યોગીની આનંદ લહરી - માજીબા
થોડી ખ્યાતિ
વધતાં માજીબાને વિવિધ સ્થળોના નિમંત્રણ મળતાં અને તેઓ જતાં પણ ખરાં. કચ્છના સ્થળો
ઉપરાંત જામનગર,રાજકોટ,અમદાવાદ ખાસ કરીને મુંબઈ,નાસિક,રાયપુર કોલકત્તા,ધનબાદ, રાંચી ઝરીયા અલાહાબાદ {
હાલનું પ્રયાગરાજ } વગેરે સ્થળો એ તેઓ જતાં.સંવત 19935 માં મુંબઈમાં માધવબાગ
તેઓએ 32 દિવસ સુધી યોગ અને વેદાંત પર વ્યાખ્યાનો આપેલાં.યોગ વશિષ્ઠ
અને ગીતાજી પર તેમનો ઊંડો અભ્યાસ હતો.ઈ.સ. 1919 માં જયારે અંગ્રેજો સામે
અસહકાર આંદોલનની ચળવળ ચાલતી હતી ત્યારે એક વખત માજીબા કરાચી હતાં. એ વખતે
સ્વાતંત્ર સેનાની મહિલા શ્રી સરોજિની નાયડુ પણ કરાંચીમાં હતાં.આયોજકોએ સરોજિની
નાયડુની સભામાં ઉપસ્થિત રહીને માજીબાને ,કશુંક બોલવા કહયું.એમણે ખુબ આનાકની પણ કરી છેવટે નમતું જોખ્યું અને પોતાના વક્તત્વયમાં
કહયું કે ,’ દરિદ્ર નારાયણને ઈશ્વરીય રૂપ સમજી સેવા કરવી એ પણ સાધના જ છે.' -આગળ ઉપર આત્મ સ્વરૂપની સર્વત્ર વ્યાપકતા સમજાવવા વેદાંતના વિષય પર ખુબ સરળ
ભાષામાં એક કલાક વ્યાખ્યાન આપયું. બીજા દિવસે
ત્યાંના વર્તમાનપત્રોએ તેની વિશેષ નોંધ પણ લીધી. બ્રિટિશ સરકારે એમને ક્રાંતિકારી સમજી તેમની પાછળ સી.આઈ ડી
.પણ ગોઠવી.કરાચીથી માંડવી પરત આવતી વેળા તેમની તલાસી લેવા શુધ્ધાં નું પગલું
અંગ્રેજ સરકારે લીધું પણ આખરે તો તપાસ અધિકારીઓ એ માફી માગવી પડી.
માજીબા દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી જ્ઞાનયજ્ઞ
કરતાં.તેમાં ભુજ આસપાસથી અને દેશ પરદેશથી પણ સંખ્યાબંધ ભાવિકો આવતાં.અહીં અગ્નિમાં
આહુતિ આપવાની નહિ પણ નાની પ્રજ્ઞાકુંડી બનાવી ને તેમાં દરેકને આપેલ પુષ્પ સમર્પણ
કરવાનું હોય સાથે સાથે પોતે જે ગુણ ગ્રહણ કરવાનો હોય તે બોલવાનો-સંકલ્પ લેવાનો.પછી
માજીબા પ્રવચન આપતાં.આવા જ્ઞાનયજ્ઞ વર્ષો સુધી ચાલ્યા.માજીબા તરફથી આ પ્રસંગે
ફળાહાર અપાતો.એક વખત ભાવિકોની સંખ્યા ધાર્યા કરતાં ઘણી વધી ગઈ .આયોજનમાં સાથ
આપનારા ખુબ મૂંઝાયા. માજીબા કહે,' ચિંતા ન કરશો શુદ્ધ સાત્વિક ભાવથી અને અનાસક્ત
અને નિસ્વાર્થ ભાવે જે થાય ત્યાં ઈશ્વર સમયસર મદદ કરે જ છે.'- બરોબર તે જ વખતે ગાડાં ભરીને ખજૂર,શીંગદાણા કેળા પપૈયાં આવ્યાં.તપાસ કરતાં ખબર પડી કે આગલા
જ દિવસે નજીકના સિનોગ્રા ગામના એક ભાવિક પરિવારે બીજે દિવસે જાણ વગર જ ફળ અને
જરૂરી સામગ્રી સાથે ગાડાં લઈને આવવાનો નિર્ણય કરેલો..
સંકલન કર્તા- દિનેશ લ. માંકડ
ચલિત દુરભાષ 9427960979
વિસ્તૃત વાંચવા બ્લોગ ના અન્ય પ્રકરણ પર ક્લિક કરો
mankaddinesh.blogpost.com
No comments:
Post a Comment