી ગુણવતાવાળી માધ્યમિક શાળાઓ પ્રવેશ વખતે પૂર્વ કસોટી કે ઉચ્છ ગુણવતાવાળાને પ્રવેશ આપે. બાકીના સરેરાશ વિદ્યાર્થોઓ .શહેર અને ગ્રામ્ય વિસ્તારની સરેરાશ માધ્યમિક શાળાઓમાં જાય.આવી માધ્યમિક શાળાના શિક્ષકો ધોરણ નવમા આવેલા વિદ્યાર્થીઓના કાચા પાયાને પાક્કો કરવા મથે.અને માધ્યમિક શિક્ષણ નો પાઠયક્રમ શીખવે.ખાસ કરીને અંગ્રેજી,ગણિત અને વિજ્ઞાન વિષયની નવી સંકલ્પનાઓ આ વિદ્યાર્થીઓમાં થોડી કઠિનતાથી પ્રવેશતી હોય. આમ પણ માધ્યમિક કક્ષાએ ફક્ત બે જ વર્ષ રહ્યાં એટલે પાઠ્ય ક્રમ કવર કરવા માટે મર્યાદિત સમય જ મળે છે.એટલે ધોરણ દસની પરીક્ષા એ વિદ્યાર્થીની કારકિર્દી અને ગુણવતા માપદંડ માટેની યોગ્ય ભેદ રેખા છે. એ પરથી જ તેની આગળની દિશા નક્કી થાય છે

     . એમાંય ચાલુ વર્ષે જે ધોરણ નવમાંથી દસમા આવ્યા છે  તે ગયા વર્ષના માસ પ્રમોશન વાળા જ વિદ્યાર્થીઓ છે .તેમનું કોઈ ચાળણ-તારણ થયું જ નથી.તેથી કોઈપણ સંજોગોમાં તેમના હિતમાં ધોરણ દસની પરીક્ષા અનિવાર્ય હતી જ. સરકાર -તંત્ર પર ખુબ ઘણા ભારણ છે. ઘણા નિર્ણયો ત્વરિત લેવાના આવે તે સ્વાભાવિક છે .બેચાર ગણ્યા ગાંઠ્યા  વ્યક્તિઓના ,મોટા બમ બરાડાથી ,જેની ખુબ લાંબા ગાળા ની ગંભીર રહેવાની છે , તેવો આવો નિર્ણય બિલકુલ અનુચિત જ છે.

          (2) ડિજિટલ ઇન્ડિયામાં  ઓનલાઇન પરીક્ષા કેમ ન લેવાઈ શકે ?

              *સરકાર દ્વારા સેંકડો આવશ્યક ( અને બિન આવશ્યક ) સોફ્ટવેર્સ માટે અબજો રૂપિયા ખર્ચાય છે .ધોરણ દસની પરીક્ષા માટે કેમ કશું ન કરી શકાય? ( અબજો રૂપિયાની બિનજરૂરી પ્રચાર વિજ્ઞાપનનો ખર્ચ ઘટાડીને આ ખર્ચ કરી શકાય ) આ માટે  કોન્ટ્રેક્ટ પણ આપી શકાય.* દરેક શાળા પાસે સરકારે જ આપેલ ઇન્ટરનેટ કનેક્શન છે.*બાયસેગ ચેનલ વ્યવસ્થા પણ છે.* 99 % ઘેર સ્માર્ટ ફોન પણ છે જ. * દરેક વિષયના પૂરતી સંખ્યામાં MCQ  પેપર્સ તૈયાર કરાવી જ શકાય.* ઝોન કે જીલા અનુસાર અલગ અલગ સ્લોટ અનુસાર આયોજન કરી.વાલીના આપેલ મોબાઈલ પર OTP  આધારે પ્રશ્નપત્ર અપાય.—

           આ તો પ્રાથમિક સામાન્ય સૂઝના ઉકેલ છે .સરકાર પાસેના નિષ્ણાતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાસે એના વધારે સારા વિકલ્પ હોય જ. પરીક્ષા ચોરી અને સાયબર ક્રાઇમના કેટલાક કિસ્સા બની પણ શકે ,પણ બહુ મોટા સમુદાય ના હિત ને ધ્યાનમાં લઈને તેને અવગણી શકાય.

         સો વાત ની એક વાત સરકાર ધારે તો પરીક્ષા લઇ જ શકે.બિલકુલ અનુચિત નિર્ણય છે.ફેર વિચારણા તો શક્ય નથી જ.સમજદાર ને ડાહ્યા વાલીઓ પોતાના સંતાન પાસે ઉપલબ્ધ પેપરો દ્વારા ઘેર પરીક્ષા લઈને તેની ગુણવતા ચકાસી લે ,એ માત્ર ઉપાય.

         સરકારને વિનંતી કે ભવિષ્યમાં આવા ગંભીર નિર્ણયો ઉપરની કક્ષાના લોકોને બદલે શિક્ષણના જમીન થી જોડાયેલા  લોકો  સાથે વિમર્શ કરીને લે.અસ્તુ.

દિનેશ માંકડ અમદાવાદ

 

No comments:

Post a Comment