યોગીની આનંદ લહરી - માજીબા
મનુષ્ય જન્મ માટેના ઈશ્વરે નિર્મિત કરેલા કેટલાક સિદ્ધાંતો
છે.કોઈ સંચિત કર્મો ના નિમિત્તે જન્મે તો
કોઈ અધૂરાં કાર્યો પૂર્ણ કરવા તો કોઈ ઋણાનુબંધ નિભાવવા જન્મે .પણ કેટલાક ને પ્રભુ
જાગતિક જરૂરિયાત {
Universal Necessity } માટે પૃથ્વી પર મોકલે.સમાજના કોઈ મોટા વર્ગને જીવન માટેના
દિશા દર્શન માટે પ્રેરે. અનેક સંતો,, મહાપુરુષોના ઉદાહરણ આપણી
સામે છે.પૂજ્ય માજીબાનું જન્મ નિમિત્ત પણ કૈક એવું જ હોઈ શકે. ભારતનો અંતરિયાળ
વિસ્તાર કચ્છ ,અંગ્રેજોનું ગુલામીકરણ ,અલ્પ શિક્ષણ સુવિધા અને એવાં અનેક વિધ પરિબળો વચ્ચે ઉત્તમ ગુરુ માર્ગદર્શન,વિશિષ્ઠ સાધના જ્ઞાન અને દૃઢ સંકલ્પ થી જીવન દર્શન અને દૂર ગામડાંના લોકોની
જીવન દૃષ્ટિ વિકસાવવી અને સામાન્યજન માટે અતિ કપરી યોગ સાધનાને જરાય આડંબર વગર સહજ રીતે જનસામાન્ય સુધી
વહેંચવી એ અકલ્પ્ય જ ઘટના છે.છતાં હકીકત છે.એટલું જ નહિ તેમના દેહ શાંત થયાને
સિત્તેર થી વધુ વર્ષ થઇ ગયા છતાં તેમના ભાવિકો અને સાધકોની ત્રીજી ચોથી પેઢી પણ
આજે તેમને નમન કરે છે તેમને ગુરુપૂર્ણિમા ના દિવસે યાદ કરે છે.આ વાત નાનીસૂની નથી.
આજે પ્રચાર -પ્રસાર ના સાધનોને અનેક
સાચા તો કેટલાક ભ્રામક વ્યકિતત્ત્વો સામે આવે છે. લોકો
સુધી પહોંચે છે.તેવે સમયે આવાં ઓછાં પ્રચલિત પણ નિસ્વાર્થ અને સહજ રીતે પહોંચેલા
ચરિત્રોની સુવાસ અને અમીદૃષ્ટિ આજે પણ એટલી જ પ્રબળ હોય છે.આ અનુભૂતિનો વિષય છે.
સંકલન કર્તા - દિનેશ લ. માંકડ
ચલિત દુરભાષ -9427960979
વિસ્તૃત વિગત વાંચવા બ્લોગના અન્ય પ્રકરણ પર ક્લિક કરો
mankaddinesh.blogspot.com
No comments:
Post a Comment