Readers

Thursday, January 9, 2025

યોગીની આનંદ લહરી - માજીબા પ્રકરણ -5

 

                                                  યોગીની આનંદલહરી – માજીબા  



           મઢી હવે મજિબા આ આશ્રમ તરીકે ઓળખાતી. જ્યાં આ આશ્રમ હતો તે જમીન બિલકુલ ક્ષારયુક્ત હતી તેથી જ તે વિસ્તાર ખીરસરા તરીકે ઓળખાતો.આશ્રમમાં નિયમિત પણે ભક્તજનો -સાધકોની અવરજવર રહેતી.અહીંનું પાણી ખારું હોવાથી સહુને તકલીફ થતી-નછૂટકે ખારું પાણી પીવું પડતું..માજીબાને પણ તેનું ખુબ દુઃખ હતું.તેમણે મનોમન અંતકરણથી ઈશ્વરને પ્રાર્થના કરી,' મારા માટે નહિ પણ ભક્તજનો કે સાધકો માટે કશુંક કરો.'- ધ્યાનમાં તેમને પ્રેરણા થઇ અને આશ્રમની નજીકની જગ્યાએ ખોદકામ કરાવ્યું અને માત્ર ચાર ફૂટ નીચેથી મીઠા પાણીની સરવાણી ફૂટી નીકળી.  માજીબાને તેને ચમત્કાર નહિ ગણતાં કહેતાં કે 'શુદ્ધ હૃદયથી ઈશ્વરની શરણાગતિ સ્વીકારીને નિસ્વાર્થ ભાવે કરેલી પ્રાર્થનાનું અવશ્ય ફળ મળે જ .' ક્રમશ તો તેમણે ત્યાં નાનકડી તલાવડી બનાવરાવી આવનાર ભાવિકો શાંત ચિત્તે બેસે અને વાતાવરણ નંદનવન બની રહે તેવો ભાવ રહ્યો. સ્મશાન નજીકના આ નિર્જન વિસ્તારમાં રાત્રીના સમયે પણ માજીબા નિર્ભય રીતે રહેતાં. કેટલીયે વાર રાત્રે ફણીધર નાગ,વીંછી કે જંગલી પ્રાણીઓ પણ નજીકથી પસાર થતાં પણ 'વાસુદેવ ઇદં સર્વમ' માં દૃઢ આસ્થા. માજીબા  હંમેશ નિર્ભીક રહેતાં.મઢીમાં તેમનો મુખ્ય આહાર દૂધ અને શીંગદાણા રહેતો.આવા નિર્જન પ્રદેશમાં ઘણીવાર દૂધ  ઉપલબ્ધ ન થાય.એક ભાવિકને પ્રેરણા થઇ પોતાની ગાય ત્યાં મૂકી ગયા.ગાય સીમમાં ચરી આવે ને બે વખત વાછરડા વગર પણ દૂધ આપે-‘યોગ ક્ષેમ વહામ્યહમ.|’

           કચ્છના રાજવી મહારાવ ખેંગારજી ત્રીજા ખુબ જ ધર્મ પરાયણ અને સહદયી હતા.એક વખત તેઓ એક ભાવિક જાદવજીભાઈ બુદ્ધભટટી સાથે માજીના આશ્રમે આવ્યા.પ્રજાવત્સલ રાજાએ વિચાર્યું કે એક પવિત્ર યોગી સાધ્વીજી મારાં રાજ્યમાં આમ નિર્જન જંગલમાં કેમ રહે ? તેમણૅ માજીબાને ભુજ શહેર નજીક એક પાક્કું મકાન બનાવી આપવા માટે ની વાત સ્વીકારવા કહયું .માજીબાએ તરત આદર સાથે અસ્વીકર કર્યો. આ વાત સંવત 1973  ની છે.પછી તો રાજવી પરિવાર પણ તેમના દર્શને આવતું અને જ્ઞાનની ચર્ચા કરતું.તેઓ રાજવી મહેલમાં પણ પધરામણી પણ કરતાં.

          સંવત 1983 માં કચ્છમાં અતિવૃષ્ટિ થઇ.માજીબાની મઢી આસપાસ ખુલ્લું મેદાન જળ  બમ્બાકાર થઇ ગયું.વાંસ અને પતરાંની બનેલી મઢી જમીનદોસ્ત થઇ ગઈ. યોગાનુયોગ ગણીએ કે ઈશ્વરીય સંકેત -માજીબાનો એક માત્ર આહાર  શીંગદાણાનો ડબો  જે ગોખલામાં પડ્યો હતો તે ગોખલો અકબંધ રહ્યો. સમયસૂચકતાથી માજી બહાર નીકળી ગયેલાં.બહાર ઓટલા પર એક ગુંદાંનું  ઝાડ  હતું. આ વિસ્તાર શહેરના નીચાણમાં હોઈ  પાણી જલદી ઉતરતું નહિ.સતત આઠ દિવસ અને રાત્રી માજીબાએ એ ગુંદાંના ઝાડ પર વિતાવ્યાં.સતત પાણી ભરાયેલું હોઈ કોઈ આવી પણ ન શકયું -.તેઓ હંમેશ કહેતાં ,' ઈશ્વરીય શરણાગતિ હોય ત્યાં કદી ભય હોય જ નહિ.'

સંકલન કર્તા- દિનેશ લ. માંકડ 

ચલિત દુરભાષ 9427960979

વિસ્તૃત વાંચવા બ્લોગ ના અન્ય પ્રકરણ પર ક્લિક કરો 

mankaddinesh.blogspot.com 

No comments:

Post a Comment