યોગીની આનંદલહરી – માજીબા પ્રકરણ- 2
સમયાનુક્રમે તેમના લગ્ન અમદાવાદ નિવાસી સરકારી ઇજનેરી ખાતાંમાં સેવા
આપતા શ્રી હાથીરામભાઈ કાન્જી સાથે થયાં.યોગાનુયોગ હાથીરામભાઇ પણ પુરા ઈશ્વર પારાયણ
વૃત્તિ વાળા હતા.જયારે તેઓ વિરમગામ હતા ત્યારે એક દિવસ તેમના મિત્રને ઘેર વડોદરાના
શ્રેય સાધક મંડળના ગુરુદેવ નૃસિંહાચાય પધાર્યા.શ્રદ્ધાવાન હાથીરામભાઇ સહજ ભાવે ત્યાં ગયા.તેજસ્વી આભા અને દિવ્ય વાણી સાંભળીને તેઓને
થયું કે ' ગુરુ તો આવા જ હોય.'- ઘેર આવીને માજીબાને પણ
તેમના દર્શન કરી આવવા કહ્યું.માજી ગયાં
એમને પણ હાથીરામભાઇ જેવો જ પવિત્ર અનુભવ થયો.કદાચ આ પળ તેઓ બંનેના જીવનના મોટા
વળાંકની હતી.તેઓ બંને વડોદરા શ્રેય સાધકના આશ્રમમાં ગયા. અને ગુરુ શ્રી
નૃસિંહચર્યજી પાસે ગુરુ મંત્ર લીધો.એમ કહેવાય છે કે ગુરુ શોધવાના નથી હોતા ,ઈશ્વરેચ્છાએ આપમેળે જ પ્રાપ્ત થતા હોય છે. હાથીરામભાઇ અને જ્યાંલક્ષ્મી બેન { માજીબા } ના કિસ્સામાં એમ જ બન્યું..
બંને ધર્મનિષ્ઠ તો હતાં જ હવે અહીંથી તેમની
જીવન દિશા નિર્માણનો પ્રારંભ થયો. અને
સમર્થ ગુરુના આદેશ અનુસાર સાધના કરતાં ગયા. આ સિદ્ધ ગુરુની એક વિશેષતા એ હતી કે
તેઓ કહેતા કે ‘ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ
સાધના કરી શકાય.’ તેઓ પોતે પણ
ગૃહસ્થી હતા.ગુરુ નૃસિંહચરચયના પુસ્તક 'ભામિની ભૂષણ ' માં ઉત્તમ ગૃહસ્થાશ્રમ ના આદર્શ બતાવેલા .હાથીરામભાઇ અને માજીબા પણ તેમને અક્ષરસઃ અનુસરતાં.અને સાધનામય
સંસાર ચાલતો રહ્યો.ત્રણ પુત્રીઓ તારા ,ભાનુમતી અને શાંતા અને
પુત્ર મહેશ્વર પણ નાનપણથી ભક્તિમયતા વાળાં.એમાંય ભાનુમતીએ તો છ -સાત વર્ષની વયે
બોધયુક્ત વચનો બોલીને સહુને આશ્ચર્યમાં મુકતા.એક એકાદશીની રાત્રે આખો પરિવાર સાથે
મળી પ્રભુસ્મરણ કરતો હતો ત્યારે અચાનક જ ભાનુમતીએ માતા પિતાને ઉપદેશ આપવાનો શરુ
કર્યો.,' અમારા જન્મથી તમારો આત્મા સંસારની માયામાં અને પુત્ર-પુત્રીના
પ્રેમમાં પડ્યો છે તેને જાગૃત કરો.આત્માની જ્યોતિને સંપૂર્ણ વિકસાવો. અને સાંભળો,- મારે અને તમારું , તમારા સાથેનું લેણું પૂરું થયું છે.' પછી આકાશ સામે મીટ માંડીને બોલી,' હે પરબ્રહ્મ પરમાત્મા ,જ્યોતિ સ્વરૂપ જગન્નીયતા પ્રભુ હું તમને મળવા આવું છું.અને તમારા સ્વરૂપમાં
સ્થાન આપો..'- માતા પિતાને અજાયબી થઇ કે આ શું બોલે છે ? કશુંય વિચારવા જાય તે પહેલાં તો ભાનુમતીએ આ દુનિયામાંથી વિદાય લઇ લીધી
હતી.સંસારી જીવનમાં પરોવાઈ ગયેલાં માતા પિતાને જાગૃત કરતી ચાલી નીકળી.આ બનાવે
માજીબા અને હાથીરામ ભાઈના જીવનમાં તદ્દન નવો વળાંક આપ્યો.વૈરાગ્યમય જીવન અને
પૂર્વવત યોગ સાધના નિષ્ઠાપૂર્વક ચાલવાં લાગ્યા. સમયાંતરે
હાથીરામભાઈને પૂર્ણ વિરક્તિ આવી ગઈ.ભક્તિમય બન્યા.છેવટે તેમણે આતુર સન્યાસ
લીધો.ઘરમાં છતાં વિરક્ત જીવન વિતાવતા રહ્યા .અને આખરે સંવત 1950 ના પોષ વદ 14 ના રીજ સમાધિસ્થ અવસ્થામાં જ પ્રાંતિજ ખાતે નિર્વાણ થયું.
સંકલન કર્તા- દિનેશ લ. માંકડ
ચલિત દુરભાષ 9427960979
વિસ્તૃત વાંચવા બ્લોગ ના અન્ય પ્રકરણ પર ક્લિક કરો
mankaddinesh.blogspot.com
No comments:
Post a Comment