યાત્રા -18 વિદ્યા સંગે
વિદ્યાર્થી
પલ્લવી વિદ્યાલયમાં સેવા ખરેખર ભગવાનનું
કાર્ય હતું. વિવિધ
સ્તરના-પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ, બાળક ઉઠે તે પહેલાં જ શાકભાજીની લારી લઈને નીકળી જતાં બંને માતા પિતા,છેક રાત્રે ઘેર પાછા આવે ત્યારે બાળક ભર ઊંઘમાં
હોય.પરપ્રાંતીય કલરકામ કે અન્ય શ્રમ સાથે જોડાયેલા વાલીના બાળકને ને ગુજરાતી ભાષામાં ભણાવવાનું.. મોડી રાત સુધી પોટલી વેચવા માબાપની સાથે રહેલું બાળક, શાળાએ સવારે સમયસર કેમ આવી શકે ? એ બધાની વચ્ચે ‘રામનું ખિસકોલી
કાર્ય’ કરવાનો સતત આનંદ રહેતો.
નાનપણથી મધુપ્રમહના ઇન્સ્યુલિન લેતો સાવ ફિક્કો દિપક દસમા માં અંગ્રેજી (
વૈકલ્પિક હોવા છતાં ) રાખવા જીદ્દ પકડે ને
સારા ગુણ થી પાસ થાય.સવારે 90 થી વધારે વર્તમાનપત્રો વહેંચી આવતો સંદીપ રોજ શાળા એ મોડો પંહોચે..મંદભુદ્ધિ નો
આંશિક શિકારી તેજસ કાં તો કોઈના શર્ટ પર
લીટા પાડે ને કાં તો બ્લેડ વડે કાપા પડે.બોલવા -સાંભળવામાં મંદ બે જોડિયા બહેનોએ
તો બોર્ડ પરીક્ષામાં પ્રથમ વર્ગ લાવી કમાલ કરી. મોટી હોસ્પિટલના સફાઈ કામદારનો પુત્ર બિપિન, અહીંનો અભ્યાસ પૂર્ણ થયા પછી અંગ્રેજી માધ્યમમાં વાણિજ્ય
સ્નાતક થઇ IAS તૈયારી કરતો
હતો.ધોરણ ત્રણ થી બુટ પોલીસ કરતો જીતેન્દ્ર ,પાછળથી અનુસ્નાતક થયો ને IIM અમદાવાદમાં તેનું એક વ્યાખ્યાન પણ ગોઠવાયું. આવાં તો અનેક ઉદાહરણ બનતા જ
રહયાં..
સર્વાંગીણ શિક્ષણનું એક વિશેષ અંગ તે
સાંસ્કૃતિક વિકાસ.કલા વિકાસ સાથે આત્મવિશ્વાસ સાધવા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવો
પડે.ઘરની બહારની જરાય દુનિયા ન જોઈ હોય એવા બાળકોને મંચપર સેંકડો લોકો સામે લઇ જવા
એ કપરું કામ હતું. શિક્ષકો માટે આ પ્રથમ જ
વખતનો અનુભવ હતો.પણ માથે લીધું. કાર્યક્રમ
રૂપરેખા બની.
.પ્રાર્થના,ગીતો ,નાટક નૃત્ય વગેરે
.સ્મરણિકા તૈયાર થઇ.શિક્ષકોના સહકારથી અને શુભેચ્છકો પાસે વિજ્ઞાપનો લઇ,નાણાકીય ગોઠવણી થઇ. પ્રેકટીશ શરુ.વેશભૂષા પ્રાપ્ત
થયા.અસારવાના ખંડુભાઇ દેસાઈ હોલમાં એક હજારથી વધારે પ્રેક્ષકો વચ્ચે સુંદર
કાર્યક્રમ થયો. વિસ્તાર-સમાજમાં શાળાનું એક પીંછું ઉમેરાયું.
કોઈ એક વર્ષ રાજ્યના શિક્ષકો લાંબી હડતાલ પર ગયા. શાળાના
શિક્ષકો પણ તેમાં જોડાયા. પરંતુ અંગત મતે 'આપણે તો વિદ્યાર્થીના આદર્શ' કહેવાઈએ.
ટર્સ્ટીશ્રીની -શાળા ચાલુ રાખવા-અનુમતિ મળી.ધોરણ દસના વીસેક ચુનંદા વિદ્યાર્થીઓને
બોલાવ્યા.પસંગીના વિષય પૂછ્યા.જે તે શિક્ષકોના સમય પત્રક આપી દીધાં.ખાનગી
પ્રકાશકોના આવેલાં સંદર્ભ પુસ્તકો વહેંચી દીધા .એક પણ શિક્ષક વગર પુરા પંદર દિવસ
પૂરો સમય તેર વર્ગોની શાળા ચલાવી.અંદરથી એક આનંદ થયો.કેટલાક કહેવાતા શિક્ષકોથી સહન
થયું ને થોડી અગવડો ઉભી કરવા માંડી.સલામતી માટે ઘેરથી શાળામાં રિક્ષામાં જવાનો સમય
પણ આવ્યો.સરવાળે તો શાળા ચાલી.સારો ચીલો બેઠો.
2002 ના ફેબ્રુઆરી માસમાં કારસેવકો પર થયેલા હુમલા પછી અમદાવાદમાં વિવિધ સ્થળોએ કોમી
તોફાનો થયાં .વાતાવરણ તંગ રહેતું ..વાર્ષિક પરીક્ષાની તારીખો અનિશ્ચિત થતી
હતી.ચારેક વિદ્યાર્થીઓ શાળા અને વિસ્તાર બદલવા માંગતા હતા.તેમની ખાસ કિસ્સામાં
પરીક્ષા લઇ,તેની અનુકૂળતા વાળા વિસ્તારના થોડા આચાર્ય ને ફોન કરી તેમનો ત્યાં પ્રવેશ
નિશ્ચિત કરીને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપ્યું.કશુંક વિશેષ કર્યા નો સંતોષ થયો.
દિનેશ લ. માંકડ મોબાઈલ.-9427960979
અન્ય લેખ વાંચવા બ્લોગ પર
ક્લિક કરો
mankaddinesh.blogspot.com
No comments:
Post a Comment