Readers

Thursday, January 9, 2025

યોગીની આનંદ લહરી - માજીબા પ્રકરણ -3

 

                                                           યોગીની આનંદલહરી – માજીબા 




  યોગીની આનંદલહરી – માજીબા      પ્રકરણ- -3

             માજીબા ભુજ કચ્છ આવ્યાં.તેમનામાં વૈરાગ્ય અને ત્યાગવૃત્તિ વધવા લાગયાં.તેમણે સડેફ વસ્ત્ર પરિધાન કરી લીધાં.અલબત્ત તે સમયે સામાન્ય રીતે વૈધવ્ય પછી સમાજમાં કાળા વસ્ત્ર પહેરવાનો રિવાજ હતો.તેમની ટીકા પણ થઇ.પરંતુ તેની પરવા કર્યા વગર તેમણે  લૌકિક દૃષ્ટિ નહિ રાખતાં, સાધના દૃષ્ટિ રાખી..ભુજના પોતાના ઘરમાં ભોંયરૂં કરાવેલ જમા ધ્યાન,ધારણા અને સમાધિ નિયમિત થઇ શકે તેવી ગોઠવણ કરેલી. સાધનાની કઠોરતા વધારવા તેમણે સ્વવૃત્તિને સંયમિત કરવા નિયમિત ખોરાક છોડ્યો.માત્ર બાફેલાં શાકને આહાર તરીકે સ્વીકાર્યાં.ક્રમશઃ તે બંધ કરી માત્ર ફળ જ આહારમાં શરુ કર્યાં.તેમાં સફળતા મળી એટલે માત્ર એ જ તેમનો કાયમ આહાર રહ્યો.તાજા ફળ ક્યારેક પ્રાપ્ત હોય ન હોય .છેવટે દૂધ અને શીંગદાણા તેમનો જીવનભર આહાર રહ્યો. તેઓ સાત્ત્વિક વિચાર અને શુદ્ધ સાધના માટે માત્ર સાત્ત્વિક આહાર પર હંમેશ ભાર મૂકતાં. તેઓ કહેતાં -સાત્ત્વિક આહારથી પ્રાણ શુદ્ધ થાય, મન શુદ્ધ  થાય.અને ઈશ્વરાભિમુખ થવાય. શુદ્ધ અન્નથી રજોગુણ અને તમોગુણની વૃદ્ધિ થતી નથી અને સાત્ત્વિક ભાવ વધે છે. પરિણામે રાગ દ્વેષ ,ક્રોધ ,લોભ, જે પ્રાણ પ્રકૃતિ સાથે સંબંધ રાખે છે તે ઘટવા લાગે છે..પ્રાણની શુદ્ધિ થતાં મનની શુદ્ધિ થી જપ,તપ અને ધ્યાન વગેરેમાં સાધકને સિદ્ધિ મળે છે.

        એમના આ સાધનાકાળમાં તેમના નાના બાળકો મહેશ્વર, શાંતા  અને તારા પણ ફળ ઉપર રહેતાં પરિણામ એ આવ્યું કે ઘર એક આશ્રમ જેવું બની ગયું .તેમનો સાધના ક્રમ વહેલી સવારથી શરુ થતો.અને છેક સમાધિ સુધી પહોંચતાં .સવારે અને બપોરે બહેનો સત્સંગ માટે આવતાં.સાંજે ભક્તજનો- સાધકો આવતા.તેમની સાથે પણ ધ્યાનમાં બેસતાં. ઘરમાં એમણે એક અલાયદો રૂમ પણ રાખેલો.સાધનાની થોડી ઉચ્ચકક્ષા અને શ્રદ્ધા ધરાવતા કોઈ ભક્ત વિશેષ અનુભૂતિ કરવા માંગતા હોય તેમને મજિબા તેવી અનુભૂતિ પણ કરાવતાં. વેદિક શાસ્ત્ર અનુસાર સ્થૂળ શરીર અન્નમય થી ઉપર પ્રાણમય,મનોમય વિજ્ઞાનમય અને અંતમાં આનંદમય કોષ સુધી પહોંચે .આ સ્થિતિ પરબ્રહ્મ સાથે મિલનની છે.. પરમ શ્રદ્ધાળુ- તીવ્ર જિજ્ઞાસુ  ભક્તજન એમ કહે કે ' મારે શ્રીકૃષ્ણના દર્શન કરવાં છે.'- તરત જ મજિબા બેઠેલા સહુને ચિત્ત સ્થિર કરી ધ્યાનમાં બેસવા કહેતાં અને પોતે પદ્માસનમાં બેસી ધ્યાનસ્થ થતાં પળવારમાં વીજળીથી વધારે પ્રકાશ ખંડમાં ફેલાતો અને શ્રી કૃષ્ણનું પ્રત્યક્ષ સ્વરૂપ સહુ સમક્ષ ખડું થતું. અને બીજી ક્ષણે તે લય પામી જતું.માત્ર શ્રી કૃષ્ણ જ નહિ પણ ભક્તજન કહે તે દેવ દેવીના દર્શન મજિબા કરાવતાં. સ્વાભાવિક  પણે કેટલાક શંકાશીલ સવાલો કરતા ત્યારે મજિબા તેમને સ્પષ્ટ ઉત્તર આપીને સમાધાન કરતાં.,' નથી આ કોઈ ચમત્કાર કે નથી મેસ્મેરિઝમ .પણ પોતાનામાંથી જ એક સાત્ત્વિક સ્થિર દૃષ્ટિમાંથી આ પ્રકારના ભાવમાંથી જે ઇષ્ટદેવ ઇષ્ટ સ્વરૂપે હોય તેનો ભાવ પ્રગટ થાય છે.'

          માજીબા સમાધિ સુધી પહોચેલાં .જે અહીં પહોંચે તેમની કુંડલિની શક્તિ જાગૃત થયેલી જ હોય.તેમને તો સહજ સાધ્ય હતું.એટલે સાધારણ ધ્યાનમાં પણ સ્થિર થવાની સાથે જ પ્રાણ અપાન પર સંયમ થતો.તે સેમ થાય એટલે સુષુમ્ણા નાડી આપોઆપ જાગૃત થાય છે. અને તેજનું પ્રાગટ્ય ર્હદયમાં ઉદ્ભવે છે.અને તે તેજમાંથી ઇષ્ટમૂર્તિના દર્શન થાય છે.જે શુદ્ધ હૃદયથી  નિયમિત અને સાતત્યથી યોગસાધના કે  મંત્ર સાધના કરતા હોય તેમને આ અનુભવ થાય .આ કોઈ નવીન બાબત નથી.તેવું તેઓને સરળતાથી સમજાવતાં .

            એક વખત તો તેમણે આઠ દિવસની સળંગ સમાધિનો સંકલ્પ લીધેલો.પરંતુ તેમના વડોદરા સાધક મંડળ નો સંકેત થતાં  તેમણે તે સળંગ ચાર દિવસ રાખેલી. તેઓ કહેતાં કે સમાધિમાં  તો દિવસો નહિ ,મહિન્ન્નાઓ કે વર્ષો સુધી બેસી શકાય.તેમાં પ્રાણ સમતામાં સ્થિર થઇ જતો હોવાથી ક્ષીણતા પણ આવતી નથી કે શરીર નિર્બળ પણ થતું નથી. ભુજના હમીરસર તળાવના પાવડી ઘાટ પર પદ્માસનમાં બેસીને  કુંભક પ્રાણાયામ કરીને કલાકો સુધી તરતાં.

સંકલન કર્તા- દિનેશ લ. માંકડ 

ચલિત દુરભાષ 9427960979

વિસ્તૃત વાંચવા બ્લોગ ના અન્ય પ્રકરણ પર ક્લિક કરો 

mankaddinesh.blogspot.com 

No comments:

Post a Comment