યોગીની આનંદ લહરી - માજીબા
માજીબનો સાધક વર્ગ - કચ્છ ,ગુજરાત ઉપરાંત મુંબઈ ,નાસિક પણ માજીબનો બહોળો સાધક વર્ગ હતો.ભુજ ખાતે તો દરરોજ મજિબાના ઘેર અને
આશ્રમમાં નિયમિત જતો વર્ગ ખુબ મોટો હતો.સૌરાષ્ટ્ર,નાસિક,મુંબઈ ,કરાચી ધનબાદ,રાંચી,કલકત્તા ,ઝરીયા વગેરેમાં પણ તેમને
વિશેષ કરીને ભાવિકો બોલાવતા.અને ધ્યાન શિબિર ગોઠવતા.કચ્છ ,અને સૌરાષ્ટ્રના અનેક રાજવી પરિવારો પણ તેમના યોગ,સાધના અને જ્ઞાન માટે ખુબ આદર ધરાવતાં..તેમના બહોળા સાધક વર્ગમાંથી આજે પણ
થોડાં વિશેષ નામો ઉપલબ્ધ બન્યાં છે ,જેમની બીજી, ત્રીજી કે ચોથી
પેઢી આજે પણ પોતાના વડીલ, માજીબાના સાધક
હતા તેમ જાણી ગૌરવ અનુભવે છે અને માજીબાને પ્રણિપાત કરે છે.- સત્સંગ કરે છે..
મુંબઈના ખ્યાતનામ ડોક્ટર કેદારનાથ પાઠક તો પ્રથમ જ વખતમાં
એવી અનુભૂતિ લઇ ગયા કે પોતાની વ્યસ્તતા વચ્ચે પણ માજીબા પાસે આવી જતા. માજીબાના એક
સંનિષ્ઠ સાધક ઉજમબેન ઉપાધ્યાય તો પ્રાણાયામની પરમ સ્થિતિ એ અધ્ધર થઇ જતાં અને એક રૂમમાંથી બીજા રૂમમાં ફરતાં કમળાબેન ઉપાધ્યાય,પ્રભાવતીબેન ઓઝા શાંતિબેન ,કંકુબેન ,પુષ્પાબેન,કાંતાબેન જેવાં અનેક બહેનો માજીબાની સાથે સાધનામાં જોડાઈને ઉચ્ચ
સાધના કરતાં.. માણેકબેન પણ એક ઉચ્ચ યોગ સાધક હતાં. તેમણે માજીબની પ્રેરણાથી ' યોગાનુભવ ' પુસ્તક પણ પ્રકાશિત કર્યું હતું. . દેવકીબેનને પણ આસ્થા એટલી કે તેમણે માજીબાના લખેલ ભજનો છપાવીને પ્રસિદ્ધ કરેલ.કુકમા ગામના ગંગાબેનએ તો
પોતાના ગામમાં આનંદઆશ્રમ બનાવેલો અને ત્યાં સત્સંગ કરાવતાં. રાજકોટના આદિલતા બહેન પણ માજીબની રાજકોટ મુલાકાત વખતે
પ્રભાવિત થઇ ને માજીબાને ગુરુપદે સ્થાપેલાં.અને તેમના માર્ગદર્શનમાં ઉચ્ચ સાધના
પ્રાપ્ત કરેલ.રાજકોટના પારસીબહેન ડોલી બહેનએ
આદિલતાના જીવનકવન વિષે 'આદિમાં ' પુસ્તક પણ લખેલ છે.રાજકોટમાં ' માજી કન્યાશાળા ' પણ છે. નેત્ર કચ્છના લાડકાબેન પણ પરમ ભાવિક હતાં પણ તેઓ મુંબઈ
રહેતાં..માજીબાના લિન થવાના બોતેર કલાક પહેલાં માજીબાએ પહેલી જાણ લાડકાબબેનને કરેલી અને તેઓ મુંબઈથી મારતે ઘોડે આવી પહોચેલાં..અહીં ૐ કાર જપ શરુ થઇ
ગયેલા..
માજીબાના પૂર્વાશ્રમના સગાં બહેન કાશીબહેન,ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં માજીબા પ્રેરિત સાધનામાં જોડાતાં
અને ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરેલી. તેઓ આ સંકલનના મૂળ
પુસ્તકના લેખક શ્રી જાદવરાયભાઈ ધોળકિયાના માતુશ્રી થાય લેખકશ્રી જાદવરાયભાઈ પણ
માતુશ્રી સાથે અવારનવાર માજીબાના દર્શનાર્થે જતા આ પુસ્તકના સંકલનકારના દાદા
વૈજનાથભાઈ { માજીબાના ભાઈ } ,પિતા લક્ષ્મીલાલભાઈ { માજીબાના ભત્રીજા } અને અન્ય પરિવારજનો પણ અવારનવાર માજીબાના આશ્રમે જતા અને
પ્રેરણા -આશીર્વાદ લેતાં
કોઈ સમયે માજીબાને ,તેમના થોડા સાધક ભાવિકોને પોતાની સિદ્ધિનો અહંકાર આવતો
દેખાયો.માજીબાએ તેમને અહંકાર ન રાખવાની સલાહ આપવાને બદલે- 'પોતાને 21 દિવસની સમાધિની જરૂર છે '- કહીને ,માજીબા બંધ રૂમમાં બેસી ગયાં.બરોબર 21 દિવસ પછી તેઓ બહાર આવ્યાં.તેમના તેજસ્વી સ્વરૂપને જોઈને
બાકીના નો અહંકાર ઓગળી ગયો. . કચ્છ રાજયની કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી છોટુભાઈ નારાયણભાઈ દેસાઈ ,માજીબાના ગુરુભાઈ હતા.તેઓ ખુબ અભ્યાસુ હતા.તેઓ દર શુક્રવારે માજીબાના આશ્રમમાં
આવી વિશેષ ચિંતન આપતા .કચ્છના જ્યુડિશિયલ કમિશ્નર શ્રી જનાર્દનભાઈ બક્ષી ,નીલમબેન બક્ષી,જામબગરના રામભાઈ ધોળકિયા ,અમદાવાદના ધીરુભાઈ ભચેચ વગેરે પણ ભુજ દર્શનાર્થે આવીને સત્સંગમાં
જોડાતા.ઉપરાંત સ્વામી માધવતીર્થજી ,સ્વામી અદ્વૈતાનંદજી ,સ્વની કૃષણતીર્થજી ,સ્વામી ક્રુશાનંદજી,જેવા ,કેટલાક સંત મહાત્માઓ પણ માજીબાના
આશ્રમે આવતા અને બ્રહ્મ વિચાર વગેરે પર વિસ્તૃત ચર્ચા,છણાવટ યોજાતા.માજીબાના કેટલાક સાધકો
સાથેના વિશેષ પ્રશ્નોના કેટલાક સંવાદો, તેમજ માજીબાએ બતાવેલ સરળ
ધ્યાનની રીત પણ મૂળ પુસ્તકમાં ઉપલબ્ધ છે.
No comments:
Post a Comment