યાત્રા -19- પોતીકો પલ્લવી પરિવાર.
મે 1998 થી મે 2011 પલ્લવી વિદ્યાલય પરિવાર સાથે ગાળ્યાં.ટ્રસ્ટી માનનીય શ્રી પ્રેમજીભાઈ ની સાથે દીપકભાઈ,અને સૌરભભાઈ ના માર્ગદર્શન અને હૂંફ તો આખા પરિવારને પરિવારની જેમ જ સતત ને સતત મળતાં જ રહેતાં. પલ્લ્વીનો આશરે ચાળીસેકનો મોટો પરિવાર.બધાં જ
વર્ષો તેમની સાથે અવિસ્મરણીય રીતે પસાર કર્યા.. જવાબદારીને
કારણે ક્યારેક કોઈને ગમતું -અણગમતું થઇ જાય,પણ છતાં સહુને સાથે રાખી કશુંક કર્યા નો ને કરાવ્યાનો સંતોષ જરૂર મળ્યો.
શરૂમાં જ ચોખવટ કરી લઉં કે પ્રેમાળ પરિવારમાં કોઈ વહાલું કે દવલું લગભગ ન જ
હોય એટલે કોઈના નામ કે અલગ કાર્યનો ખાસ ઉલ્લેખ નહિ
કરું કારણકે જેમ શરીરના બધાં અંગો પરસ્પર પૂરક હોય તેમ શાળાની શોભામાં પણ સમગ્ર
પરિવાર હોય.ખાસ તો અભ્યાસમાં અતિશય નબળા પાયાવાળા બાળકોને શીખવવામાં તેઓને પડતા
શ્રમનો હું સાક્ષી બનતો ધોરણ આઠમા ના વિદ્યાર્થીને ગુજરાતીમાં કક્કો અને
પાંચ વત્તા પાંચ શીખવવામાં જ તેમના વર્ષો
જતાં ભલભલા નિષ્ણાતો આવે તો પણ તેમની ધીરજ
ખૂટે તેવા વાતાવરણ માં તેમણે પોતાની નિષ્ઠા સાચવવાની હતી.રોજના અધૂરાં ગૃહકાર્ય , ગેરહાજરી અને અલ્પ શિક્ષિત વાલીઓ સાથેની તેમની રોજની માથાફોડ તો કલ્પના બહારની
હોય.શિસ્તના પ્રશ્નોની તો ઝાડી જ વરસતી હોય.શરૂમાં તો રીશેષ પછી ગેરહાજર શોધવા સેવક ,સામેની ટોકીઝ માં જઈને પકડી લાવે !
વાતાવરણમાં પરિવર્તન લાવતાં તેમનો ઉત્સાહ પણ વધતો ચાલ્યો.સારી પ્રાર્થના,સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ ,અને શિસ્તના સકારાત્મક
નિર્ણયોથી ધીમેધીમે ઠીકઠાક થતું ચાલ્યું.--" જેમનામાં જે સારું હોય તેનો
શ્રેષ્ઠ ઉપયોગ કરીએ તો એકંદરે ફાયદો થાય
"--એવું સાંભળેલું .અહીં તેનો અમલ કરવાની શરૂઆત કરી.દર માસના અંતે કોઈ
શિક્ષકના 'નમૂનાનો તાસ ' એમાં હું પણ ખરો.અન્ય
તમામે પાછળ બેસી નિરીક્ષણ કરવાનું.આવું સતત ચાલ્યું.તેના પરિણામ દેખાય.ગણિત વિજ્ઞાનના
ઉત્સાહી શિક્ષકોએ પાયાના જ્ઞાનને અને પ્રયોગશાળા ને જીવંત કરવાનું ચાલુ રાખ્યું તો
ભાષા શિક્ષકો નિબંધ ,વક્તૃત્ત્વ ,જેવી સ્પર્ધાને ઉત્તેજન આપી વિદ્યાર્થીઓની મૌલિકતા વધારવા યત્નશીલ રહ્યા. કલા શિક્ષકો એ બાળકોની કલા સૂઝ શોધવાનો પ્રયત્ન
કર્યો અને વ્યાયામ શિક્ષકોએ સામાન્ય વ્યાયામ સાથે યોગ પ્રાણાયામને મહત્વ
આપ્યું ને સાતત્ય જાળવ્યું.મેડિકલ ચેકઅપ થી કેટલાય બાળકોના ગંભીર રોગોથી વાલી
ઓને સમયસર સચેત કરી શકાયા.શાળા બેન્ડ અને શિક્ષક વિદ્યાર્થી મેચની સક્રિયતા તો
વિસ્તારમાં આગવી છાપ ઉભી કરતાં
નિયમિત વ્યવસાયી માર્ગદર્શન અને કારકિર્દી માર્ગદર્શન
સપ્તાહની વારંવાર ઉજવણી ને લીધે વિદ્યાર્થીઓમાં ભાવિ વિષે વિચારવાની ટેવ ચોક્કસ
વિકસી જ હશે સહુના સહકારથી બચત
બેન્ક અને રીશેષમાં શાળામાં જ નાસ્તા કેન્દ્ર શરુ થયાં .ફાજલ શિક્ષકો ને આ બધી જ
પ્રવૃત્તિમાં વિશેષ આનંદ આવતો કારણકે તેમને પોતાની ક્રિયાશીલતા નો ઉપયોગ યોગ્ય
રીતે કરવાની તક મળતી.
બિન શૈક્ષણિક સ્ટાફમાં ક્લાર્ક મિત્રોની દફતર વ્યવસ્થિત રાખવાની કાળજીથી ખુબ
હળવાશ રહેતી સિનિયર કલાર્કની વફાદારી તો અજોડ
હતી.ચોક્સાઈભર્યા નાણાકીય હિસાબો અને તમામ પડતર કામો પોતા પર લઈને પૂરાં કરવાની
તેમની ટેવને લેધે કાર્યાલય સુવ્યવસ્થિત જ રહેતું..અન્ય ક્લાર્ક
મિત્રો પણ પોતાના ફાળે આવતાં કાર્યોમાં માર્ગદર્શન લે, પણ પૂરું તો કરે જ. એમાંય આટલા મોટા સ્ટાફના નવાં ફીક્શેશન,આવકવેરા ગણતરી,શાળા ના અનેક
ઓડિટ,ઇન્સ્પેક્શન અને સ્ટાફના વ્યક્તિગત પ્રશ્નોને ભારે જહેમતથી પૂર્ણ કરવાની,તેમની નિષ્ઠાને તો ચોક્કસ યાદ રાખવી પડે. એવાં
ચારેય સેવક મિત્રોની વફાદારી પણ જરૂર યાદ રાખવાનું મન થાય.વયમાં મારાથી મોટાં એવાં સેવક બેન ત્રણેક
કી.મી દૂર રહે તોય શાળા સમયસર ખુલે ને ઓફિસ,કાર્યાલય ચોખ્ખા થઇ જાય તેની કાળજી લે. શિસ્તના સાથી એવા
એક સેવક તો કોઈપણ મુલાકાતી આવે એટલે સતર્ક રહે. ગમે તેવાં અઘરા કામ સોંપો તો કરી
આવે પણ એક સેવક મળેલા.ને અન્ય એક સેવક તો છેક વીસેક કિલોમીટર દૂરથી આવે પણ શાળામાં
જે જગ્યાએ અધૂરું કાર્ય દેખાય ત્યાં કહ્યા વગર પહોંચી ને કામ પૂરું કરે. ( મારી
નિવૃત્તિ પછી તેઓ નિવૃત્ત થયા ત્યારે જ્યાં સેવા આપતા હતા તે સ્ટાફે તો તેમની કદર
રૂપે તેમનો ભવ્ય વિદાય સમારંભ ગોઠવ્યો.)
. મારાં મનમાં શાળા અને વિદ્યાર્થી હિત માં કશુંક નવું કરવાનો વિચાર
આવે તો દરેક વખતે સહર્ષ વધાવે ને વગર વિરોધે સાથે રહે.
માનવ શરીરમાં જીવવા માટે હૃદય ધબકવું અનિવાર્ય છે પણ સાથે સાથે શરીરના બાકી
અંગો નો સાથ હોય તો જ તે બરોબર ધબકે.પલ્લવી પરિવારના ટિમ વર્કથી જ મારાં એ શાળાના બાર-તેર વર્ષ સુખરૂપ અને
સરળતાથી પસાર થયાં.
દિનેશ લ. માંકડ ( 9427960979 )
અન્ય લેખ વાંચવા બ્લોગ
ક્લિક કરો
mankaddinesh.blogspot.com
No comments:
Post a Comment